વિશ્વના એવા 4 દેશ જ્યાં વિઝા વગર પણ મુસાફરી શકો છો.

ફરવા ના નામે દરેકના મનમાં વિદેશ નું જ નામ આવે છે. પરંતુ આ સુંદર સ્થળોની મુલાકાત માટે વિઝાની જરૂર હોય છે. આવી સ્થિતિમાં લોકો ને ઘણી જંજાટ થતી હોય છે. પરંતુ એવા ઘણા દેશો છે જ્યાં તમે વિઝા વિના ફરવા જઈ શકો છો. આ દેશોમાં મુસાફરી કરવા માટે અને પ્રવેશ માંટે ફક્ત પાસપોર્ટ ની જ જરૂર પડે છે. સાથે જ તમારે અહીં વધુ ખર્ચ કરવો નહીં પડે. તો ચાલો જાણીએ આ દેશ વિશે …
માલદીવ
ફરવા માંટે માલદીવ લોકો ને ખૂબ પસંદ હોય છે. બોલીવુડ સ્ટાર્સ નું પણ હોલીડે ડેસ્ટિનેશન આ જ હોય છે. અહીં, બીચ પર ફરવા ની એક અલગ જ મજા છે. સાથે જ તેની એ વિશેષતા છે કે તમારે આ દેશમાં ફરવા માંટે વિઝાની જરૂર નથી હોતી. જો તમારી પાસે પાસપોર્ટ છે, તો તમે સરળતાથી અહીં ફરવા જઈ શકો છો.
મોરિશિયસ
મોરિશિયસ તેની સુંદરતા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે. તમે અહીં વિઝા વગર ઘણા દિવસ સુધી ફરી શકો છો. અહીં તમે સમુદ્ર કિનારે તમારી રજાઓનો આનંદ માણી શકો છો. તમે બ્લેક રિવર ગોર્જિસ નેશનલ પાર્કમાં જાનવરો ને જોઈ ને મજા લઇ શકો છો. આ પાર્કમાં ચારે બાજુથી પર્વતો અને તળાવો ઘેરાયેલો છે. આ સિવાય બેલ્લે મેયર પ્લેજ બીચ, સિવુસાગર રામગુલામ બોટનિકલ ગાર્ડન વગેરે પર ફરવા ની મજા લઇ શકો છે. જો તમે સાત રંગની ધરતી જોવા માંગતા હો, તો તમે ચારમેલ જરૂર થી જાઓ. એવું માનવામાં આવે છે કે અહીં જ્વાળામુખી ફાટવાના કારણે રેતી સાત રંગની થઈ ગઈ છે, જે ખૂબ જ સુંદર અને આશ્ચર્યજનક લાગે છે.
થાઇલેન્ડ
થાઇલેન્ડ ભારતીય લોકોનું પ્રિય સ્થળ માનવામાં આવે છે. અહીં ફરવા માટે મુસાફરોને વિઝા ઓન અરાઇવલ આપવામાં આવે છે. આવી સ્થિતિમાં તમે સુંદર બીચ, રોયલ પેલેસ અને ભગવાન બુદ્ધના મંદિરોનો આનંદ લઈ શકો છો. ખાસ કરીને લોકો તેની સુંદરતા અને શાંત વાતાવરણમાં ફરવા આવે છે.
ભૂટાન
ભૂટાન પણ લોકોનું પ્રિય ટ્રાવેલ ડેસ્ટિનેશન છે. છેલ્લા કેટલાક દિવસોમાં પ્રખ્યાત અભિનેત્રી અનુષ્કા અને ક્રિકેટર વિરાટ કોહલી રજા માટે ભૂટાન ગયા હતા. ભારતના આ પડોશી દેશમાં ફરવા માટે તમારી પાસે ફક્ત પાસપોર્ટ હોવો જ જોઇએ. ઉપરાંત, તમારે અહીં ફરવા માટે વધુ ખર્ચ પણ કરવો નથી પડતો. દોચુલા પાસે તમે બૌદ્ધ મંદિર અને 108 સ્તૂપના સમૂહ ને જોઈ શકો છો. હા વેલીમાં ચારે બાજુ ફેલાયેલી હરિયાળી અને પર્વતો કોઈનું પણ હૃદય જીતી શકે છે. આની સાથે તાકશાંગ લહખાંગ, ચેલેલા પાસ, ડંગસે લહખાંગ, પુનાખા જોંગ, રીનપંગ જોંગ, લહખાંગ નન્નોરી જેવા સુંદર સ્થળો જોઈ શકાય છે.