વડોદરામાં કરજણ રેલવે ટ્રેક નજીકના ખેતરમાં 37 વર્ષીય યુવતી પર 06 નરાધમોએ ગેં-ગ-રે-પ કરી હ-ત્યા કરવાના જદ્યન્ય અ-પ-રા-ધની શાહી હજૂ સુકાઈ નથી, ત્યાં તો સાવલી પોલીસ મથકના જીઆરડી જવાને સગીરા પર દુ-ષ્ક-ર્મ કર્યુ હોવાની ઘટના પ્રકાશમાં આવતાં સનસનાટી મ-ચી ગઈ છે. આરોપીએ તેના ત્રણ સાગરિતાને કિશોરી સાથેના યુવક સાથે એટીએમ પર ખંડણીના પૈસા ઉપાડવા માટે મોકલ્યા બાદ કારમાં કિશોરી પર રેપ કર્યો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ, વાઘોડિયા તાલુકાના એક ગામમાં રહેતા યુવક અને 16 વર્ષીય કિશોરી સાવલી તાલુકાની ખાખરીયા કેનાલ પર ફરવા આવ્યા હતા. બંને બાઇક પર બેઠાં હતાં, ત્યારે સાવલી પોલીસની ચેક પોસ્ટ પર જીઆરડી (ગ્રામ રક્ષક દળ) તરીકે ફરજ બજાવતો અનિલ ગોહિલ અને તેનો સાગરિત આવ્યા હતા. આ બંને આરોપીએ પોતાની ઓળખ પોલીસ તરીકે આપી યુવક અને કિશોરીને ધ-મ-કા-વ્યા હતા. ત્યારબાદ આરોપીઓએ તમારા માતા-પિતાને બોલાવવા પડશે, નહીં તો પતાવત કરવી હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહી બ્લે-ક-મે-ઈ-લ કર્યા હતા.
દરમિયાન અન્ય બે આરોપી જયેશ ગોહિલ અને મહેશ વસાવા પણ ત્યાં આવી પહોંચ્યા હતા. તે પછી ચારેય આરોપીઓએ યુવક અને કિશોરીને ધ-મ-કા-વી રૂપિયાની માંગણી કરી હતી. જેમાં આરોપીઓએ યુવકને મા-ર-મા-રી રૂપિયા નહીં આપે તો પોલીસ સ્ટેશન લઈ જઈને વધુ મા-ર પડશે, તેવી ધ-મ-કી આપી હતી. અંતે, યુવક રૂપિયા આપવા તૈયાર થતાં આરોપીઓ બંનેને રોડ પર લઈ આવ્યા હતા. જે બાદ આરોપી અનિલ ગોહિલે તેના ત્રણ સાગરિતોને યુવકની સાથે હાલોલ રોડ પર એટીએમ પર પૈસા ઉપાડવા મોકલ્યા હતા. તે વખતે અનિલે કિશોરીની એકલતાનો લાભ લઈ નજીકમાં અવાવરૂ જગ્યાએ લઈ કારમાં જ તેની પર રે-પ કર્યો હતો.
થોડીવાર બાદ ત્રણ આરોપીઓ એટીએમમાંથી રૂ. 8 હજાર ઉપાડી પરત આવ્યા હતા. તે પછી યુવક અને કિશોરીને છોડી મુક્યા હતા. થોડે આગળ ગયા બાદ કિશોરીએ તેની સાથેના યુવકને પોતાની સાથે પો-લી-સ જેવા કપડાં પહેરેલા શખસે દુ-ષ્ક-ર્મ કર્યુ હોવાની જાણ કરી હતી. યુવકે વાઘોડિયા જઈને સમગ્ર ઘ-ટ-ના મિ-ત્રને કહેતાં જ લોકોમાં રો-ષ ફેલાયો હતો.
આજે મોટી સંખ્યામાં સાવલી પો-લી-સ સ્ટેશન ખાતે આવેલા લોકોએ ઘ-ટ-નાને લઈ ભારે હ-લ્લો મચાવતાં જિલ્લા પો-લી-સ તંત્રમાં હ-લ-ચ-લ મચી ગઈ હતી. સાવલી પો-લી-સે તાબડતોબ અનિલ સહિતના ચાર આરોપી વિ-રુ-દ્વ ગુ-નો નોંધ્યો હતો. જેમાં સાવલી પો-લી-સે પોતાના જ પો-લી-સ સ્ટેશનમાં જીઆરડી તરીકે ફરજ બજાવતાં જયેશ ગોહિલ (રહે, રાણીપુરા) જીઆરડી મહેશ વસાવા અને તેમના સાગરિત સંઘર્ષ પટેલ (રહે, ખાખરીયા ગામ, સાવલી)ની ધરપકડ કરી હતી. જ્યારે મુખ્ય સૂત્રધાર અનિલ ગોહિલ ફરાર થઈ ગયો છે.