હિન્દુ ધર્મમાં વટ સાવિત્રી વ્રતનું ખૂબ મહત્વ છે. પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત રાખે છે. વટ સાવિત્રી વ્રત દર વર્ષે જેઠ મહીનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે 2022માં વટ સાવિત્રી વ્રત 30 મે, સોમવારના રોજ રાખવામાં આવશે અને આ દિવસે આવતી સોમવતી અમાસને કારણે આ દિવસનું મહત્વ વધુ વધી જાય છે. મનાય છે કે સોમવતી અમાસના દિવસે પૂજા, દાન, ઉપવાસનું અનેક ગણું ફળ મળે છે. તો આવો જાણીએ શું છે વટ સાવિત્રી વ્રત અને પૂર્ણ પૂજા પદ્ધતિનું મહત્વ…
વટ સાવિત્રી વ્રતનું મહત્વ
પૌરાણિક કથાઓ અનુસાર, સાવિત્રીએ જેઠ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસના દિવસે એક વટવૃક્ષ નીચે યમરાજ પાસેથી તેમના પતિ સત્યવાનનો જીવ બચાવ્યો હતો. તે દિવસથી પરિણીત મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રીનું વ્રત કરે છે. એવું માનવામાં આવે છે કે વટવૃક્ષના મૂળ ભાગમાં ભગવાન બ્રહ્મા, મધ્યમાં વિષ્ણુ અને આગળના ભાગમાં શિવજીનો વાસ છે. તેથી જે સ્ત્રી આ દિવસે વ્યવસ્થિત અને સાચા હૃદયથી વટવૃક્ષની પૂજા કરે છે, તેને અખંડ સૌભાગ્ય અને સુખ-સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.
વટ સાવિત્રી વ્રત પૂજા સામગ્રી: રોલી, ચોખા, સવા મીટર કાપડ, શૃંગારની વસ્તુઓ, નાળિયેર, કલાવા, કાચૂ સૂતર, વાંસનો પંખો, પલાળેલા ચણા, પાણી ભરેલો લોટો, સોપારી, પાન, ફૂલો, 5 પ્રકારના ફળ, ધૂપ, માટીના કોડિયામાં દીવો, ઘરે બનાવેલી વાનગી વગેરે.
પૂજા વિધિ:
વ્રતના દિવસે સ્ત્રીઓ સવારે વહેલા ઊઠીને તેમના કામ અને સ્નાન વગેરે પૂર્ણ કર્યા બાદ સ્વચ્છ વસ્ત્રો પહેરે અને શૃંગાર કરે. જે બાદ પૂજાની તમામ વસ્તુઓને થાળીમાં સજાવીને વડના ઝાડની નીચે જાઓ. ત્યાર બાદ વડના ઝાડ નીચે યમરાજની સાથે સાવિત્રી અને સત્યવાનની તસવીર લગાવો. ત્યારપછી રોલી, ચોખા, પલાળેલા ચણા, કાલવ, ફળ, લાલ કાપડ વગેરે વસ્તુઓ અર્પણ કરો.
હવે વાંસના પંખા વડે તસ્વીર પર હવા ઉડાડો. ત્યારબાદ વડના ઝાડની 5 કે 11 પ્રદક્ષિણા કરતી વખતે કાચા સૂતને બાંધો. પરિક્રમા પછી વટ સાવિત્રી વ્રતની કથા સાંભળો અને પછી વૃક્ષને જળ ચઢાવો. પૂજા પૂર્ણ થયા બાદ મહિલાઓએ હાથ જોડીને પતિના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરવી જોઈએ. ત્યારપછી પૂજાના બચેલા ચણાને પ્રસાદના રૂપમાં બધાને વહેંચો.