ગુજરાતમાં જળસંકટના ભણકારા વચ્ચે રાહતના સમાચાર, હવામાન વિભાગે વરસાદને લઈને કરી આગાહી, આ તારીખે પડી શકે છે ભારે વરસાદ

Posted by

ગુજરાતમાં વરસાદ ખેંચાતા જળસંકટ ઊભુ થાય તેવી સ્થિતિ જોવા મળી રહી છે જો વરસાદ નહી પડે તો ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભિતિ સેવાઈ રહી છે ત્યારે ગુજરાતમાં વરસાદને લઈને સારા સમાચાર આવી રહ્યા છે.

વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી 

રાજ્યના હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરી છે, હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજ્યમાં 4 સપ્ટેમ્બર બાદ હળવાથી ભારે વરસાદ નોંધાઈ શકે છે, બંગાળની ખાડીમાં લો પ્રેશન સક્રિય થતા હવે વરસાદની આશા બંધાઈ રહી છે. રાજ્યમાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે. જેથી હવે સિસ્ટમ સક્રિય થતા સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સારો એવો વરસાદ નોંધાઈ શકે છે તેવું હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે.


પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે 

મહત્વનું છે કે રાજ્યમાં વરસાદ ખેંચાતા જળ સંકટ ઉભી થાય તેવી ભિતિ સેવાઈ રહી છે આ તરફ રાજ્યમાં મોટા ભાગના ડેમોનું સ્થિતિ તરીયા ઝાટક બની ગઈ છે. રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.


સરરેરાશ કરતા ઓછો વરસાદ

જો આ વખતે પણ વરસાદ નહીં પડે તો મોટું જળસંક્ટ સર્જાઈ શકે છે, કેમ કે રાજ્યના ચેક ડેમમાં જોઈએ એટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ નથી, રાજ્યમાં મોટા ભાગના ડેમોનું સ્થિતિ તરીયાઝાટક બની ગઈ છે. રાજ્યમાં 65 ટકા ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર 41.75 ટકા જ વરસાદ પડતા ખેડૂતો સિંચાઈ માટે પણ મોટી સમસ્યા સર્જાઈ છે. બીજી તરફ રાજ્યના 98 ડેમોમાં માત્ર 25 ટકા જ પાણી બચ્યું છે. જેથી જો આ વખતે પણ વરસાદ સારો નહીં પડે તો પાણીની મોટી પારાયણ સર્જાઈ શકે છે.  ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં સરરેરાશ કરતા ઓછો વરસાદ પડવાનીથી રાજ્યના ચેકડેમોમાં પાણીની આવક થઈ નથી જેથી હવે ડેમોમાં જળસ્તર નીચા ગયા છે. જેથી આ વખતે ગુજરાતમાં પાણીનો પ્રશ્ન વિકટ બની શકે તેવું લાગી રહ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *