હિન્દુ ધર્મમાં તુલસીનું વિશેષ મહત્વ હોય છે. માનવામાં આવે છે કે ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી કજીયા કંકાસ દુર થાય છે અને સકારાત્મક ઉર્જા આવે છે આ ઉપરાંત લક્ષ્મીનો વાસ રહે છે. જેથી તુલસીનો જળ ચડાવવુ શુભ માનવામાં આવે છે પરંતુ શું તમને ખબર છે કે જળ ચડાવતી વખતે એક નાનકડો મંત્ર બોલવાથી વધુ ફાયદો થાય છે.
ધાર્મિક ગ્રંથો અનુસાર તુલસી પર જળ જડાવતી વખતે જો ‘ॐ-ॐ‘ મંત્રનો 11 અથવા 21 વાર જાપ કરવાથી ઘરમાંથી ખરાબ શક્તિઓનો નાશ થાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ રહે છે.
જો કોઇને નજર લાગી હોય તો તુલસીના સાત પાન 21 વખત ફેરવી પાણીના પ્રવાહમાં પધરાવવાથી ખરાબ નજરથી છુટકારો મળે છે.
વિષ્ણુ ભગવાનની પૂજામાં તુલસીના પાન ચડાવવા જરૂરી હોય છે. જેથી તુલસીના પાન ચોડતા સમયે “ॐ સુભદ્રાય નમ: માતસ્તુલસી ગોવિંદ હદયાનન્દ કારિણી નારાયણસ્ય પૂજાર્થ ચિનોમિ ત્વાં નમોસ્તુતે…” મંત્ર જાપ કરવાથી બમણો લાભ થાય છે
આ ઉપરાંત તુલસી પર જળ ચડાવતા સમયે તેમના આઠ નામ “પુષ્પાસારા નંદિની વૃંદા વૃંદાવની વિશ્વપૂજિતા વિશ્વપાવની તુલસી અને કૃષ્ણ જીવની”. આ આઠ નામ લેવાથી બધા દુ:ખો દુર થઇ જાય છે અને ઘરમાં પૈસાનો વરસાદ થવા લાગે છે.
શાસ્ત્રો ના જણાવ્યા મુજબ તુલસીના પાનને એકાદશી રવિવાર અને સૂર્ય & ચંદ્ર ગ્રહણના દિવસ અને રાતના સમયે તુલસીના પાનને ન તોડવા જોઈએ અને બિનઉપયોગ તુલસીના પાન ક્યારે ન તોડવા જોઈએ એવું કરવાથી વ્યક્તિને દોષ લાગે છે. જરૂરના હોય તો પણ તુલસીના પાનને તોડવા એ તુલસીને નષ્ટ કરવાની સમાન માનવામાં આવે છે. જરૂરના હોય તો પણ તુલસીના પાન તોડવાથી મૃયુ શ્રાપ લાગે છે.
આ ઉપરાંત તુલસીના પાનને ક્યારેય ચાવવા ન જોઈએ. તુલસીના પાનને ખાવા સમય ધ્યાન રાખવું જોઈએ કે પાનને ચાવવા નહીં પરંતુ તેને ગળી જવા જોઈએ. આ રીતે તુલસીના પાન ખાવાથી કેટલાક રોગ માટે લાભદાયક હોય છે. તુલસીના પાંડામાં પરાધતુંના તત્વો હોય છે જેને કારણે ચાવીને ખાવાથી દાંતોમાં રહી જાય છે જેનાથી દાંત ખરાબ થઇ શકે છે એટલા માટે ભૂલ ન કરતા અને તુલસી નો ઉપયોગ યોગ્ય રીતે કરો જેને કારણે સકારાત્મક અસર પ્રાપ્ત થાય.