શ્રાવણ માસમાં રક્ષાબંધન પછી વરસાદના સારા સંકેત, જુઓ હવામાન વિભાગની મહત્વની આગાહી

Posted by

રાજ્યમાં ઉત્તર ગુજરાત તરફ ચોમાસુ સક્રિય થયું છે. તો ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં હળવાથી ભારે વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ રહેશે. નવસારી, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં સારો વરસાદ રહેશે. પોરબંદર, અમરેલી, ગીર સોમનાથમાં પણ સામાન્ય વરસાદ આગાહી છે. પાટણ, મહેસાણા, બનાસકાંઠા, અરવલ્લીમાં વરસાદની આગાહી સહિત બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાના એંધાણ હવામાન વિભાગે આપ્યા છે.

ગુજરાતમાં આજનો વરસાદ

ગુજરાતના અમરેલી જિલ્લાના વડિયાના હનુમાન ખીજડિયા ગામે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. વરસાદને પગલે ગામના નદી નાળાઓ અને ચેકડેમ પાણીની આવક થઈ છે. ખેતરો પણ પાણીથી તરબોળ થયા છે. તો વરસાદને પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તાર સહિત ધારી પંથકમાં વરસાદની શરૂઆત જોવા મળી હતી. ગોવિંદપુર, ફાચરિયા, કાંગસા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. અમરેલી શહેરમાં પણ ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો.

ઉત્તર ગુજરાતમાં પણ મેઘની મહેર

ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના હિંમતનગરમા ગાંભોઈ પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો. ગત રાત્રે ગાંભોઈ, કેસરપુરા, ચાંપલાનારના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. મુરજાતા પાકને જીવનદાન મળ્યું છે. આ સાથે અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેમાં મોડાસા, માલપુર, ધનસુરા, ભીલોડા, મેઘરજમાં વરસાદ જોવા મળ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *