તૌકતે વાવાજોડા પછી આવી છે ગુજરાત ની હાલત

તૌકતે વાવાઝોડાએ ગુજરાતમાં અનેક જગ્યાએ વિનાશ વેર્યો છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામોમાં ઠેર ઠેર તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. ક્યાંક ધોધમાર તો ક્યાંક અવિરત વરસાદથી ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. નીચેના વીડિયોમાં જુઓ તૌકતે કેવી રીતે આફત બનીને ત્રાટક્યું હતું.
તૌકતેની તારાજીના આવા જ દ્રશ્યો રાજ્યમાં ઠેર ઠેર જોવા મળ્યા હતા. એક ભીષણ વાવાઝોડું કેવી તારાજી સર્જી શકે છે તેના સાક્ષ્ય રૂપે જુઓ નીચેનો વીડિયો
તૌકતે વાવાઝોડાએ ભાવનગર જિલ્લાના મહુવામાં સૌથી વધુ તાંડવ મચાવ્યું હતું. મહૂવા શહેરની સાથે સાથે તેના આસપાસના ગામડાઓમાં તૌકતેએ મોટો વિનાશ વેર્યો હતો. સતત વરસાદ અને 120 કિલોમીટરથી વધુ ઝડપે ફૂંકાઈ રહેલા પવનથી કેટલાય હોડિંગ્સ, વૃક્ષો ધરાશાયી થઈ ગયા. મહુવામાં કેવી સ્થિતિ સર્જાઈ જુઓ આ વીડિયોમાં.
કેસર કેરીનું સૌથી મોટું સરનામું મનતા ગીર વિસ્તારમાં તૌકતેએ એવી તારાજી મચાવી કે એક પણ કેરી આંબે લટકી રહી નથી. આંબમાં રહેલી કેરીઓ ખરી પડી છે. આંબાના બગીચા વેરાન બની ગયા છે.