કોઈને ગળ્યું તો કોઈને એકદમ તીખું અને ચટપટું ફૂડ ખાવાનું પસંદ હોય છે. પરંતુ બંને પ્રકારના ફૂડ વધારે પ્રમાણમાં ખાવા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો તમને પણ વધારે પડતું તીખું ખાવાની આદત હોય તો તેનાથી થતા નુકસાન.
લીલુ મરચું ભોજનને તીખું અને ચટાકેદાર બનાવવાની સાથે સાથે ઘણા બધા સ્વાસ્થ્ય લાભો પણ આપે છે. લીલું મરચું ખાવાથી અનેક ફાયદા થાય છે પણ જો તેનું જરૂર કરતાં વધારે સેવન કરવામાં આવે તો તમને નુકસાન પણ થઈ શકે છે.
જરૂર કરતા વધુ મરી મસાલા કે તીખુ ખાવાથી પેટમાં બેચેની અને પેટમાં બળતરા થવાની સમસ્યા થઇ શકે છે. આવુ ખાસ કરીને ત્યારે બને છે જ્યારે તમારા ડિનર અને રાત્રે સુવા વચ્ચે વધુ ગેપ ન હોય.
રાતના સમયે વધુ માત્રામાં તીખુ ખાઇને સુવાથી ગેસ્ટ્રિક ગ્લેન્ડ ખરાબ થઇ શકે છે. સાથે સાથે અપચો અને ઉંઘ ન આવવાની સમસ્યા પણ ઉદભવે છે.
જરુર કરતા વધુ તીખુ ખાવાથી મેટાબોલિઝમ ધીમુ થઇ જાય છે અને ખાવાને પચવામાં સમય લાગે છે તેની ખરાબ અસર તમારા એનર્જી લેવલ પર પણ પડે છે.
મરચામાં કેપસાઇસિન નામનો એક પદાર્થ હોય છે જે વ્યક્તિમાં એસિડીટીની સમસ્યા ઉભી કરે છે.
જરુરિયાત કરતા વધુ તીખુ ખાવાથી જ્યારે તમને અપચો અને ઉંઘ ન આવવાની સમસ્યા થાય છે તો તેની અસર તમારા
વધતા વજનના રુપમાં પણ સામે આવી શકે છે.