વાપીના 11 વર્ષીય પ્રાંશી ગોધાણીએ કમ્પ્યુટર પર ગેઇમ બનાવી, હાઈરેજ બુકમાં વર્લ્ડ રેકર્ડ

વાપીનો 10વર્ષીય પ્રાશી ગોધાણીએ પ્રથમ લોકડાઉનમાં કોમ્પ્યુટરની ગેઇમ કોઇપણ જાતનાં માર્ગદર્શન વગર બનાવતા તેની ગેઇમને ગુગલ વિભાગે ગેઇમ ડેવલોપર તરીકે સર્ટિફિકેટ એનાયત કર્યો હતો.જેની રમતને વર્લ્ડની હાઇરેજ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ કંપની દ્વારા નાનીવયે ગેઇમ બનાવતાં વર્લ્ડ રેકર્ડ કરતાં તેને નાની વયે વર્લ્ડ રેકર્ડ નોંધાવતા સર્ટિફિકેટ એનાયત કર્યુ હતું.
આમ વાપીનાં પ્રાંશીએ વર્લ્ડ રેકર્ડ નોંધાવતાં રાજયનાં મુખ્યમંત્રીએ પત્ર પાઠવી શુભેચ્છા આપી હતી.વાપીનાં 11 વર્ષીય પ્રાંશી ગોધાણી પ્રથમ લોકડાઉન સમયે કમ્પ્યુટર અને મોબાઇલ ઉપર ગેઇમ રમતો હતો.ત્યારે તેને ગેઇમ બનાવવાનો વિચાર આવ્યો હતો,તે બાબતે તેની માતાને વાત કરી હતી કે હું કોમ્પ્યુટર ઉપર ગેઇમ બનાવવા માંગુ છું.ત્યારે તેની માતાએ તું નાનો છે.તેનાં માટે સોફટવેર ઇજનેર બનવું પડે અને કોમ્પ્યુટરની ભાષા શિખવી પડે તેવું કહ્યું હતું.પરંતુ પ્રાંશીને ગેઇમ બનાવવાની જીજ્ઞાશાનાં કારણે પ્રતિદિન 12 કલાકની મહેતન કરી કોમ્પ્યુટરની ભાષા કોઇના પણ માર્ગદર્શન વગર પોતાની જાતે શિખી લઇ તેણે ગેઇમ બનાવી હતી.
ત્યારબાદ તે ગેઇમ તેણે પોતાના મોબાઇલમાં એપ્લીકેશન બનાવી પ્લે સ્ટોરમાં ગેઇમ નાંખી દીધી હતી.ત્યારબાદ હાઇરેજ બુક ઓફ વર્લ્ડ રેકર્ડ દ્વારા પ્રાંશી ગોધાણીનો સંપર્ક કરી તેની ગેઇમ બનાવવા માટે માહિતી મેળવી હતી.ત્યારબાદ તે વિભાગે જણાવ્યું કે આ તો વર્લ્ડ રેકર્ડ કહેવાય કે કોઇપણ જાતની ટ્રેનિંગ કે માર્ગદર્શન વગર અથાગ પરિશ્રમથી નાની ઉંમરમાં ગેઇમ બનાવવી તે ખરેખર સરાહનીય બાબત કહીં શકાય આમ વાપીનાં પ્રાશીએ ગેઇમ બનાવી વર્લ્ડ રેકર્ડ બનાવતાં સમગ્ર જિલ્લાનું જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યુ હતું.આમ નાનીવયે કોમ્પ્યુટર ઉપર ગેઇમ બનાવી વર્લ્ડ રેકોર્ડ નોઘાવ્યો હતો.