જીવન જીવવા માટે ખોરાક ખૂબ જ જરૂરી છે અને અન્નનું અપમાન એટલે ભગવાનનો અનાદર. શાસ્ત્રો અનુસાર જે ઘરમાં અન્નનું અપમાન થતું હોય ત્યાં માતા અન્નપૂર્ણા અને દેવી લક્ષ્મીનો વાસ રહેતો નથી. પૈસા અને ખોરાકના ભંડાર ખાલી થઈ જાય છે.
સનાતન ધર્મમાં દરેક કાર્યને યોગ્ય રીતે કરવાના નિયમો જણાવવામાં આવ્યા છે. તેવી જ રીતે શાસ્ત્રોમાં ભોજન સંબંધિત કેટલાક નિયમો જણાવવામાં આવ્યા છે. તેમને અનુસરવાથી ઘરમાં ક્યારેય ભોજનની કમી નહીં આવે. આવો જાણીએ ભોજન સાથે જોડાયેલા કેટલાક એવા કાર્યો જે અશુભ માનવામાં આવે છે.
ભોજન સાથે સંબંધિત વાસ્તુ નિયમો
ભોજનની થાળીમાં હાથ ધોવા
ભોજનના દરેક કણનું સન્માન કરવું જોઈએ. ભોજન કર્યા બાદ થાળીમાં હાથ ધોવાની ઘણા લોકોની આદત હોય છે. વાસ્તુ અનુસાર તે અશુભ છે. એવું માનવામાં આવે છે કે થાળી પર એંઠા હાથ ધોવાથી બચેલા ખોરાકના કણોનું અપમાન થાય છે. આમ કરવાથી ગરીબી આવે છે.
ભોજન એંઠુ મુકવું
જે ભોજનનું મહત્વ નથી સમજતા તે પાપના ભાગીદાર બને છે. થાળીમાં જેટલો ખોરાક ખાઈ શકાય તેટલો જ લેવો જોઈએ. એવું માનવામાં આવે છે કે ભોજનને એંઠુ મુકવાથી ભોજનનો વ્યય થાય છે. જેનાથી માતા અન્નપૂર્ણા નારાજ થાય છે.
થાળીમાં ત્રણ રોટલી
શાસ્ત્રો અનુસાર ભોજન પીરસતી વખતે થાળીમાં ત્રણ રોટલી એકસાથે ન રાખવી એ અશુભ છે. ત્યાં જ બીજી માન્યતા એ છે કે 3 રોટલીવાળી થાળી મૃતકને અર્પણ કરવામાં આવે છે. મૃત્યુ પામેલા વ્યક્તિના નામ પર થાળીમાં ત્રણ રોટલી રાખવામાં આવે છે. તેમના ત્રયોદશી સંસ્કાર પહેલા મૃતકને ભોગ લગાવવા માટે 3 રોટલી મુકવામાં આવે છે.