ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

ખેડૂતો માટે આવ્યા સારા સમાચાર, હવામાન વિભાગે આગાહી કરતા કહ્યું ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ

રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. લાંબા વિરામ બાદ મેઘરાજા ફરી મહેરબાન થતા હવે ખેડૂતો પાકને લઈ ચિંતા મૂક્ત બન્યા છે ત્યારે હવામાન વિભાગે રાજ્યમાં સારા વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે  સિસ્ટમ સક્રિય થતા હવે ફરી વરસાદી  માહોલ જામશે, રાજ્યના અનેક જિલ્લાઓમાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે.  દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક પથંકમાં વહામાન વિભાગે સારા વરસાદની આગાહી કરી છે.

રાજ્યમાં ફરીથી સક્રિય થયું ચોમાસું

હવામાન વિભાગના જાણાવ્યા અનુસાર સૌરાષ્ટ્રમાં ભાવનગર, રાજકોટ, દ્વારકા સહિત અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. ત્યારે આ તરફ ડાંગ, તાપી, સુરત, નવસારી, વલસાડ સહિત અનેક પંથકમાં મધ્યમથી ભારે વરસાદ નોંધાઈ શકે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. પોરબંદર અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરતા ઉત્તર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હવામાન વિભાગે વરસાદ પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.

રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બંગાળની ખાડીમાં લો પ્રેશર નબળુ થતા અતિભારે વરસાદની શક્યતા નહીવત જણાઈ રહી છે પરતું લો પ્રશેરની અસરથી રાજ્યમાં સારો વરસાદ રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન વિભાગે કરી વરસાદની આગાહી કરતા રાજ્યના મહાનગરોમાં પણ સારો વરસાદ પડી શકે છે તેવું જણાવ્યું છે.

હાલ અતિભારે વરસાદની સંભાવના નથી

અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી અને દાહોદ, પંચમહાલ, ખેડામાંમાં મધ્યમ વરસાદની આગાહી કરાઇ છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે શુક્રવાર સુધીમાં નવસારી વલસાડ બાદ રાજ્યના મહાનગરમાં તેમજ ખેડા, દાહોદ, મહિસાગર, સાબકાંઠા અને અરવલ્લી સહિતના પંથકમાં વરસાદ પડી શકે છે. સાથે શનિવાર સુધીમાં તો ભરૂચ, સુરતમાં સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં મધ્યમ વરસાદ પડવાની સંભાવના સેવવામાં આવી રહી છે.

હજીપણ રાજ્યમાં 48 ટકા વરસાદની ઘટ

તો સૌરાષ્ટ્રમાં ભાવનગર, કચ્છ, ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની સંભાવના છે. જોકે રાજ્યમાં હજુ પણ 46 ટકા વરસાદની ઘટ છે.અત્યાર સુધીમાં રાજ્યમાં 10.36 ઈંચ વરસાદ પડ્યો છે.જ્યારે અત્યાર સુધીમાં 20 ઈંચ વરસાદ પડવો જોઈએ. ત્યારે હવામાન વિભાગની આગાહીથી ખેડૂતોની ચિંતા હળવી થઈ છે.

admin

Leave a Reply

Your email address will not be published.