લગ્નની રાત્રે સેક્સ અંગે દરેક ગર્લને ચિંતા સતાવતી હોય છે અને તેના વિશેના કેટલાક પ્રશ્નો પણ તેમને સતાવતા હોય છે. ખાસ કરીને વર્જિન ગર્લને એવી ચિંતા વધારે સતાવતી હોય છે કે તેમની ફર્સ્ટ નાઈટ મીઠી હશે કે દર્દનાક? વર્જિન ગર્લને ફિઝિકલ રિલેશનશિપનો પહેલો અનુભવ થવાનો હોય છે જેના કારણે તેની ચિંતા સ્વાભાવિક રીતે વધુ હોય છે. અહીં અમે 7 ટીપ્સ જણાવી રહ્યા છે જે ગર્લ્સને ફર્સ્ટ ટાઈમમાં ઉપયોગી થશે.
તમારે કોઈ જાતની ચિંતા કર્યા વગર મગજને શાંત રાખવાનું છે, મગજમાં જેટલા વિચારો લાવશો તેટલી ચિંતા વધતી જશે. ફર્સ્ટ ટાઈમ દરેક માટે થોડું ઓકવર્ડ હોય છે, પણ દરેક પ્રકારની ચિંતાઓને બાજુએ મૂકીને રાતને બની શકે તેટલી માણવાનો પ્રયત્ન કરો.
ફર્સ્ટ ટાઈમ સેક્સ દરમિયાન કેટલીક સ્ત્રીઓને બ્લિડિંગ થાય છે કારણ કે આ સમયે તેમનું હાયમ (કૌમાર્ય પટલ) તૂટે છે. આ વજાઈનાની અંદર રહેલું એકદમ પાતળું પડ હોય છે. પણ જો કોઈ ગર્લને સાઈકલિંગ, વોટર સ્પોર્ટ્સ, હોર્સ રાઈડિંગ જેવી રમતોનો શોખ હોય તો પહેલા જ હાયમન તૂટી ગયું હોય જેની તેને ખબર પણ ન પડી હોય. તો એ ચિંતા નકામી છે કે ફર્સ્ટ ટાઈમ સેક્સ વખતે બ્લિડિંગ થવું જ જોઈએ
બોલીવૂડ ફિલ્મોમાં જે બતાવ્યું હતું તે જોઈને મૂર્ખ ન બનશો. ફિલ્મોમાં તો વધારે પડતું શરમાતી ગર્લ અંતમાં તો પરફેક્ટ નાઈટ એન્જોય કરતી દર્શાવાય છે. તેમાંથી કશું શીખવાની કોશિશ ન કરશો. પરફેક્શનની ચિંતા કર્યા વગર ફર્સ્ટ નાઈટ એન્જોય કરવાનો પ્રયત્ન કરશો તો વધારે સુખ મળશે.જો તમને સેક્સનો અનુભવ ન હોય અને તમે વર્જિન હોવ તો, તમારા માટે એ સારું રહેશે કે લ્યબ્રિકન્ટ તમારી સાથે રાખો અને ચિંતાને બાય-બાય કહો. કારણકે કેટલીક ચિંતાઓના કારણે મુશ્કેલી વધી જાય છે. આ વાત હંમેશા યાદ રાખજોઃ ભીનું તમારા માટે ફાયદાવાળું રહેશે.
દરેક વખતે ઓર્ગેઝમ પર તમે પહોંચો તેવું નથી હોતું, ઘણાં લોકો જે ફર્સ્ટ ટાઈમ સેક્સ કરવાના છે તેમને ઓર્ગેઝમનો અનુભવ હોતો જ નથી. ઓર્ગેઝમ પર પરફેક્ટ ક્લાઈમેક્સનો આધાર હોય છે. પણ જો ફર્સ્ટ ટાઈમાં પૂરતો સંતોષ ન મળે તો ચિંતા કરવાની જરુર નથી.
એવું પણ બને કે, ફર્સ્ટ નાઈટ પર સેક્સનો પ્લાન ન બને. તમે બન્ને લગ્નની તૈયારીઓથી લઈને લગ્નમાં ભાગદોડના કારણે થાકેલા હોવ તો ફર્સ્ટ નાઈટના સેક્સને સ્કીપ પણ કરી શકો. આમ થાય કે પાર્ટનરના થાકના કારણે સેક્સ શક્ય ન બને તો ચિંતા કરવાની જરુર નથી. ઘણાં કપલ્સ ફર્સ્ટ નાઈટ પર સેક્સ કરવાનું અવોઈડ કરે છે.
તમે લગ્નની રાત્રે સેક્સ કરો કે ન કરો, આ રાત તમારા માટે યાદગાર જ બની રહેશે. તમે સેક્સ ન કરો તો વાતો અને હસી-મજાક પણ કરી શકો છો. આમ કરવાથી સેક્સ કર્યા વગર પણ નાઈટ તમને નજીક લાવશે. તો ફર્સ્ટ નાઈટની બધી ચિંતાઓને એકબાજુએ રાખો જેમ થતું હોય તેમ થવા ખોટી ખેંચતાણમાં પડીને રાતની મજા ન બગાડશો