વિટામિન B12 ઘટે તો આપણું શરીર આ સંકેતો આપવાનું શરૂ કરે છે. જાણો સંકેતો

Posted by

Vitamin B12 Deficiency:શરીરમાં વિટામિન બી-12ની ઉણપ થતાં કેટલીક ગંભીર સમસ્યાનો સામનો કરવો પડે છે. આ સ્થિતિમાં આપને વિટામિન બી12ના કારણે થતી પરેશાની અને તેના લક્ષણો અને ઉપાયની જાણ હોવી જોઇએ. જેથી તેના ઇલાજમાં સરળતા રહે. આપ ડાયટમાં કેટલાક ફૂડને સામેલ કરીને વિટામીન બી 12ની કમીને દૂર કરી શકો છો.

આજકાલની લાઇફસ્ટાઇલમાં લોકોની અનિયમિત અને અનહેલ્ધી લાઇફસ્ટાઇળના કારણે શરીમાં પોષકતત્વોની કમી થઇ જાય છે.  શરીરમાં મેટાબોલિજ્મથી માંડીને ડીએનએ સિથેસિસ અને રેડ બ્લડ સેલ્સ માટે વિટામિન બી12ની જરૂર પડે છે. આ માટે ડોકટર આપને સપ્લીમેન્ટસ આપી શકે છે. નર્વસ સિસ્ટમને હેલ્ધી બનાવવા માટે વિટામીન બી12ની જરૂર હોય છે. જો શરીરમાં વિટામીન બી12ની કમી થાય તકલીફ થાય તો બીમારી અને લક્ષણોની જાણ હોવી જરૂરી છે.

વિટિલિગો

વિટિલોગોને સફેદ ડાઘ પણ કહે છે. જે હાઇપરપિગ્મેટેશનની વિપરિત છે. જેમાં શરીરમાં મેલેનિનની કમી થઇ જાય છે. જેના કારણે સફેદ પેચ બની જાય છે. વિટિલિગોની સમસ્યા શરીરના એ ભાગમાં થયા હતા. જે સૂર્યની રોશનીના સીધા જ સંપર્કમાં આવે છે. આપના હાથ, ચહેરા અને ગરદન પર તેની વધુ અસર જોવા મળે છે.

અંગુલર ચેલાઇટિસ- વિટામિન બી12ની કમીના કારણે થતી એવી બીમારી છે. જેમાં મોં અને કાનો પર રેડનેસ અને સોજો આવી જાય છે. ડોક્ટર્સ મુજબ અંગુલર ચેલાઇટિસમાં સૌથી પહેલા શરીર પર લાલશ આવે છે અને સોજો આવી જાય છે.ગંભીર સમસ્યા થતા ચીરા અને તેમાંથી લોહી નીકળવાનની પણ સમસ્યા થાય છે.

હાઇપરપિગ્મેટેશનની સમસ્યા

હાયપરપીગ્મેન્ટેશનમાં, ફોલ્લીઓ, પેચો અથવા ચામડીનો રંગ  બદલાય જાય છે અને ત્વચા પર ડાઘ પડી જાય છે.  આ ડાર્ક પેચો તમારા ચહેરા પર અથવા શરીરના કોઈપણ ભાગ પર થઈ શકે છે. આવું  ત્યારે છે જ્યારે ત્વચા વધારેમાં મેલાનિન રંગદ્રવ્ય ઉત્પન્ન કરવાનું શરૂ કરે છે. આ સામાન્ય રીતે વધતી જતી વયના લોકો અથવા લાંબા સમય સુધી તડકામાં રહેનારા લોકોમાં જોવા મળે છે. શરીરના કોઈપણ ભાગ પર ભૂરા, કાળા ફોલ્લીઓ હોઈ શકે છે. હાયપરપીગ્મેન્ટેશનના ડાઘ  સૂર્યપ્રકાશમાં  વધુ ઘાટા થઇ જાય છે.

વાળ ખરવાની સમસ્યા

જો આપના શરીરમાં વિટામીન બી12ની ઉણપ હોય તો આ સ્થિતિમાં વાળ પણ ખરવા લાગે છે. જો વધુ પ્રમાણમાં હેર લોસ થતો હોય તો તે શરીરમાં વિટામિન બી12ની કમીના કારણે થઇ શકે છે.

અન્ય લક્ષણો

વિટામિન બી 12 ની ઉણપ ઘણા લોકોમાં અન્ય સમસ્યાઓ પેદા કરી શકે છે જેમ કે ત્વચા ફિક્કી પડી જવી. , જીભનો પીળો અથવા લાલ રંગ, મોમાં અલ્સર,  ત્વચામાં સોય જેવી સનસનાટીભર્યા પેઇન થવું, નબળાઈ,  ચીડિયાપણું, ડિપ્રેશન થઇ શકે છે. ઉપરાંત વિટામિન બી 12 ની ઉણપથી માનસિક ક્ષમતાઓમાં ઘટાડો થઈ શકે છે.

ખોરાકથી કઇ રીતે કરશો પૂર્તિ

જો તમને વિટામિન બી 12 ની વધુ ઉણપ હોય, તો તબીબની સલાહ લેવી જોઇએ. . તમને વિટામિન બી 12 સપ્લિમેન્ટ્સ આપવામાં આવી શકે છે. આ સિવાય જો તમે નોન-વેજ લેતા હો તો માછલી, ઇંડા, માંસ, શેલફિશમાંથી વિટામિન બી 12 ની ઉણપને પૂરી કરી શકાય છે.  આપ વેજિટેરિયન હો તો  દૂધ, દહીં, પનીર અથવા ચીઝ ખાઈને  વિટામિનબી 12ની પૂર્તિ કરી શકો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *