કામસૂત્રની રચના મહર્ષિ વાત્સ્યાયનએ કરી હતી. કામસૂત્ર દુનિયામાં સૌથી વધારે વેંચાતું પુસ્તક છે. વાત્સ્યાયન ઋષિએ તેને ત્રીજી શતાબ્દીના મધ્યમાં લખ્યું હતું. પરંતુ તેમાં લખેલી વાતો એટલી પ્રાસંગિક છે તેની ચર્ચા આજે પણ થાય છે અને ભવિષ્યમાં પણ થતી રહેશે. આજે પણ ભારતીય સભ્ય સમાજમાં સેક્સને લઈ મુકતપણે ચર્ચા થતી નથી. પરંતુ વર્ષો પહેલા ઋષિએ કામુકતાના વિષયો પર કામસૂત્રની રચના કરી હતી.
વાત્સ્યાયન ઋષિ કોણ હતા?
વાત્સ્યાયન ઋષિએ ભારતના મહાન મુનિ હતા. તેમનો જન્મ ગુપ્ત વંશના સમયમાં થયો હોવાનું માનવામાં આવે છે. મહર્ષિ વાત્સ્યાયનને કામસુત્રમાં માત્ર વિવાહિત જીવનને જ દર્શાવ્યું નથી પરંતુ સાથે જ વરન કલા, શિલ્પકલા અને સાહિત્યને પણ સંપાદિત કર્યું છે. ઇતિહાસકારોમાં વાત્સ્યાયાન અને તેમના જીવનકાળને લઈ અનેક તફાવત જોવા મળે છે. કેટલાક માને છે કે તેઓ ચાણક્યના પ્રધાન શિષ્ય હતા જ્યારે વાસવદત્તામાં કામસૂત્રના રચનાકારનું નામ મલ્લનાગ જણાવ્યું છે એટલે કે વાત્સ્યાયનનું એક નામ મલ્લનાગ પણ હતું.
બ્રહ્મચારી હતા વાત્સ્યાયન
કામસૂત્ર કે જેમાં કામકુ વિષય પર જ્ઞાન આપવામાં આવ્યું છે તેના રચનાકાર વાત્સ્યાયન સ્વયં બ્રહ્મચારી અને એક સંન્યાસી હતા. તેમ છતાં તેમને કામુક વિષયનો સમજ હતી. કહેવાય છે કે વાત્સ્યાયનએ કામસૂત્ર, વેશ્યાલયોમાં જઈ તેમની મુદ્રાઓ અને નગરવધુના અનુભવોનું વર્ણન કર્યું છે. આ વિષયને તેમણે સુંદર આયામ આપ્યા છે. તે ચાર વેદોના જ્ઞાતા હતા અને દાર્શનિક પણ હતા.
સેક્સ અને વાત્સ્યાયનના વિચાર
ઈતિહારકારોના જણાવ્યાનુસાર વાત્સ્યાયનએ તે સમયે લાગ્યું હતુ કે કામુકતા પર ચર્ચા થવી જોઈએ. તેમનું માનવું હતું કે તેને અનદેખો વિષય ન રાખવો જોઈએ. આ ઉદેશને સિદ્ધ કરવા માટે જ તેમણે આ પુસ્તકની રચના કરી. તેમણે પ્રયત્ન કર્યો કે લોકોને આ બાબતે સારી જાણકારી પ્રાપ્ત થાય.
શું છે કામસૂત્રમાં ?
કામસૂત્રમાં સંભોગના પ્રકાર અને ક્રિયાઓ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ તથ્યો છે. કામસૂત્ર પ્રત્યે સામાન્ય ધારણા એવી છે કે તે માત્ર સંભોગની ક્રિયા સાથે જોડાયેલો વિષય છે પરંતુ સત્ય આ નથી. તેમાં અનેક આનંદદાયક વિષયોનો સંગ્રહ છે.