હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત સહિત દેશના હવામાન અંગે આગાહી કરવામાં આવે છે, 28મી મેથી જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થવાની શકયતાઓ તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તરફ ગુજરાતમાં હાલ આકરી ગરમીનો મારો ચાલું છે અને હાલમાં જ માવઠાથી રાહત મળી છે ત્યારે શું વાવાઝોડાના કારણે ગુજરાતના વાતાવરણમાં ફરી એકવાર પલટો આવી શકે છે? આ અંગે અંબાલાલ પટેલે ન્યૂઝ 18 સાથે કરેલી વાતચીતમાં જણાવ્યું છે.
બંગાળની ખાડીમાં વાવઝોડું સક્રિય થયું છે. વાવઝોડુંનું નામ યમન દેશે મોચા રાખ્યું છે. બંગાળની ખાડી કે અરબી સમુદ્રમાં કોઈ સિસ્ટમ સક્રિય થાય તેની અસર ગુજરાતના વાતાવરણ પર થતી હોય છે. જોકે આ વાવાઝોડાની અસર ગુજરાતમાં નહિ થાય.
પરંતુ ગુજરાતમાં કાળઝાળ ગરમી પડશે. બંગાળની ખાડીમાં વાવાઝોડાના કારણે અરબી સમુદ્રમાંથી ભેજ ખેંચાય રહ્યો છે. જેના કારણે ગુજરાતનું વાતાવરણ સૂકું બની ગયું છે. અંબાલાલ પટેલનું અનુમાન છે કે મે મહિનાના અંતમાં વાતાવરણ પલટો આવી શકે છે. કારણ કે અરબી સમુદ્ર એક સિસ્ટમ સક્રિય થવાનની શકયતા છે
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ન્યુઝ 18 ગુજરાતી સાથે વાત કરતા જણાવ્યું છે કે, આ વર્ષનું પ્રથમ વાવઝોડું બંગાળની ખાડીમાં સક્રિય થયું છે. જ્યારે બીજું વાવઝોડુ પણ સક્રિય થવાનું છે. 28 મેથી જૂનના પહેલા સપ્તાહમાં અરબી સમુદ્રમાં હળવા પ્રકારનું વાવઝોડું સક્રિય થવાનું અનુમાન છે.
જોકે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થશે જેની અસર ગુજરાતના વાતાવરણ પર જોવા મળશે. જો વાવાઝોડાનો માર્ગ ગુજરાત તરફ હશે તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની શકયતા રહેશે. જો તેનો માર્ગ ઓમાન તરફ હશે તો પશ્ચિમ સોરાષ્ટ્ના ભાગોમાં અને કચ્છના ભાગોમાં વરસાદ થવાની શકયતા રહેશે.
જોકે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થયા બાદ વાવાઝોડાની સ્થિતિની આગાહી થઈ શકે છે, પરંતુ હાલ અનુમાન છે કે અરબી સમુદ્રમાં વાવઝોડું સક્રિય થઈ શકે છે. જોકે, આ અંગે હવામાન વિભાગ દ્વારા હજુ સુધી કોઈ આગાહી કરી નથી.
હવે આંધી વંટોળનું પ્રમાણ વધશે. 22 થી 24 મેં માં રાજ્યના કોઈ કોઈ ભાગોમાં સામાન્ય વરસાદની શકયતા રહેશે. રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. પરંતુ ગરમી બાદ ફરી માવઠું થવાની અનુમાન હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે