વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી, જાણો ભરતીની સંપૂર્ણ માહિતી

Posted by

શું તમે પણ નોકરીની શોધમાં છો અથવા તમારા પરિવાર કે મિત્ર સર્કલમાં કોઈને નોકરીની જરૂર છે તો અમે તમારા માટે ખુશખબર લઈને આવ્યા છે કારણ કે વડોદરા મહાનગરપાલિકામાં 12 પાસ માટે પરીક્ષા વગર સીધી ભરતી આવી ગઈ છે તો અમારી તમને વિનંતી છે કે આ લેખ ને અંત સુધી જરૂર વાંચજો તથા જેમને નોકરીની ખુબ જરૂર છે તેવા દરેક વ્યક્તિ સુધી આ લેખને શેયર કરજો.

સંસ્થાનું નામ વડોદરા મહાનગરપાલિકા
પોસ્ટનું નામ ઓફિસ આસિસ્ટન્ટ
અરજી કરવાનું માધ્યમ ઓફલાઈન
નોકરીનું સ્થળ વડોદરા, ગુજરાત
નોટિફિકેશનની તારીખ 16 જૂન 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 16 જૂન 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://vmc.gov.in/

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન વડોદરા મહાનગપાલિકા દ્વારા ઘ્વારા 16 જૂન 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 16 જૂન 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 જૂન 20233 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા ઓફિસ આસિસ્ટન્ટ (પ્યુન)ની એપ્રેન્ટિસ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

લાયકાત:

મિત્રો, આ ભરતીમાં અરજી કરવા માટે તમારે સાયન્સ, કોમર્સ, આર્ટસ કે અન્ય કોઈ સ્ટ્રીમથી ધોરણ 12 પાસ કરેલું હોવું જોઈએ. આ ભરતીમાં ફ્રેશર્સ એટલે કે બિનઅનુભવી લોકો પણ અરજી કરી શકે છે.

પસંદગી પ્રક્રિયા:

ઉમેદવારની પસંદગી ઓફલાઈન અરજી કર્યા બાદ તેમના ધોરણ 12 ના મેરિટના આધારે કરવામાં આવશે. ઉમેદવારની પસંદગી 12 માસ માટે કરવામાં આવશે. અરજી કરવા માટે ઇચ્છુક ઉમેદવાર વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પરથી અરજી ફોર્મ ડાઉનલોડ કરી શકો છો. ઉમેદવારની પસંદગી કરવા માટે VMC દ્વારા અન્ય કોઈ પ્રક્રિયા પણ અપનાવવામાં આવી શકે છે.

પગારધોરણ

મિત્રો આ VMC ની એપ્રેન્ટિસ ભરતી છે જેમાં ઉમેદવારની પસંદગી કર્યા બાદ તેમને માસિક એપ્રેન્ટિસ એક્ટ અનુસાર સ્ટાઈપેન્ડ રૂપિયા 7000 થી 9000 ચુકવવામાં આવશે.

કુલ ખાલી જગ્યા:

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આ ભરતીમાં કુલ જગ્યા 30 છે.

અરજી કઈ રીતે કરવાની રહેશે?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે વડોદરા મહાનગરપાલિકાની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ પર જઈ અરજી ફોર્મ ડાઉનલોડ કરી લો તથા ઉમેદવારે ભારત સરકારની વેબસાઈટ www.apprenticeshipindia.gov.in પર રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે તથા તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે.
  • હવે આ ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ સાથે જોડી દો.
  • હવે આ અરજી ફોર્મ તથા જરૂરી પુરાવાઓ સામાન્ય વહીવટી વિભાગ, એપ્રેન્ટિસ શાખા, રૂમ નંબર 127/01, ખંડેરાવ માર્કેટ બિલ્ડિંગ, વડોદરા – 390209 ખાતે પોસ્ટ અથવા કુરિયર ના માધ્યમથી મોકલી આપો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *