શિક્ષકના પરસ્ત્રી સાથે રંગરેલીયાં મનાવતા ફોટો વિડિઓ ઓડીઓ વાયરલ

શિક્ષકના પરસ્ત્રી સાથે રંગરેલીયાં મનાવતા ફોટો વિડિઓ ઓડીઓ વાયરલ

બનાસકાંઠાના થરાદમાં થોડા સમય પહેલાં એક શિક્ષકના પોતાના જ બાથરૂમની હરકતોના વિડીયો વાયરલ બાદ વધુ એક શિક્ષકની લંપટલીલાના ફોટા અને ઓડીયોકલિપો વાયરલ થવા પામી છે. આ અંગે શિક્ષણવિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે આ પ્રકારની કોઇ રજુઆત આવી નથી. છતાં પણ તે એક શિક્ષક હોવાથી આ બાબતે ઉચ્ચસ્તરે ધ્યાન પણ દોરવામાં આવશે.

એક વ્યક્તિ તરીકેની અંગત જીંદગી ગમે તેવી હોઇ શકે પરંતુ સરસ્વતીના સાધકની આવી હરકતો વાયરલ થાય ત્યારે તે શાળામાં બાળકોમાં સંસ્કારોનું કેવું સિંચન કરતો હશે તેને લઇને સવાલો ઉઠે તે પણ સ્વભાવિક છે.

લોકોએ પણ તેને વધુને વધુ વાયરલ કરીને લંપટલીલાનો પર્દાફાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે થરાદના ટીપીઓ જાગૃતીબેન દેસાઇએ જણાવ્યું હતુંકે આ પ્રકારની હરકતો અંગેની કોઇ ફરિયાદ કે રજુઆત અમને મળી નથી. પરંતુ તે એક શિક્ષક હોવાના કારણે આ અંગે ઉચ્ચસ્તરે પણ આ બનાવ અંગેનું ધ્યાન દોરવામાં આવશે.

બીજી બાજુ લોકો શોસિયલ મિડીયામાં તેને વાયરલ કરીને સરસ્વતીનો સાધક જ આ પ્રકારની ઇશ્કમિજાજી માનસિકતા ધરાવતો હોય તો તે વિધાર્થીઓમાં કેવા પ્રકારના સંસ્કારોનું સિંચન કરતો હશે તેને લઇને પણ સવાલો ઉઠવા પામ્યા છે.

જાે કે તેમાં પ્રેમના બદલે વાસના વધુ હોવાની પ્રતિતી કરાવતા પોતાના જ બેડરૂમમાં એકબીજાની બાહોમાં ર્નિવસ્ત્ર લપેટાયેલા અને કિસ કરતાંના ફોટાઓએ પાપ છાપરે ચડીને પોકારે ઉક્તિને સાર્થક કરતાં વાયરલ થવા પામ્યા હતા. જેને લઇને પંથક સહિત શિક્ષણ જગતમાં ખળભળાટ પ્રસરવા પામ્યો હતો.

સુત્રોએ જણાવ્યું હતું કે અગાઉ શિક્ષક તરીકે ફરજ બજાવતો આ યુવક એચટાટની પરિક્ષા આપી ને મુખ્ય શિક્ષક તરીકેની જવાબદારી વહન કરી રહ્યો છે.તેના અનેક પ્રકારના ફોટાઓ ઉપરાંત અસંખ્ય કલાકોની ઓડીયો ક્લીપો પણ વાયરલ થવા પામી હતી.
થરાદ તાલુકાની એક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકનો પગ લપસતાં તે કેટલાક સમયથી એક પરસ્ત્રી સાથે પ્રેમના તાંતણે બંધાયો હતો.એક બાજુ આ પરસ્ત્રી સાથે રંગરેલીયાં મનાવતો યુવક પરિણિત હોવા ઉપરાંત શિક્ષક હોવાના નાતે શિક્ષણજગતને પણ નિચુ જાેવાનો વારો આવ્યો છે.

પ્રેમિકા શિક્ષકની પુર્વ વિધાર્થીની હોવાનું પણ ચર્ચાસ્પદ

શિક્ષક સાથે જણાતી યુવતી પાંચેક વર્ષ પહેલાં થરાદ તાલુકાના એક ગામની રહીશ હોઇ તે શાળામાં તે શિક્ષક તેણીની વિધાર્થીની તરીકે ભણાવતો હોવાનું પણ ચર્ચાસ્પદ બન્યું હતું.ઓડીયો ક્લિપમાં આ બધી યાદોને તેઓ વાગોળતાં પણ સાંભળવા મળ્યાં હતાં.

જાનુ અને પાગલ જેવા શબ્દોનો ભરપુર ઉપયોગઓડીયો ક્લીપમાં શિક્ષક અને પરિણિતા એકબીજાના પ્રેમમાં ગળાડુબ હોઇ બચુ…જાનુ અને પાગલ સહિત અનેક શબ્દોનો ઉપયોગ કરતા સાંભળવા મળ્યા હતાશિક્ષકે રજાનો રિપોર્ટ મુકી દીધોશિક્ષકનાં પરસ્ત્રી સાથેનાં કરતુતોનો ભાંડો ફુટ્યા બાદ શિક્ષક હરકતમાં આવી ગયો હતો. આ અંગે તેણે મંગળવારના રોજ રિપોર્ટ મુકી દીધો હોવાનું શિક્ષણ વિભાગનાં સુત્રોએ જણાવ્યું.

બંન્ને પરિણિત હોવા છતાં મજા કરતાં હતાં

ઓડીયો ક્લિપોમાં થયેલી વાતચિતના આધારે બંન્ને એકબીજાંના જીવનસાથીને દગો આપીને ભરપુર મજા કરતા હોવાનું જાણવા મળ્યું હતું.

શિક્ષક સસ્પેન્ડ કરાયા

થરાદ તાલુકાના વામી ગામની શાળામાં પે-કેન્દ્ર શાળાના આચાર્યના અશ્લિલ ફોટા વાયરલ થયા હતા. જે ને પગલે જીલ્લાશિક્ષણાધિકારી દ્વારા તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. શિક્ષણજગતને કલંકિત કરતી ઘટનાને લઇને આચાર્યને ફરજ મોકુફ કરવામાં આવ્યો હતો.

admin

Leave a Reply

Your email address will not be published.