બબીતાજીએ શેર કર્યો એવો વીડિયો કે ટપ્પુથી કૉમેન્ટ કર્યા વગર રહેવાયું નહીં, સોશિયલ મીડિયા પર ચારેકોર ચર્ચા

તારક મેહતા કા ઉલટા ચશ્માની બબીતાજી એટલે કે મુનમુન દત્તાની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે. મુનમુન દત્તા જ્યારે પણ ઇન્સ્ટાગ્રામ પર નવી તસવીર કે વીડિયો શેર કરે છે, ત્યારે તે વાયરલ થઈ જાય છે.
- તારક મેહતાની બબીતાજીની સોશિયલ મીડિયા પર જબરદસ્ત ફેન ફોલોઈંગ છે
- તો હવે બબીતાજીના વીડિયો પર ટપ્પુની કમેન્ટ થઈ વાયરલ
- બબીતાજી અવાર નવાર ફોટોઝ અને વીડિયો શેર કરે છે
હાલમાં જ મુનમુન દત્તાએ ઈન્સ્ટાગ્રામ પર એક જોરદાર વીડિયો શેર કર્યો છે જે હવે ચર્ચામાં છે. મુનમુન દત્તાનો આ વીડિયો પર ઘણાં યુઝર્સે કમેન્ટ કરી રહ્યાં છે અને તેની સુંદરતાના વખાણ કરી રહ્યાં છે.
પણ, મુનમુન દત્તાનો આ વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે TMKOCના સહ-કલાકાર રાજ અનડકટ એટલે કે ટપ્પુની કમેન્ટ. બબીતાજીના વીડિયો પર પ્રતિક્રિયા આપતા રાજે ફરી એક વખત હલચલ મચાવી દીધી છે. તેણે મુનમુન દત્તાના આ વીડિયો પર કમેન્ટ કરતાં એક અચંભિત અને હાઇ ફાઈવ ઇમોજી પોસ્ટ કરી છે. તેના કમેન્ટની હવે સોશિયલ મીડિયા પર ચર્ચા થઇ રહી છે. યુઝર્સ તેને તેનાથી મોટી ઉંમરની મહિલાના વીડિયો પર આ પ્રકારની કમેન્ટ કરવા પર ટ્રોલ કરી રહ્યાં છે.
એક યુઝરે રાજ અનડકટે કમેન્ટ કરી પ્રતિક્રિયા આપતાં લખ્યું- તે તારી આન્ટી છે જ્યારે બીજાએ લખ્યું, આ શું છે. તમને જણાવી દઇએ કે, મુનમુન દત્તાએ તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં બબીતા અય્યરના રોલમાં ઘર ઘરમાં પોતાની ઓળખ ઊભી કરી છે. મુનમુન દત્તા ઘણી વખત તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા શોના બિહાઇન્ડ ધ સીન્સની તસવીરો અને તેના બોલ્ડ ફોટોશૂટ સાથે ફેન્સને એન્ટરટેઈન કરતી રહે છે.
મુનમુન દત્તા તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં 2008થી બબીતા અય્યરનો રોલ ભજવી રહી છે. તેણે વર્ષ 2004માં ‘હમ સબ બારાતી’થી કરિઅરની શરૂઆત કરી હતી. છેલ્લા કેટલાક સમયથી મુનમુન દત્તા વિવાદોમાં છે. એક્ટ્રેસ વિરુદ્ધ જૂનમાં હરિયાણાનાં હિસાર અને હાંસીની સાથે જ દેશના ચાર અલગ અલગ રાજ્યોમાં એસસી-એસટી એક્ટ હેઠળ કેસ દાખલ થયો હતો.