ટીવી ઇન્ડસ્ટ્રીનાં સૌથી પ્રખ્યાત શો ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કરી ચુકેલા એક્ટરની ચેન સ્નેચિંગ મામલે પોલીસે ધરપકડ કરી છે. તેનું નામ મિરાજ છે. તેણે ‘તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા’ માં કામ કર્યું છે. ક્રિકેટનાં સટ્ટાની લતને કારણે તે લાખો રૂપિયા હારી ગયો હતો. જે બાદ ઉધાર ચુકવવા માટે તેણે અપરાધનો રસ્તો પસંદ કર્યો અને એક્ટરમાંથી ચોર બની ગયો. જે બાદ તેણે ખાલી રસ્તા પર તેનાં મિત્ર સાથે મળીને ચેન સ્નેચિંગ કરવાનું શરૂ કર્યું.
સુરતનાં રાંદેર પોલીસ મજુબ, તેમને સૂચના મળ્યા બાદ રાંદેર ચોક પાસેનાં એરિયાને કોર્ડન કરી મિરાજ વલ્લભદાસ કાપડી અને વૈભવ બાબૂ જાદવની ધરપકડ કરવામાં આવી છે. બંનેની પાસેથી પોલીસે 3 સોનાનાં દોરા, 2 મોબાઇલ અને ચોરીની બાઇક મેળવી છે. તેમની પાેસ 2 લાખ 54 હજારની કિંમતનો માલ મળી આવ્યો છે. આોપી વૈભવ અને મિરાજ જુનાગઢનાં રેહવાસી છે.
પોલીસનાં જણાવ્યાં મુજબ, સુનસાન રસ્તા પર મહિલાઓને નિશાન બનાવી તેમનાં ગળામાંથી ચેન છીનવીને તે ભાગી જતો હતો. પકડાવવા પર તેણે તેનાં આરોપો કબૂલ કરી લીધા છે. વૈભવ અને મિરાજ વિરુદ્ધ સુરતનાં મહિધરપુરા, ઉધના અને રાંદેર પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે. આરોપીએ પોતાનાં તમામ આરોપ કબૂલ કર્યા છે. અને જણાવ્યું કે તે સટ્ટામાં 25થી 30 લાખ રૂપિયા હારી ગયો હતો જેથી દેવુ વધી ગયુ હતું આ દેવું ઉતારવા માટે તેણે ચેન સ્નેચિંગનો રસ્તો પસંદ કર્યો હતો.