જો તમે શાકાહારી હોવ અને દૂધ પણ ખૂબ ઓછું પીતા હોવ તો તમારા શરીરમાં વિટામિન B12ની કમી સર્જાવાના પૂરા ચાન્સ છે. વિટામિન B12 શરીર માટે ખૂબ જ ઉપયોગી છે, અને તેની ઉણપથી ન માત્ર તમારો સ્ટેમિના ઘટે છે, તેની સાથે તેની માનસિક અસર પણ ગંભીર હોય છે. એટલું જ નહીં, તમારી સ્કિન પણ આ વિટામિનના અભાવે ડલ થઈ જાય છે, અને ક્યારેક સ્કિન પર કાળા ચાઠા પણ પડી જાય છે.શરીરમાં લાલ રકતકણો અને DNA બનાવવામાં વિટામિન B12નો મહત્વનો ફાળો છે. સાથે જ્ઞાનતંતુઓ યોગ્ય રીતે કામ કરે તે માટે પણ વિટામિન B12 જરૂરી છે. વિટામિન B12 મીટ, ફીશ, ઈંડા અને ડેરી પ્રોડક્ટ્સમાંથી મળે મોટા ભાગે વૃદ્ધો, મેટોફોર્મિન નામની દવા લેતાં ડાયબિટિસના દર્દીઓ, શાકાહારી ખોરાક લેતાં લોકોમાં વિટામિન B12ની ઉણપ હોય છે. જો કે વર્ષો બાદ વિટામિન B12ના લક્ષણો દેખાવાના શરૂ થાય છે, જેના કારણે તેને ઓળખી શકવા મુશ્કેલ હોય છે. B12ની ઉણપને ક્યારેક ફોલેટની ઉણપ પણ માની લેવાય છે.
વિટામિન B12ની ઉણપ ધરાવતા લોકોની ચામડી અને કીકીનો સફેદ ભાગ પીળો પડી ગયો છે, જે રીતે કમળાનો રોગ થાય ત્યારે પડે તેવો. આવું ત્યારે થાય જ્યારે તમારા શરીરમાં લાલ રક્તકણો બનવાનું પ્રમાણ ઘટી ગયું હોય. વિટામિન B12 રક્તકણો બનાવવા માટેના જરૂરી DNA બનાવવાનું કામ કરે છે. વિટામિન B12 વિના લાલા રક્તકણો બનવામાં મુશ્કેલી થાય છે. આના કારણે તમારા શરીરમાં મેગાલોબ્લાસ્ટિક એનિમિયા થાય છે, જેમાં તમારા બોન મેરોમાં બનતા લાલ રક્તકણો મોટા અને નાજુક હોય છે.
આ પ્રકારના રક્તકણો મોટા હોવાથી બોન મેરો અને બ્લડ સર્ક્યુલેશન દરમિયાન પસાર થઈ શકતા નથી. જેના કારણે તમારા શરીરમાં રક્ત પરિભ્રમણ દરમિયાન લાલ રક્તકણોની સંખ્યા ઓછી હોય છે અને સ્કીન પીળી દેખાવા લાગે છે. આવા પ્રકારના રક્તકણો નાજુક હોવાથી તૂટી પણ જાય છે જેનાથી શરીરમાં બિલીરુબિનનું પ્રમાણ વધી જાય છે. બિલીરુબિન આછા લાલ કે બ્રાઉન રંગનો પદાર્થ હોય છે, જે પિત્તાશયમાંથી ઉત્પન્ન થાય છે જ્યારે તેમાં જૂના રક્તકણો તૂટે બિલીરુબિનનું વધારે પ્રમાણ આંખો અને ચામડીને પીળી પાડે છે.અશક્તિ અને થાક વિટામિન B12ની ઉણપના સામાન્ય લક્ષ્ણો છે. આમ થવાનું કારણ છે કે વિટામિન B12ની ઉણપ હોવાથી તમારું શરીર રક્ત કણો નથી બનાવી શકતું. જેના કારણે શરીરમાં ઓક્સિજનનું પૂરતું ભ્રમણ નથી થતું. ઓક્સિજનનું પૂરતું ભ્રમણ ન થતું હોવાથી આખો દિવસ થાક અને અશક્તિ લાગ્યા કરે છે. વૃદ્ધોમાં આ પ્રકારનો એનિમિયા જોવા મળે છે જેને પેરેનિશિયસ એનિમિયા કહે છે.
જે લોકોને પેરેનિશિયસ એનિમિયા હોય તેઓના શરીરમાં ઈન્ટ્રસિક ફેક્ટર નામનું મહત્વનું પ્રોટિન ઉત્પન્ન નથી થતું. આ પ્રોટીન B12ની ઉણપ થવાથી બચાવે કારણકે તે વિટામિન B12ને જઠરમાં સંગ્રહ કરે છે જેથી શરીર તેને શોષી શકે. વિટામિન B12ની ઉણપની સૌથી મોટી આડ અસર છે કે તે જ્ઞાન તંતુને નુકસાન પહોંચાડે છે. વિટામિન B12 મેટાબોલિઝમ માટેનો જરૂરી મજ્જછેદ બનાવવામાં અગત્યનો ફાળો ધરાવે છે. B12 વિના મચ્છાછેદ અયોગ્ય રીતે તૈયાર થાય છે, જેથી તમારા જ્ઞાનતંતુ બરાબર કામ નથી કરતા. જેની સૌથી સામાન્ય અસર છે કે તમને સોય કે પીન વાગે ત્યારે જે પ્રકારનો દુખાવો થાય છે તેવું થવું. જે ખાલી ચડે ત્યારે થાય છે.
જો વિટામિન B12ની સારવાર ન કરવામાં આવે તો તમારા ચાલવા અને હલનચલનમાં ફેરફાર થાય છે. જેના કારણે તમારું બેલેંસ બગડી જાય છે, જેનાથી પડવાનો ભય રહે છે. 60થી વધુની વયના લોકોમાં આ પ્રકારના લક્ષણો વધુ જોવા મળે છે. જો કે તેની સમયસર સારવાર કરવામાં આવે તો ગતિશીલતા સામાન્ય કરી શકાય છે. જો સારવાર ન થાય તો આ લક્ષણો યુવાનોમાં પણ જોવા મળી શકે છે.જો તમને મોઢામાં જિહ્વાકોપ (જીભ આવવી) થયો હોય તો જીભનો આકાર, રંગ બદલાઈ જાય છે. જીભ સૂજીને લાલ થઈ જાય છે. તમારી જીભ લીસી લાગે છે સાથે તેમાં ચીરા પડી જાય છે. જેના કારણે તમે યોગ્ય ખોરાક નથી લઈ શકતાં અને બોલવામાં પણ તકલીફ પડે છે. રિસર્ચ પરથી માલૂમ પડ્યું છે કે આમ થવાનું કારણ વિટામિન B12ની ઉણપ છે. આ સિવાય મોઢામાં ચાંદા પડવા એ પણ વિટામિન B12ની ઉણપ દર્શાવે છે.
અત્યારની લાઇફસ્ટાઇલ અને ખાવાની ખોટી ટેવના કારણે આ વિટામિનની ઉણપ જોવા મળે છે. વિટામિન બી-12 શરીરનું મેટાબોલિઝ્મ વધારીને થાકથી દૂર રાખે છે. આ સાથે તે શરીરને બ્રેસ્ટ, ક્લોન, લંગ અને પ્રોસ્ટ્સ કેન્સરથી પણ દૂર રાખે છે. આમ, જો તમારામાં વિટામિન બી-12ની કમી હોય તો તમારે ચોક્કસપણે તે વિશે ધ્યાન આપવું જોઇએ. જો તમે તંદુરસ્ત રહેવા માંગતા હોવ અને રોગોથી પણ દૂર રહેવા માંગતા હોવ તો તમારે અવશ્ય વિટામિન બી-12 મળી રહે તેવા પ્રકારનો ખોરાક લેવો જોઈએ.
દહીં : દહીંમાં પુષ્કળ પ્રમાણમાં વિટામિન બી-1, બી-2 અને બી-12 હોય છે, તેમાં પણ જો દહીં લો ફેટવાળું હોય તો તે વધારે ફાયદાકારક છે. બની શકે તો ફ્લેવર્ડ દહીં લેવાનું ટાળવું જોઈએ.ઓટમીલ : સવારે બ્રેકફાસ્ટમાં ઓટમીલ ખાવાથી પોષણ અને વિટામિન બંને મળે છે, એટલું જ નહીં તેમાંથી સારા એવા પ્રમાણમાં વિટામિન બી-12 પણ મળી રહે છે.સોયા પ્રોડક્ટ્સ : સોયાની દરેક પ્રોડક્ટ જેવી કે સોયાબીન, સોયા દૂધ કે સોયા પનીર-ટોફુ એ દરેકમાં વિટામિન બી-12 સારી એવી માત્રામાં મળી રહે છે.દૂધ : ફુલ ફેટવાળાં દૂધમાં વિટામિન બી-12 ઘણી એવી માત્રામાં હોય છે, જો તમે નોનવેજ ન ખાતા હો તો દૂધ એ બેસ્ટ ઓપ્શન છે વિટામિન બી-12 મેળવવા માટે.ચીઝ :નોર્મલી તમને બજારમાં બાર પ્રકારના ચીઝ મળી રહેશે, જેમાં વિટામિન બી-12 હોય છે, પરંતુ કોટેઝ ચીઝમાં વિટામિન બી-12 સારા એવા પ્રમાણમાં હોય છે.