વાવાઝોડાની બહુ વહેલી આગાહી કરનારા અંબાલાલ પટેલે ગુજરાત માટે તારીખો સાથે મોટી વાત કહી

Posted by

વાવાઝાડા અંગે અંબાલાલ પટેલે જે રીતે 2-3 મહિના અગાઉ આગાહી કરી દીધી હતી કે ગુજરાત પર વાવાઝોડાનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યારે હવે તેમણે ચોમાસા અંગે અને વરસાદ ગુજરાતને ક્યારે ધમરોળશે તે અંગે આગાહી કરી દીધી છે. અંબાલાલ પટેલે ભારે ક્યારે અને ક્યાં તોફાની વરસાદ આગામી દિવસોમાં થશે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી દીધી છે. અંબાલાલે કેટલીક તારીખોની વાત કરીને ગુજરાતની નદીઓમાં તથા ડેમોમાં નવા નીર આવવાની આગાહી કરી છે. તેમણે ગુજરાતમાં ચોમાસું ક્યારે પહોંચી શકે છે તેની શક્યતાઓ તારીખ સાથે જણાવી છે.

અંબાલાલ પટેલે ગુજરાતને ટકરાયેલા વાવાઝોડાની અસર રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. પુર આવવાની પણ શક્યતાઓ છે. આ સિસ્ટમ પૂર્વ ભારત તરફ જશે અને તે બંગાળના ઉપસાગર પર બનેલા ભેજને ખેંચશે અને તેના કારણે ચોમાસાની ગતિ જોર પકડશે.

દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરીને અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, ગુજરાતમાંથી ગયેલી વાવાઝોડાની સિસ્ટમ બંગાળમાં વધુ એક સિસ્ટમ બનાવશે અને તે વાદળોનો જમાવડો લઈને આગળ વધશે જેના કારણે ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. તેમણે દેશના મધ્યભાગમાં તથા મહારાષ્ટ્રમાં 22-23 તારીખે વરસાદ થવાની આગાહી કરી છે.

મહારાષ્ટ્રના વિદર્ભમાં, નાસિકમાં તથા મુંબઈના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ અંબાલાલે વ્યક્ત કરી છે તેમણે કહ્યું છે કે, મુંબઈ પછી સિસ્ટમ આગળ વહન કરશે અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં આવશે, ગુજરાતમાં ચોમાસું 25-26 જૂને પહોંચે તેવી સંભાવના છે. દક્ષિમ ગુજરાતમાં ચોમાસું વહેલું આવે તેવી શક્યતાઓ છે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાત માટે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, તારીખ 27થી 30માં દક્ષિણ ગુજરાતના ભાગોમાં અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે. જેનાથી નર્મદા અને તાપીના જળસ્તરમાં વધારો થઈ શકે છે, જેના કારણે પાણીની સમસ્યા દૂર થઈ શકે છે. બંધમાં પાણીની આવક વધશે, જળાશયો છલકાશે.

આ દરમિયાન દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતાઓ રહેલી છે. ગુજરાતમાં પાણીની સમસ્યા ભારે વરસાદ બાદ હલ થઈ શકે છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના ડેમોમાં પણ પાણીની આવક થશે, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પાણીની આવક થશે. એટલે 27થી 30 જૂન દરમિયાન ગુજરાતમં જબરજસ્ત વરસાદનું વહન આવી રહ્યું છે.

જૂલાઈ માસ અંગે આગાહી કરીને તેમણે જણાવ્યું કે, માસની શરુઆત સુધીમાં સાબરમતીમાં પણ પાણીનો આવરો આવવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરુઆતમાં પણ તાપી નદીના જળસ્તરમાં વધારો થવાની શક્યતાઓ રહેલી છે.

આજના રાજ્યના હવામાન અંગે આગાહી કરતા તેમણે ઉત્તર ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે, તારીખ 18 પછી વરસાદમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. જોકે, વાવાઝોડાની અસર દેશના ઘણાં ભાગોમાં થવાની શક્યતાઓ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *