થઈ ગયું ભલું અફઘાનિસ્તાન નું આતંકવાદી ને બનવ્યો રક્ષામંત્રી, USની જેલમાં એટલા વરસ રઈ આવેલો છે

Posted by

કાબુલ પર કબજો કર્યા પછી હવે તાલિબાને સરકાર બનાવવાની શરૂઆત કરી દીધી છે. સરકાર ગઠન પહેલાં અફઘાનિસ્તાનને ચલાવવા માટે તાલિબાન અલગ અલગ વિભાગના પ્રમુખ નક્કી કરી રહ્યા છે. આ જ ક્રમમાં તાલિબાને દુનિયાની સૌથી ખતરનાક જેલના કેદી અને શાંતિવાર્તાના વિરોધી રહેલા આતંકીને દેશની રક્ષાની જવાબદારી સોંપી દેવામાં આવી છે. 20 વર્ષ પછી અફઘાનિસ્તાનમાં પરત આવનારા તાલિબાને ગ્વાંટાનામો ખાડીની જેલના પૂર્વ કેદી મુલ્લા અબ્દુલ કય્યુમ ઝાકિરને અફઘાનિસ્તાનના રક્ષામંત્રીની જવાબદારી સોંપી છે.

2001-2007 સુધી અમેરિકાની જેલમાં રહ્યો મુલ્લા અબ્દુલ

ન્યૂઝ એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે, અમેરિકન નેતૃત્વવાળી સેનાના મુલ્લા અબ્દુલની 2001માં ધરપકડ કરવામાં આવી હતી. તેને 2007 સુધીમાં ગ્વાંટાનામો ખાડીની જેલમાં રાખવામાં આવ્યો હતો. ત્યાર પછી તેને અફઘાનિસ્તાન સરકારને સોંપી દેવામાં આવ્યો હતો. ગ્વાંટાનામો ખાડી અમેરિકન સેનાની એક હાઈસિક્યોરિટી જેલ છે, જે ક્યુબામાં આવેલી છે. આ જેલમાં ખૂનખાર અને હાઇ પ્રોફાઈલ આતંકીઓને રાખવામાં આવે છે.

અન્ય પણ અમુક તાલિબાનોની નિમણૂક કરાઈ

કાબુલ પર કબજો કર્યે તાલિબાનોને 10 દિવસ જેટલો સમય થઈ ગયો છે અને હજી સુધી અહીં તેમણે તેમની ઓફિશિયલ સરકારનું ગઠન કર્યું નથી, પરંતુ એમાં ઘણાં મહત્ત્વનાં પદ પર તાલિબાન નેતાઓની નિમણૂક શરૂ કરવામાં આવી છે. હાજી મોહમ્મદ ઈદરિસને અફઘાનિસ્તાનની સેન્ટ્રલ બેન્ક ધી અફઘાનિસ્તાન બેન્કના કાર્યકારી પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તાલિબાનના પ્રવક્તા જબીઉલ્લા મુઝાહિદે આ વાતનો ખુલાસો કર્યો છે.

અફઘાનિસ્તાન સમાચાર એજન્સી પાઝવોકે જણાવ્યું હતું કે તાલિબાને ગુલ આગાને કાર્યવાહક નાણામંત્રી અને સદર ઈબ્રાહિમને વચગાળાના મંત્રી બનાવ્યા છે, જ્યારે સખઉલ્લાહને વચગાળાના શિક્ષણપ્રમુખ, અબ્દુલ બાકીને ઉચ્ચ શિક્ષણ પ્રમુખ બનાવ્યા છે. મુલ્લા શિરીનને કાબુલના ગવર્નર, હમદુલ્લા નોમાનીને કાબુલના મેયર અને નજીબુલ્લાહને એલર્ટ એજન્સીના પ્રમુખ બનાવવામાં આવ્યા છે. નોંધનીય છે કે તાલિબાને અફઘાનિસ્તાન પર હુમલો કરતાં જ ઘણા સિનિયર અધિકારીઓ અફઘાનિસ્તાન છોડીને જતા રહ્યા છે અથવા છુપાઈ ગયા છે. આ સંજોગોમાં હવે તાલિબાનો અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે નિષ્ણાતોને કામ પર પરત ફરવાનું કહી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *