વગર પ્રીમિયમે સરકાર આપે છે આ વીમાનો લાભ

સરકારની ઘણી યોજનાઓ છે જે તમને અનેક રીતે આર્થિક લાભ કરાવતી હોય છે. કોઈ સક્ષમ વ્યક્તિ હોય તો તે પોતાના બળે વીમો લઈને પોતાની જિંદગી ચિંતામુક્ત બનાવી શકે છે. આવા વીમાઓનું પ્રીમિયમ એટલું ભારે ભરખમ હોય છે કે ગરીબ માણસ જો વીમો લઈ લે તો પણ પ્રીમિયમ ભરી નથી શક્તો. આજ કારણે સરકારે આવા ગરીબ લોકો માટે એક વીમા યોજના બહાર પાડી છે. એ છે આમ આદમી વીમા યોજના.
આમ આદમી વીમા યોજના
આ યોજના હેઠળ એવા લોકોને વીમાનો લાભ આપવામાં આવે છે કે જેઓ બી.પી.એલ. કાર્ડના લાભાર્થી છે અને પોતાની કોઈ જમીન ધરાવતા નથી. આ યોજના હેઠળ આવા ગરીબ પરિવારના ૧૮ થી ૫૯ વર્ષની ઉંમરના મુખ્ય કમાનાર વ્યક્તિ કે પરિવારના વડાનું મૃત્યુ થાય તો તેને વીમા કવરેજ પૂરૂં પાડવામાં આવે છે. આ યોજના હેઠળ આકસ્મિક મૃત્યુના કિસ્સામાં તો લાભ મળે જ છે પણ જો તે વ્યક્તિનું ઉંમરના હિસાબે કુદરતી મૃત્યુ થાય તો પણ સરકાર તેના પરિવારને વીમાનો લાભ આપે છે.
જો તે વ્યક્તિ કોઈ અણધારી ઘટનાના કારણે મૃત્યુ નથી પામતો અને વિકલાંગતાનો ભોગ બને છે અથવા તો કાયમી વિકલાંગતાનો ભોગ બને છે તો તેવા કિસ્સામાં પણ તેને વીમાનો લાભ મળે છે.કાયમી સંપૂર્ણ વિકલાંગતા એટલે કે તે અકસ્માતમાં એક આંખ, એક પગ અથવા બે હાથ અથવા એક આંખ, એક પગ અથવા એક હાથ ગુમાવે છે તો તેને કાયમી વિકલાંગ ગણીને આ યોજનાનો લાભ આપવામાં આવે છે.
વધુ વાંચો:-
કેટલો લાભ મળશે
• જો લાભાર્થીનું મૃત્યુ કુદરતી થાય તો તેના પરિવારને ૩૦,૦૦૦ રૂપિયાની સહાય મળે છે.
• જો લાભાર્થીનું આકસ્મિક મૃત્યુ થાય અથવા તે કાયમી વિકલાંગતાનો ભોગ બને તો તેને અથવા તેના પરિવારને રૂપિયા ૭૫,૦૦૦ ની સહાય મળે છે.
• જો તે વ્યક્તિ અકસ્માતમાં એક હાથ અને એક અંગ ગુમાવે તો તેને ૩૭,૫૦૦ રૂપિયાની સહાય મળવાપાત્ર છે.
• આ ઉપરાંત અકસ્માતના કિસ્સામાં લાભાર્થીના બે બાળકો દીઠ ધો. ૯ થી ધો. ૧૨ માં ભણતાં હોય તેવાં બે બાળકોને દર મહીને ૧૦૦ રૂપિયાની શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.
• આ યોજનાનો મુખ્ય લાભ એ પણ છે કે આ યોજનાનો લાભાર્થી સંકટ મોચન યોજનાનો લાભાર્થી બની જાય છે અને સંકટ મોચન યોજના હેઠળ મળનારા બધા લાભ મેળવે છે.
આ યોજનાનો લાભ ક્યાંથી મેળવી શકાય
આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારે ગ્રામ પંચાયત સ્તરે તલાટી કમ મંત્રી અને તાલુકા સ્તરે તાલુકા વિકાસ અધિકારીનો સંપર્ક કરવો પડશે.
નોંધ:- અરજદારે આ યોજનાનો લાભ મેળવવા માટે અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં ૬ મહીનામાં અરજી કરવી જરૂરી છે.
યોજનાનો લાભ મેળવવા માટ કયાં કયાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે
• બી.પી.એલ. દાખલો
• રેશનકાર્ડની નકલ
• ચૂંટણી કાર્ડની નકલ
• આધાર કાર્ડ
• ઉંમરનો દાખલો
• બેંકની પાસબુક
વધુ વાંચો:-