‘તારે જમી પર’ (Taare Zameen Par) ફિલ્મમાં તેની માસૂમ એક્ટિંગથી દર્શકોનું દિલ જીતનારો દર્શીલ સફારી તેનો આજે જન્મ દિવસ ઉજવી રહ્યો છે. આમિર ખાન ની આ ફિલ્મને ખુબજ સફળતા મળી હતી. જેમાં દર્શીલનું યોગદાન ઘણું મોટુ છે.
પોતાની પ્રથમ ફિલ્મથી જ દર્શકોના દિલમાં છવાઈ ગયેલો ‘તારે જમીન પર’ ફેમ દર્શન સફારી આજે તેનો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. 9 માર્ચ 1997માં જન્મેલા દર્શિલે આમિર ખાનની ફિલ્મ તારે જમીન પરથી ડેબ્યુ કર્યું હતું. લોકો આજે પણ તેને દર્શિલ સફારીને બદલે ફિલ્મના ઈશાન અવસ્થી તરીકે ઓળખે છે. આ ફિલ્મ વર્ષ 1007માં આવી હતી. ત્યારે 14 વર્ષ બાદ ઈશાન ઘણો બદલાઈ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે દર્શિલે આમિર ખાનની આ ફિલ્મમાં ડિસ્લેક્સિયાથી પીડિતા બાળકની ભૂમિકા નિભાવી હતી. તેણે આ પાત્રમાં જીવ રેડીને જીવંત બનાવી દીધું હતું. જેને લઈને લોકો આજે પણ તેને યાદ કરે છે. આ ફિલ્મ માટે દર્શિલને બેસ્ટ એક્ટર ફિલ્મફેર ક્રિટીક એવોર્ડ મળ્યો હતો. જે બાદ દર્શિલ ઘણી ફિલ્મો અને ટીવી સ્ક્રીન પર નજર આવ્યો હતો, પરંતુ તારે જમીન પર જેવી સફળતા ન પ્રાપ્ત કરી શક્યો.
દર્શિલ ઝલક દિખલાજાના પાંચમા સીઝનમાં દેખાયો હતો. તેણે 2010માં બમ બમ બોલે અને ત્યાર બાદ જોક્કોમોન અને મિડનાઇટ ચીલ્ડરનમાં પણ કામ કર્યું. સાથે જ તે ટીવી શો લગે રહો ચાચુમાં પણ જોવા મળ્યો હતો.
14 વર્ષ બાદ દર્શિલનો લુક એટલો બધો બદલાઈ ગયો છે કે, તે તમારી પાસેથી પસાર થઇ જશે તો પણ નહીં ઓળખી શકો.
દર્શિલ આજકાલ બોલીવુડ ફિલ્મો, વેબસીરીઝ અને થિયેટરમાં પણ કામ કરી રહ્યો છે. જોકે, તે હવે એક હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે. જોકે, હજી તે હિટ ફિલ્મની રાહ જોઈ રહ્યો છે.