વિદુરજીની આ વાતો મનુષ્યની 5 આંગળીઓ સમાન છે…

વિદુરજીની આ વાતો મનુષ્યની 5 આંગળીઓ સમાન છે…

સમુદ્રશાસ્ત્રમાં વ્યક્તિના શરીરના અલગ અલગ અંગના આકાર અને ચિન્હોના આધારે વ્યક્તિ કેવા સ્વભાવનો હોય તેનું વર્ણન મળે છે. સમુદ્રશાસ્ત્ર અતિપ્રાચીન કાળથી જ પ્રચલિત છે. ત્યારે આજે આપણે હાથની આંગળીઓની લંબાઈના આધારે વ્યક્તિ કેવો હોઈ શકે છે તે વિશે જાણીએ. આંગળીઓ વચ્ચેનું અંતર વ્યક્તિના સ્વભાવ સાથે જોડાયેલું છે. એટલા માટે જ આંગળીઓ લાંબી, જાડી કે પાતળી હોય તે મુજબ તેના સ્વભાવ અંગે ફળકથન કરવામાં આવ્યું છે.

આંગળીઓ વચ્ચેના અંતરની શુભાશુભ અસર

– તર્જની અને મધ્યમા આંગળી વચ્ચે ખાલી જગ્યા અન્ય આંગળીઓની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવો જાતક સ્વતંત્ર વિચારો ધરાવે છે, પોતાની વાતને કહેવામાં ખચકાટ અનુભવતો હોય છે.

– મધ્યમા અને અનામિકા આંગળીની વચ્ચે ખાલી જગ્યા અન્ય આંગળીઓ વચ્ચેની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવી વ્યક્તિ બેદરકાર અને અસભ્ય હોય છે.

– અનામિકા અને કનિષ્ઠિકા આંગળીની વચ્ચે ખાલી જગ્યા અને આંગળીઓની જગ્યાની સરખામણીમાં વધારે હોય તો આવી વ્યક્તિ ક્રૂર અને ગુનાખોરી કરનાર હોય છે.

– તર્જની આંગળીનો પ્રથમ પર્વ લાંબો હોય તો આવી વ્યક્તિ ખૂબ જ વિશ્વાસપાત્ર હોય છે. બીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઉચ્ચાભિલાષી હોય છે. જો ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ઘમંડી અને અભિમાની હોય છે.

– મધ્યમા આંગળીનો પ્રથમ પર્વ જો મોટો હોય તો આવી વ્યક્તિ અન્યને દગો કરે છે અને બીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વેપારના ક્ષેત્રમાં મશીનોનો વેપાર કરવાનું પસંદ કરે છે અને તેનાથી તેને લાભપ્રાપ્તિ થાય છે. ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વધારે પડતી કંજૂસ અને અપયશની ભાગીદાર હોય છે.

– અનામિકા આંગળીનો પ્રથમ પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ કલાત્મક સૂઝ ધરાવનારી હોય છે. બીજો પર્વ લાંબો હોય તો આવી વ્યક્તિ પોતાની પ્રતિભાના બળ પર ઊંચાઈ સુધી પહોંચી શકે છે. જો ત્રીજો પર્વ લાંબો અને પહોળો હોય તો આવી વ્યક્તિ જીવનમાં ક્યારેક સરકારી સન્માન મેળવે છે.

– કનિષ્ઠિકા આંગળીનો પ્રથમ પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ વૈજ્ઞાાનિક અને સંશોધક હોય છે. બીજો પર્વ જો મોટો હોય તો આવી વ્યક્તિ ખૂબ પરિશ્રમ કરીને વેપાર-વ્યવસાયમાં સફળ થાય છે. જો ત્રીજો પર્વ મોટો હોય તો આવી વ્યક્તિ ચાલાક, ચતુર અને જુઠ્ઠું બોલવામાં હોશિયાર હોય છે.

– જે લોકોના હાથની અનામિકા અને તર્જની આંગળીની લંબાઈ લગભગ સમાન હોય છે તેઓ ખૂબ જ શાંતિપ્રિય સ્વભાવના હોય છે. કોઈ બહેસમાં પડવું કે લડાઈ-ઝઘડામાં પડતું તેમને જરાય પસંદ નથી હોતું.

– જો કોઈ વ્યક્તિની મિડલ ફિંગર કે મધ્યમા આંગળીની લંબાઈ, અન્ય આંગળીઓની લંબાઈથી અડધી ઈંચ લાંબી હોય તો તે બતાવે છે કે કાં તો તે વ્યક્તિના હાથથી કોઈ વ્યક્તિની હત્યા થી છે કે નજીકના ભવિષ્યમાં તે વ્યક્તિ હત્યારો સાબિત થઈ શકે છે.

– મધ્યમ આંગળી લાંબી હોવાની સાથે જ ગઠ્ઠાદાર પણ હોય તો તે વ્યક્તિ જીવનમાં હંમેશા ઘેરાયેલો રહે છે અને સાથે જ તે સ્વાર્થી પણ હોઈ સકે છે. જો આ આંગળી અન્ય આંગળીઓની લંબાઈથી એક ચોથાઈથી વધુ લાંબી હોય તો એવો વ્યક્તિ આખુ જીવન અભાવગ્રસ્ત રહે છે.

– જો મધ્યમા આંગળીનો પહેલો પર્વ વધુ લાંબો હોય તો એવો વ્યક્તિ આત્મહત્યા કરી શકે છે. જો પહેલો પર્વ ચપટો હોય તો એવો વ્યક્તિ કલાના ક્ષેત્રમાં મોટું સ્થાન પ્રાપ્ત કરે છે. બીજો પર્વ લાંબો હોય તો વ્યક્તિ એવું દર્શાવે છે કે તે વ્યક્તિ વેપારિક ક્ષેત્રમાં ઊંચાઈઓ સુધી પહોંચશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *