ટેસ્લા માટે ગુજરાતે લાલ જાજમ પાથરી, મહારાષ્ટ્ર અને કર્ણાટક પણ રેસમાં સામેલ

ઇલેક્ટ્રિક કાર બનાવનાતી કંપની ટેસ્લાને ગુજરાત સરકારની તરફથી 1000 હેકટર જમીનની ઓફર કરાયાની માહિતી સામે આવી છે. આ જમીન કચ્છના દરિયાકિનારે આવેલા મુન્દ્રામાં છે. જ્યાં ટેસ્લાને મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપવાની ઓફર મળી છે. એવું નથી કે માત્ર ગુજરાત જ ટેસ્લાને આકર્ષવા માટે જમીનની ઓફર કરી રહ્યું છે. આ સિવાય કર્ણાટક અને મહારાષ્ટ્રની તરફથી પણ ટેસ્લાને આકર્ષવાની કોશિષ થઇ રહી છે. આ વર્ષે 8 જાન્યુઆરીના રોજ ટેસ્લાએ કર્ણાટકના બેંગલુરૂમાં ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામથી કંપની રજીસ્ટર કરાવી હતી.
એક રિપોર્ટ અનુસાર મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમના મુખ્ય કાર્યકારી અધિકારી પી.અન્બાલાગન કહે છે કે મહારાષ્ટ્ર સરકાર અને ટેસ્લાના અધિકારીઓની વચ્ચે 4 મીટિંગ યોજાઇ છે. તેમની તરફથી પણ ટેસ્લાને જમીનની રજૂઆત કરાઇ છે. ટેસ્લા એ નક્કી નથી કરી શકી કે તેને કયાં પોતાનું મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવું જોઇએ, આથી
કયાં પોતાનું મેન્યુફેકચરિંગ યુનિટ લગાવવું જોઇએ, આથી તે કર્ણાટક, મહારાષ્ટ્ર, અને ગુજરાત ત્રણેય સરકારોની સાથે વાત કરી રહ્યું છે.
વર્ષની શરૂઆતમાં કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાની તરફથી એક ટવીટ આવી હતી, જેમાં કહ્યું હતું કે ટેસ્લાની તરફથી કર્ણાટકમાં એક રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ લગાવામાં આવશે. જો કે બાદમાં યેદિયુરપ્પાએ આ ટ્વીટ હટાવી દીધી. ત્યારબાદ ફેબ્રુઆરીમાં ફરી એકવખત યેદિયુરપ્પાએ એક નિવેદનમાં કહ્યું કે ટેસ્લાની તરફથી કર્ણાટકમાં ઇલેક્ટ્રિક કાર મેન્યુફેકચરિંગ યુનિટ સ્થાપશે. હવે એ જોવાનું દિલચસ્પ રહેશે કે આવનારા દિવસોમાં ટેસ્લા કયાં પોતાનો પ્લાન્ટ સ્થાપવાનું મન બનાવે છે