ગુજરાતમાં ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે, રાજ્યમાં ફરી વરસાદની મોસમ જામે તેવા અણસાર જોવા મળી રહ્યા હોય તવું લાગી રહ્યું છે. આગામી 3 દિવસ બાદ મેઘરાજા મહેરબાદ થાય તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે. હવામાન વિભાગે ચાર દિવસ વરસાદી ઝાપટાં પડવાની સંભાવનાઓ વ્યક્ત કરી છે.
રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર
હવામાન વિભાગના જણાવ્યું મુજબ આગામી 30 અને 31 ઓગસ્ટ બાદ દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ પડી શકે તેવું કહેવામાં આવી રહ્યું છે. હવામાન ખાતાએ દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરતા જણાવ્યું છે કે હાલ ભારે વરસાદની શક્યતા નહીંવત છે પરતું આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે.
રાજ્યમાં 4 દિવસ વરસાદી ઝાપટાની સંભાવના
હવામાન વિભાગનું કહેવું છે કે રાજસ્થાનમાં 30 ઓગસ્ટથી વરસાદની ગતિવિધિઓમાં ઘટાડો થશે જ્યારે 30-28 ઓગસ્ટ દરમિયાન ગુજરાતના મોટા ભાગોમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે. 29 ઓગસ્ટથી એક નવી સિસ્ટમ બનવાથી રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી રહી છે જો કે સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયે જ કેટલાક પંથકમાં સારો વરસાદ પડી તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
30 અને 31 ઓગસ્ટે દ.ગુજરાતમાં વરસાદની આગાહી
મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે આ તરફ રાજ્યમાં મોટા ભાગના ડેમોનું સ્થિતિ તરીયા ઝાટક બની ગઈ છે. રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.