ઇંટિમેસી એટલે સેક્સ સંબંધોથી ડર લાગવો સામાન્ય વાત છે. પરંતુ કેટલીક વખત લોકો તેની પાછળનું કારણને સમજી શકતા નથી પરંતુ જો કોઇને આ ડરથી બહાર નીકળવામાં સમસ્યા આવી રહી છે તો એવામાં તેની અસર તેમના સંબંઘ પર પણ પડે છે.
ઇંટિમેસીનો ડર સામાન્ય રીતે કોઇની નજીક જવા પર થાય છે. ઇંટિમેસીથી જોડાયેલ આ ડર પાર્ટનરથી નહીં પરંતુ તેની અંદર બેસેલા એક એવા વ્યક્તિથી હોય છે જેને કોઇનાથી નજીક જવાથી ડરનો અનુભવ થાય છે. જેમા સૌથી મોટી સમસ્યા આ છે કે આપણો પાર્ટનર આપણાથી સકારાત્મક રીતે જોવે છે. પરંતુ આપણે પોતે પોતાને જ સ્વયંને નકારાત્મક રીતે જોઇએ છીએ.
સેક્સ સંબંઘના ડર પાછળનું કારણ
જો પહેલા તમારો સંબંધ તૂટી ગયો છે કો તમને ઇંટિમેસીથી ડર લાગવા લાગે છે. મગજમાં એવા વિચાર આવે છે કે જો તમે કોઇની નજીક જાવ છો તો ફરીથી તમારુ દિલ તૂટી જશે અને તમને હર્ટ થશે. આ કારણથી મનમાં કોઇની નજીક જવાનો ડર લાગે છે.
જો તમને તમારી આસપાસ કઇ સારુ નથી લાગતુ કે તમારામાં આત્મવિશ્વાસ ઓછો હોય તો તમને ઇંટિમેટ થવાથી ડર લાગી શકે છે. જ્યારે કોઇ પોતને જ સ્વીકાર કરી શકતા નથી તો પાર્ટનરના પ્રેમને કેવી રીતે અપનાવશે.
તે સિવાય કેટલાક લોકોને લાગે છે કે રિલેશનશિપમાં તનાવ બહુ હોય છે. જેથી મહિલાઓ અને પુરૂષોને રિલેશનશિપમાં થતી મુશ્કેલીઓથી ડર લાગે છે. તેમને લાગે છે કે રિલેશનશિપમાં આવવા પર તેમની ફીલિંગ્સ તેમના કંટ્રોલમાં નહીં રહે. ભાવનાઓની સાથે-સાથે શારીરિક સંબંધ બનાવવામાં પણ તેમને ડર લાગે છે.