ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનો આલીશાન બંગલો પછી તેમના મોંઘા વાહનો વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે. આ એવા ખેલાડીઓ છે જેમની પાસે સૌથી મોંઘી ગાડીઓ છે”

Posted by

BCCI વિશ્વનું સૌથી ધનિક ક્રિકેટ બોર્ડ છે અને તેથી ભારતીય ક્રિકેટરો પાસે પૈસાની કોઈ કમી નથી. આવી સ્થિતિમાં જુઓ ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓનો આલીશાન બંગલો પછી તેમના મોંઘા વાહનો વિશે સાંભળીને તમારા હોશ ઉડી જશે. ચાલો જોઈએ કોણ એવા ખેલાડીઓ છે જેમની પાસે સૌથી મોંઘી ગાડીઓ છે.

યુવરાજસિંહ

યુવરાજ સિંહ જે ટીમ ઇન્ડિયાનો મજબૂત ખેલાડી હતો. તે મેદાનની બહારના શાનદાર ગાડીઓના કલેક્શન માટે જાણીતો છે. ભૂતપૂર્વ બેટ્સમેન પાસે BMW X6M, BMW M3 Convertible, BMW M5 E60, Audi Q5, Bentley Flying Spur અને Lamborghini Murciélago જેવી ગાડીઓ છે.

એમ.એસ.ધોની

બાઇક વિશે ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમએસ ધોનીનો પ્રેમ સમગ્ર વિશ્વ જાણે છે. પરંતુ તેના ગેરેજમાં શાનદાર બાઇકો સિવાય જબરદસ્ત કાર પણ છે. ધોની પાસે ઓડી ક્યૂ 7, મિત્સુબિશી પજેરો એસએફએક્સ, લેન્ડ રોવર ફ્રીલેન્ડર 2, ફેરારી 599 જીટીઓ અને જીપ ગ્રાન્ડ ચેરોકી ટ્રેકહોક જેવી કારોનું કલેક્શન છે. આ બધી મોંઘી ગાડીઓ વાહનો સિવાય હમર H2 પણ ધરાવે છે. આ વાહનની કિંમત અંદાજે 75 લાખ છે.

વિરાટ કોહલી

આ સિવાય વિરાટ પાસે ઓડી R8 V10 LMX પણ છે. આ કારની કિંમત આશરે 3 કરોડ છે. જ્યારે બેન્ટલી કોન્ટિનેન્ટલ ફ્લાઇંગ સ્પરના બેઝ વેરિએન્ટની કિંમત એક્સ-શોરૂમ રૂ .3.41 કરોડ છે.

હાર્દિક પંડ્યા

ભારતના સ્ટાર ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાની જીવનશૈલી ખૂબ જ વૈભવી છે અને તેની ગેરેજમાં લેન્ડ રોવર રેન્જ રોવર અને મર્સિડીઝ એએમજી જી63 જેવી મોંઘી ગાડીઓ છે. તેમના કલેક્શનમાં આવી કાર છે જે સૌથી વધુ ચર્ચામાં છે. Lamborghini Huracan Evo છે કે જેની કિંમત 3.73 કરોડ છે.

સચિન તેંડુલકર

ભારતના દિગ્ગજ ખેલાડી સચિન તેંડુલકરને ક્રિકેટના ભગવાન કહેવામાં આવે છે. સચિન BMW ઇન્ડિયાના બ્રાન્ડ એમ્બેસેડર છે અને BMW i8 ના માલિક પણ છે જેની કિંમત લગભગ 2.62 કરોડ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *