જો તમારા પરિવારમાં કે ફ્રેઈન્ડ સર્કલમાં કોઈ ના બાળક ધોરણ-11 કે 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે છે તો તેમને ગુજરાત સરકાર તરફથી 30 હાજર રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજનાની તમામ માહિતી આ લેખમાં તમને જાણવા મળશે.
યોજનનું નામ | ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના |
સંસ્થા | ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ |
રાજ્ય | ગુજરાત |
સહાયની રકમ | 15,000 |
હેતુ | બિન અનામત વર્ગના વિદ્યાર્થોના ભોજન બિલ સહાય માટે |
ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના શું છે?
આ ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની એક યોજના છે જેમાં બિનઅનામત કેટેગરીના ધોરણ 11-12 વિજ્ઞાનપ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે શાળાની બહાર આવેલ ટ્યૂશન ક્લાસીસ જાય છે અને ધોરણ-10 માં 70 કે તેથી વધુ ટકા પરિણામ સ્વરૂપે આવેલ હોય તેમને સરકાર તરફથી પ્રતિવર્ષ 15000ની સહાય આપવામાં આવે છે.
ટ્યુશન કોચિંગ ફી સહાય યોજના માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ
આ યોજનાનો લાભ લેવા તમારે નીચે મુજબના પુરાવાઓ રજુ કરવાના રહેશે.
- નિયત નમુનાનું અરજીપત્રક
- આધારકાર્ડની ઝેરોક્ષ
- આવકનો દાખલો
- જાતિનો દાખલો
- એલસી અથવા જન્મનું પ્રમાણપત્ર
- પ્રિન્સિપાલનું વિદ્યાર્થીનું ચાલુ અભ્યાસ અંગેનું પ્રમાણપત્ર
- ઘરવેરા ની રશીદ
- ધોરણ-10 ની માર્કશીટ
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- ટ્યુશન ક્લાસની વિગત (ભરેલ ફીની રસીદ અથવા ભરવાપાત્ર રસીદ સાથે)
- ટ્યુશન ક્લાસીસના રજિસ્ટ્રેશનો આધાર
લાયકાત:
- આ યોજનાનો લાભ લેવા માટે તમારે ધોરણ-10 માં 70% કે તેથી વધુ ટકા હોવા જોઈએ.
- તમે બિન અનામત કેટેગરી થી આવતા હોવા જોઈએ.
- તમે જે ટ્યુશન કલાસ જાવ છો તે શાળા કે કોલેજ ની અંદર ન હોવું જોઈએ.
- આ યોજનો લાભ એક વર્ષમાં એકવાર જ મળવા પાત્ર રહેશે .
આવક મર્યાદા:
આ યોજનનો લાભ લેવા માટે વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક 4.50 લાખ રૂપિયા થી ઓછી હોવી જરૂરી છે.
ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાનું ઓનલાઈન ફોર્મ કઈ રીતે ભરી શકાય?
- સૌ પ્રથમ તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરમાં ગૂગલ ઓપન કરો અને તેમાં “Gueedc” લખી સેર્ચ કરો.
- સર્ચ રિઝલ્ટમાં પ્રથમ લિંક ઉપર ક્લિક કરો.
- હવે જમણી બાજુ આપેલ “Apply Now” બટન ઉપર ક્લિક કરો.
- હવે બધી યોજનાના નામ આવી જશે તો ટ્યુશન કોચિંગ ફી સહાય યોજનાની બાજુમાં આપેલ બટન પર ક્લિક કરો.
- હવે “New Registration”ઉપર ક્લિક કરી નવું રેજીસ્ટ્રેશન કરો.
- રજીસ્ટ્રેશન કાર્ય બાદ આઈડી અને પાસવર્ડ લખી લોગીન કરો.
- હવે તમારે તમારી તમામ વિગતો તથા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે.
- હવે તમારે તમારી અરજી કન્ફર્મ કરવાની રહેશે.
- અરજી કન્ફર્મ કર્યા બાદ તમારી અરજી સફળતા પૂર્વક સબમિટ થઈ જશે.