તુલસી ના છોડમાં આ એક વસ્તુ બાંધી દો હજાર ગણું ધન આવશે || બધી ઈચ્છાઓ પૂરી થશે

Posted by

ઘરે તુલસી (Tulasi)નો છોડ હોવો ખુબ જ શુભ માનવામાં આવે છે. જે ઘરે તુલસીનો છોડ હોય તે ઘરમાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. સાથે જ તે ઘરમાં સકારાત્મક શક્તિનો સંચાર થાય છે અને સુખ-સંમૃધ્ધિ રહે છે. ભગવાન વિષ્ણુને પણ તુલસી અતિ પ્રિય છે. તુલસી વિના ભગવાન વિષ્ણુની પૂજા અધૂરી ગણાય છે. ત્યારે ઘણા લોકો પોતાના ઘરે વિષ્ણુપ્રિયા તુલસી વાવે છે અને તેની પૂજા કરે છે.

આ ઉપરાંત વૈજ્ઞાનિક અને આયુર્વેદ (Ayurveda) ની દ્રષ્ટિએ તુલસીના ઘણા ઔષધીય લાભ (Medicinal Benefits) છે. તુલસીનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર, તુલસી ઘણા વાસ્તુ દોષોને દૂર કરે છે. શાસ્ત્રોમાં તુલસી સાથે સંબંધિત ઘણા ઉપાયો દર્શાવાયા છે, જેની મદદથી ધન-દોલતની પ્રાપ્તિ થાય છે.

ધનવાન બનવા માટે તુલસીના ઉપાય

જો તમે ધનવાન બનવા માંગતા હોવ તો તુલસી સાથે સંબંધિત આ ઉપાયો કરવા જોઈએ. આ ઉપાયો ખૂબ જ ચમત્કારી છે અને તેનાથી ધનની પ્રાપ્તિ થાય છે, તેમજ જીવનમાં સુખ-સમૃદ્ધિ વધે છે.

– વાસ્તુશાસ્ત્ર અનુસાર, ગુરુવારના દિવસે તુલસીના છોડ સાથે સંબંધિત ઉપાય કરવાથી ઘણા લાભ થાય છે. આ ઉપાય કરવા માટે તુલસીના છોડમાં એક નાની નાળાછડી બાંધી દો. આ ઉપાય કરવાથી પરિવારને માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ પ્રાપ્ત થશે. આ ઉપાયથી તમે ધનવાન બની શકો છો. આ ઉપાય તમારી ઈચ્છા પૂરતી કરી શકે છે. તુલસીને નાળાછડી બાંધતી બાંધતી ઘરમાં સુખ-સમૃદ્ધિ માટે માતા લક્ષ્મીને પ્રાર્થના કરીને તેમનો આભાર માનવો જોઈએ.

– તુલસીના છોડને તમારે દર શુક્રવારે થોડું કાચું દૂધ ચઢાવવું જોઈએ. આ ઉપાય કરવાથી પરિવારને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. તેમજ તમારી કુંડળીમાં શુક્ર બળવાન બને છે. તેમજ જીવનમાં ઐશ્વર્ય, વૈભવ, સંપત્તિમાં વધારો થાય છે.

– સામાન્ય રીતે આપણે બધા દરરોજ સવારે તુલસીને જળ અર્પણ કરતા હોઈએ છીએ, પરંતુ રવિવાર અને એકાદશીના દિવસને છોડીને તુલસીને બાકીના બધા દિવસે જળ અર્પણ કરવું જોઈએ. તેમજ સાંજે તુલસીના છોડ પાસે દીવો પ્રગટાવીને સંધ્યાવંદન કરવું જોઈએ. આ ઉપાય કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *