તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:એક સમયે મહિને 4 હજારની કમાણી કરતા ‘બાઘા’એ પહેરી 61 હજારની હૂડી, સો.મીડિયામાં થઈ જોરશોરથી ચર્ચા

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા:એક સમયે મહિને 4 હજારની કમાણી કરતા ‘બાઘા’એ પહેરી 61 હજારની હૂડી, સો.મીડિયામાં થઈ જોરશોરથી ચર્ચા

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં રંગ તરંગ રિસોર્ટનો પ્લોટ બતાવવામાં આવ્યો હતો. ગોકુલધામના રહેવાસીઓ અહીંયા હોલીડે એન્જોય કરવા આવે છે. જોકે, બાઘા (તન્મય વેકરિયા) જ્યારે ખાસ ડ્રિંક પી લે છે ત્યારે બધા જ મુસીબતમાં મૂકાઈ જાય છે. વાસ્તવમાં ગોકુલધામના પુરુષોએ પાર્ટી કરવા માટે સ્પેશિયલ ડ્રિંક બનાવ્યું હતું અને આ ડ્રિંક બાઘા પી જાય છે. આ દરમિયાન બાઘાની હુડીએ તમામનું ધ્યાન ખેંચ્યું હતું. સો.મીડિયામાં પણ યુઝર્સે આ અંગે કમેન્ટ્સ કરી હતી.

61 હજારની હુડી

બાઘા મોટાભાગે ચેક્સના શર્ટમાં જોવા મળતો હોય છે. જેઠાલાલની દુકાનમાં કામ કરતા સમયે બાઘા મોટભાગે સિમ્પલ શર્ટ અને પેન્ટમાં જોવા મળે છે. જોકે, રિસોર્ટમાં બાઘા એકદમ પાર્ટી મૂડમાં જોવા મળ્યો હતો. બાઘાએ ચેકના શર્ટને બદલે લાઇટ બ્લૂ રંગની હુડી પહેરી હતી. ચર્ચા છે કે આ હુડી એક બિગ બ્રાન્ડની છે અને હુડીની કિંમત 61 હજાર રૂપિયા છે.

હાલમાં મહિને એક લાખનો પગારને 42-45 હજારની ફી

ટીવી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ના એક્ટર્સ જ્યાં સુધી શો સાથે જોડાયેલા હોય છે ત્યાં સુધી પ્રોડ્યૂસર અસિત મોદી કલાકારો કામ કરે કે ના કરે દર મહિને બેઝિક પગાર આપે છે. દરેક એક્ટરના અનુભવના હિસાબે બેઝિક સેલરી નક્કી કરેલી છે. બેઝિક સેલરી ઉપરાંત મહિનામાં જે-તે એક્ટર કેટલાં દિવસ શૂટિંગ કરે છે, તે પ્રમાણે ફી મળે છે. આ ફી દર ત્રણ મહિને આપવામાં આવે છે, જ્યારે બેઝિક સેલરી દર મહિને મળે છે. તન્મય વેકરિયાને દર મહિને બેઝિક સેલરી 1 લાખ રૂપિયા મળે છે, જ્યારે એક દિવસની ફી 42-45 હજાર રૂપિયા છે.

15 વર્ષ સુધી થિયેટરમાં કામ કર્યું

ગુજરાતમાં જન્મેલા તન્મય વેકરિયાના પિતા અરવિંદ વેકરિયા જાણીતા સ્ટેજ ડ્રામા આર્ટિસ્ટ છે. તન્મયે થિયેટરમાં 15 વર્ષ સુધી કામ કર્યું હતું.

એક સમયે માત્ર ચાર હજાર મહિને કમાતો હતો

તન્મય એક સમયે બેંકમાં નોકરી કરીને મહિને ચાર હજારની કમાણી કરતો હતો. બેંકમાં તે માર્કેટિંગ એક્ઝિક્યૂટિવનું કામ કરતો હતો. જોકે, ‘તારક મહેતા..’ સિરિયલે તેનું જીવન જ બદલી નાખ્યું. આ શોએ માત્ર તેને લોકપ્રિયતા જ નહીં, પરંતુ પૈસા પણ આપ્યા.

પહેલાં ‘તારક..’માં નાના-નાના રોલ કરતો હતો

તન્મય આ શોમાં પહેલાં વિવિધ પાત્રો ભજવતો હતો, જેમાં ઓટો ડ્રાઈવર, ટેક્સી ડ્રાઈવર, ઈન્સ્પેક્ટર તો ક્યારેક ટીચરનો રોલ કરતો હતો.

2010માં પહેલી જ વાર બાઘાનો રોલ મળ્યો

વર્ષ 2010માં તન્મયને બાઘાનો રોલ મળ્યો હતો. નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને તે સમયે બાયપાસ સર્જરી કરાવવી હતી અને તેમણે સિરિયલમાંથી બ્રેક લેવો હતો. તેમના સ્થાને બાઘાને લેવામાં આવ્યો હતો. બાઘાનું પાત્ર એટલું લોકપ્રિય થયું કે નટુકાકા શોમાં પરત આવી ગયા છતાં પણ તેને શોમાં રાખવામાં આવ્યો હતો.

ગામમાં જ અભ્યાસ કર્યો

મૂળ ગુજરાતના અમરેલી જિલ્લાના વડિયાદેવડી ગામના તન્મયે અહીંયા જ પ્રાથમિક શિક્ષણ લીધું છે. કાંદીવલીની અવર લેડી ઓફ રેમેડી સ્કૂલમાંથી હાઇસ્કૂલ પૂરી કર્યા બાદ તન્મય વેકરિયાએ એન.કે. કોલેજમાંથી ગ્રેજ્યુંએશન પૂરું કર્યું હતું. તન્મયે સૌ પ્રથમ વર્ષ 1986માં ‘ફૂલવારી’માં બાળ કલાકારનો રોલ ભજવ્યો હતો. તન્મયે બાદમાં ‘ચૂપકે-ચૂપકે’, ‘યસ બોસ’, ‘ખીચડી’, ‘મણીબેન.કોમ’ જેવી જાણીતી ફિલ્મો અને સિરિયલોમાં પણ અદાકારી કરી હતી. તન્મયના પરિવારમાં પત્ની, પુત્ર-પુત્રી ઉપરાંત માતા-પિતા, ભાઇ-ભાભી અને ભત્રીજી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *