ઉનાળામાં યાદથી શક્કર ટેટી ખાજો, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે જાણીને ચોંકી જશો

ઉનાળામાં યાદથી શક્કર ટેટી ખાજો, શરીરને મળશે એટલા બધાં ફાયદા કે જાણીને ચોંકી જશો

શક્કરટેટી મોટાભાગના લોકો ભાવતી હશે. પણ જેને નથી ભાવતી અને જે લોકો ઉનાળામાં શક્કરટેટી ખાતાં નથી, તેઓ પણ આજે અહીં જણાવેલા તેના ફાયદાઓ જાણીને ખાશે.ગરમીની સિઝનમાં રોજ એક ડિશ શક્કરટેટી ખાવાથી સ્વાસ્થ્યને અદભુત લાભ મળે છે.ગરમીની મોસમમાં આપણાં શરીરમાં પાણીની ઉણપને દૂર કરવા માટે ટેટીનું સેવન એક ઉત્તમ વિકલ્પ છે.

ટેટીમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે. સાથે જ તેમાં વિટામિન સી, આયર્ન, વિટામિન બી6, પોટેશિયમસ કોપર, ફાયબર, વિટામિન કે અને મેગ્નેશિયમ પણ મળી રહે છે.જો ખોટી રીતે તેને ખોરાકમાં લેવામાં આવે તો તેનાથી નુકસાન થઇ શકે છે. શક્કર ટેટીમાં પાણી મોટા પ્રમાણમાં હોય છે. આમાં 95 ટકા પાણી રહે છે. આને ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઇએ, કારણ કે ડાયેરિયા થઇ શકે છે.સવારે ખાલી પેટ શક્કર ટેટી ખાવી નહીં, કારણ કે તે પેટમાં પિત્ત વધારીને એસિડિટી કરી શકે છે.ટેટીમાં તમને યુવાન બનાવી રાખવાનો ગુણ છે. કિડનીને સારી રાખવા માટે ગરમીમાં નિયમિત રૂપે તેનું સેવન કરવું જોઇએ.

ટેટીમાંથી બીટા કેરોટીન મળી રહે છે. જે આંખોને હેલ્ધી રાખવામાં મદદ કરે છે અને આંખના રોગોથી પણ બચાવે છે.આમાં બહુ ઓછા પ્રમાણમાં સોડિયમ રહે છે, અને કેલરી વધારે રહેતી નથી. સાથે સાથે તે વજન ઘટાડવામાં પણ ફાયદાકારક છે.ટેટીને એન્ટીઓક્સિડન્ટ્સ અને વિટામિન Cનો સારો સ્ત્રોત ગણવામાં આવે છે. સ્કિનને ચમકદાર બનાવવા માટે આમાં રહેલ વિટામીન એ અને સી ઉપરાંત કોલેજન પ્રોટીન પણ રહે છે, જે વાગેલાના ઘા પર જલ્દી રૂઝ લાવે છે.

હૃદય રોગ અને હૃદયને લગતી બિમારીઓ સામે લડવામાં શક્કર ટેટી ફાયદાકારક છે.શક્કર ટેટીથી શૌચને લગતી સમસ્યાઓ દૂર થાય છે. જો તમે પાચનની સમસ્યા છે, તો શક્કર ટેટી ખાઓ. શક્કર ટેટીમાં રહેલી પાણીની માત્રા પાચનમાં મદદ કરે છે.શક્કર ટેટીમાં વિટામિન Bની માત્રા રહેલી છે, જે શરીરમાં ઉર્જાના નિર્માણમાં સહાયક બને છે. શુગર અને કાર્બોહાઇડ્રેડનું લેવલ જાળવી રાખવા માટે આ ફળ શરીરની ઉર્જામાં વધારો કરે છે.

શક્કર ટેટીમાં રહેલું પોટેશિયમ સ્ટ્રેસની માત્રા ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે. પોટેશિયમ હૃદયને સામાન્ય રીતે ધબકવામાં મદદરૂપ થાય છે, જેનાથી માથામાં પર્યાપ્ત માત્રામાં ઓક્સિજન પહોંચે છે અને દિમાગ યોગ્ય રીતે કાર્ય કરવા સક્ષમ બને છે.ટેટીમાં રહેલી પાણીની માત્રાથી થતા ફાયદાઓમાં શરીરને ઠંડક મળે છે, સાથે સાથે હૃદયમાં થતી બળતરાની પરેશાનીમાં પણ આરામ મળે છે, આ સિવાય તે પેટને સાફ રાખવામાં મદદ કરે છે

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *