વિદેશ ભણવા જવું હોય તો બેંક આપશે તમને ૭.૫ લાખથી વધારેની લોન, જાણો કઈ રીતે?

ભારતમાં એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેઓ પ્રતિભાશાળી તો છે પણ પૈસાના અભાવે આગળ ભણી શક્તા નથી અને તેમનું ઉચ્ચ અભ્યાસનું સપનું અધુરું રહી જાય છે. ભારત સરકારે એવા ગરીબ વિદ્યાર્થીઓ માટે એક યોજના બહાર પાડી છે જેનું નામ છે પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી લોન યોજના. આ યોજના અંતર્ગત ગરીબ વિદ્યાર્થીઓને નજીવા વ્યાજદરે લોન આપીને ઉચ્ચ અભ્યાસ મેળવવા માટે પ્રોત્સાહિત કરવમાં આવે છે.
PM વિદ્યાલક્ષ્મી લોન યોજના
આ યોજના અંતર્ગત ૧૨૭ જેટલી યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જે વિવિધ સંજોગોમાં લોકોને લોન પૂરી પાડે છે અને તે માટે ૩૮ જેટલી વિશાળ સંખ્યામાં વિવિધ બેંકો રજિસ્ટર છે. એટલે કે આ યોજના અંતર્ગત તમને ૧૨૭ પ્રકારની લોન જૂદી જૂદી ૩૮ જેટલી બેંકો આપશે અને તે પણ નજીવા વ્યાજદરે. આ યોજના નાણા મંત્રાલય, ઉચ્ચ શિક્ષણ વિભાગ, માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને ભારતીય બેંક સંઘનું સંયુક્ત સાહસ છે.
લોન લેનારને મળતા આર્થિક લાભ
• લોન લેવા માટે કોઈ પણ વ્યક્તિ વિદ્યાલક્ષ્મી પોર્ટલ પરની ૩૮ બેંકોમાંથી કોઈ પણ બેંકમાં અરજી કરી શકે છે.
• વિદ્યાર્થીઓને આ યોજના અંતર્ગત એકદમ નજીવા વ્યાજદરે લોન મળશે.
• લોન પૂરી કરવા માટે વિદ્યાર્થીઓને તેમનો અભ્યાસ પૂર્ણ થયા પછી પણ પાંચ થી સાત વર્ષનો સમયગાળો મળશે. એટલે લોન ધારક પર લોન પૂરી કરવાનું દબાણ સામાન્ય રીતે ઓછું રહેશે.
• જો કોઈને ભણતર માટે ફક્ત ૪ લાખની લોન જોઈએ છે તો તેના માટે કોઈ ગેરંટર કે પછી બેંક સિક્યોરીટીની જરૂર પડશે નહીં.
• જો વ્યક્તિને ૪ થી ૬.૫ લાખ સુધીની લોન જોઈએ છે તો એણે કોઈ ત્રીજા વ્યક્તિને ગેરંટરના રૂપમાં લાવવો પડશે.
• જો વ્યક્તિને ૬.૫ લાખથી વધારે માત્રામાં લોન જોઈતી હોય તો એણે ગેરંટરની સાથે બેંક સિક્યોરીટીના રૂપમાં પોતાની કોઈ સંપત્તિ પણ બેંક પાસે ગીરવી રાખવી પડશે.
• લોન લેનાર જે પણ વ્યાજ ભરશે તેના પર તેને ટેક્સમાં રાહત મળવાપાત્ર હશે.
વધુમાં વાંચો :-
લોન લેવા માટે અરજી કઈ રીતે કરવ
• અરજદારે સૌપ્રથમ વિદ્યાલક્ષ્મીના ઓફિસિયલ પોર્ટલ પર જવાનું રહેશે.
• પોર્ટલ ખૂલ્યા પછી અરજદારે પોતાની યોગ્ય વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.
• જો તમે વિદ્યાર્થી તરીકે અરજી કરી રહ્યાં છો તો તમારે સ્ટુડન્ટ લોગ ઈન પર જઈને લોગ ઈન કરવાનું રહેશે.
• સ્ટુડન્ટ લોગ ઈન કર્યાં બાદ તમે જે લોન માટે અરજી કરવા માંગતા હોવ તે લોનનું ફોર્મ ભરવાનું રહેશે.
• અહીં તમને તમારી લોનને લગતી બધી જાણકારી મળી રહેશે.
• તમે અહીં ૧૨૭ પ્રકારની અલગ અલગ લોનમાંથી કોઈ પણ એક લોન માટે અરજી કરી શકો છો.
લોન લેવા કયાં કયાં ડોક્યુમેન્ટ્સ જોઈશે
• કોઈ પણ એક આઈ ડી પ્રૂફ (ઈલેક્શન કાર્ડ, આધાર કાર્ડ, પાન કાર્ડ)
• પાસપોર્ટ સાઇઝ ફોટો
• ભણતરને લગતી માર્કશીટ
• માતા પિતાના આવકનો દાખલો
• રહેઠાણનો પુરાવો (લાઈટ બીલ, આધાર કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રેશન કાર્ડ પૈકી કોઈ પણ એક)
• દેશની કે વિદેશની જે કોલેજમાં એડમિશન લેવાનું હોય તેનો એડમિશન લેટર, અને ફીની પૂરી વિગત
વધુમાં વાંચો :-