જો કોઈ વ્યક્તિ પોતાનો ધંધો શરૂ કરીને આત્મનિર્ભર બનવા ઈચ્છે તો તે આરામથી પોતાનો ધંધો શરૂ કરીને સ્વરોજગારી મેળવી શકે છે. પણ એક વિકલાંગ વ્યક્તિ માટે આ કામ ઘણું મુશ્કેલ હોય છે. ગુજરાત સરકારની એવી ઘણી કલ્યાણકારી યોજના છે જે આવા વિકલાંગ વ્યક્તિઓને મદદરૂપ થાય એમ છે. આજે આપણે આવી જ એક કલ્યાણકારી યોજનાની વાત કરવાના છીએ. આ યોજના એટલે વિકલાંગ વ્યક્તિઓને સાધન સહાય માટેની યોજના.
આ યોજનાનો લાભ કોને મળશે
• વ્યક્તિ ગુજરાતનો વતની હોવો જોઈએ.
• વ્યક્તિને ૪૦% કે તેથી વિકલાંગતા હોવી જોઈએ.
• હલન ચલનની વિકલાંગતા, મંદબુદ્ધિ, મૂકબધિર, દૃષ્ટિહીન વ્યક્તિઓને આ યોજનાનો લાભ મળવા માત્ર છે.
• વ્યક્તિ વિકલાંગતાનું ઓળખપત્ર ધરાવતો હોવો જોઈએ.
આ કલ્યાણકારી યોજનાના ફાયદા
• કોઈપણ વ્યક્તિની આવકમર્યાદા ધ્યાને લેવામાં આવતી નથી. અમીર કે ગરીબ દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે.
• વિકલાંગ વ્યક્તિને પોતાના કૃત્રિમ અવયવ માટે ઘોડી, કેલિપર્સ, ત્રણ પૈડાંવાળી સાયકલ, બે પૈડાંવાળી સાયકલ, વ્હિલચેર વગેરે મળવાપાત્ર છે.
• આ ઉપરાંત જો કોઈ વિકલાંગ વ્યક્તિ પોતાનો નાનો ધંધો શરૂ કરીને આત્મનિર્ભર બનવા ઈચ્છે તો સરકાર દ્વારા તેને ૪૨ પ્રકારની સાધન સહાય આપવામાં આવે છે. જેમ કે, હાથલારી, સિલાઈ મશીન, મોચી કામ માટેનાં સાધનો, સુથારી કામ માટેના સાધનો, ઈલેક્ટ્રિક રિપેરીંગ, કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, ભરત ગૂંથણ મશીન, એમ્બ્રોઈડરી મશીન વગેરે મળવાપાત્ર છે.
• અંધ વ્યક્તિઓ માટે સંગીતના સાધનો, ફોલ્ડિંગ સ્ટિક તેમજ બ્રેઈલ કીટ મળશે.
• મૂકબધિર વ્યક્તિઓને હીયરીંગ એઈડ તેમજ અન્ય સાધન સહાય મળવાપાત્ર છે.
• મંદબુદ્ધિ વ્યક્તિ માટે એમ.આર.ચાઈલ્ડ કીટ
• ઉપરની બધી સાધન સહાય ૧૦,૦૦૦/- રૂપિયાની મર્યાદામાં મળશે.
• પોલિયોના દર્દીઓને ઓપરેશન કે દવાના ખર્ચા માટે રૂ.૭૦૦૦/- તથા કેલીપર્સના રૂ.૩૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૦૦૦/- ની સહાય મળશે.
આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
• ઉંમરનો કોઈપણ પુરાવો
• વિકલાંગ ઓળખપત્રની નકલ
• સ્વરોજગારી માટે કોઈ તાલીમ લીધી હોય તો તેનો પુરાવો
આ યોજનાનો લાભ ક્યાંથી મળશે
આ યોજનાનો લાભ લેવા માટે વ્યક્તિએ પોતાના જિલ્લાની જિલ્લા સુરક્ષા કચેરીની મુલાકાત લેવી પડશે. ત્યાં યોજના માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ જમા કરાવીને આ યોજનાનો લાભ લઈ શકાય છે.