સંસાર માં માણસ રહે છે એટલે નાના-મોટા ઝઘડાઓ વગેરે ચાલતા જ હોય છે પણ સમાજ માં રેહતી વ્યક્તિઓ તમારી જે સાથે છે તેના સ્વભાવ અને પ્રકૃતિ ઓવર કમ કરીએ તમે જાણતા હો સમજતા હો પણ સંબંધો સારા રાખી શકો એ ઈમોશનલ ઇન્ટેલિજન્સ છે પણ એ વ્યક્તિને તમે મહત્તા આપી શકો સત્તા થી માંડીને કાર્યશક્તિ સુધીની એ જ તમારો આધ્યાત્મિક અભિગમ છે.
1991 પ્રમુખસ્વામી મહારાજને મુંબઈમાં હરકિશનભાઇ મેહતા એ એમને પ્રશ્નોતરી દરમિયાન એક પ્રશ્ન એવો પૂછતો કે તમે આટલું બધું સમાજ માટે કાર્ય કરો છો બીએપીએસ ની 162 પ્રકારની વિભિન્ન પ્રવુતિઓ કાર્યરત છે તો કોઈ સમાજમાં તમારી ટીકા કરે તો પ્રમુખસ્વામી મહારાજ તરત જ બોલ્યા કે કોઈ ટીકા કરે તો અમે અંતર દ્રષ્ટિ કરીએ કે,
એ વ્યક્તિ સાચી છે જો સાચી હોય તો અમે એનો મનોમન આભાર માનીને અમારા માં સુધારો કરીએ તરત હરકિશન મેહતા એ પૂછ્યું પણ એ ટીકા કરનાર વ્યક્તિ કદાચ ખોટી હોય તો પ્રમુખસ્વામી મહારાજે કહ્યું કે વ્યક્તિ કદાચ ખોટી હોય તો અમારો સિદ્ધાંત છે કે એની સાથે કોઈ પણ ઝઘડો પણ ન કરવો એને જવાબ આપવા પણ જ જવો,
મનોમન ભગવાનને પ્રાર્થના કરીએ કે એ વ્યક્તિને સદ્દબુદ્ધિ સુજે પણ એના પ્રત્યે કોઈ દિવસ અમને અભાવ કે અનાદરની ભાવના થાય જ નહીં કંઈ કક્ષાએ એમના માં આધ્યાત્મિક મૂલ્યો રહેલા હોય ત્યારે આ પ્રકારનું જીવન જીવી શક્યા હોય એટલે એ જ વ્યક્તિ વ્યાપક ફલક સુધી કર્યો કરી શકે હવે ચક્તિ કરનારી વાત એ છે પ્રમુખસ્વામી ભણેલા માત્ર ચાર ચોપડી જ છે.
આવા મહાન પુરુષો ના જીવન સામે જોઈએ તો ભણતર ભલે ઓછું હતું આધ્યાત્મિક મૂલ્યો ને કારણે વિશ્વ ફલક પર પોંહચી શક્યા તો આધ્યાત્મિક બળ ના આધારે તમે ધારો એ કાર્ય કરી શકો છો અંતર માં સ્થિરતા સાથે પણ ઉંચાઈઓ સુધી સપનાઓ સાકાર કરી શકો છો પ્રમુખસ્વામી મહારાજને હરકિશન મેહતાએ બીજો પ્રશ્ન પૂછ્યો કે,
તમે સંસ્થાના પ્રમુખ છો સંસ્થામાં જોડાયેલા છે ને એ બધા માટે બહુ જ સરસ વાત છે કે તમે સંસ્થાના પ્રમુખ અને આટલી મોટી સંસ્થા સમાજ સેવા સંસ્થા ચલાવો છો તમારે ક્યારેય કોઈને કહેવાનું ટોકવાનું કે વઢવાનું થાય પ્રમુખસ્વામી કહ્યું હા કોઈ વખત કોઈને કહેવાનું કે ટોકવાનું થાય પણ પછી જે વાક્ય પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા એ આધ્યાત્મિક બુદ્ધિમત્તા દર્શાવે છે,
પ્રમુખસ્વામી મહારાજ બોલ્યા પણ કોઈને કહીએ ટોકીયે ત્યારે એને ખોટું ન લાગે એને પોતાની ભૂલ સમજાય એને પોતાની અંતર દ્રષ્ટિ થાય એ પાછો ન પડે અમારી સાથે નું એનું હેત ઓછું ન થાય તેની પ્રવૃત્તિ અને સેવામાંથી ક્યારે પાછો ના પડે એનું મન ઓછું ના થાય એવી રીતે અને ટોકીયે અને હવે આપણે કોકને કહેવાનો અધિકાર પ્રાપ્ત થાય,
તો કોઈને કહીયે ટોકીયે ત્યારે આ તેના બધા મુદ્દા યાદ રે કે એનું મન પાછું પડે એને ખોટો ના લાગે પણ એને સંસ્થા સિદ્ધાંત સત-પુરુષમાંથી હેત ઓછું ન થાય એવા શબ્દોથી કરીએ માત્ર આધ્યાત્મિક બુદ્ધિમત્તા હોય તોજ આપણે એમાં આવી શકીયે આધ્યાત્મિક બુદ્ધિમત્તાને બીજા એક દ્રષ્ટિકોણથી સમજવું હોય એ વ્યક્તિ પાસે સત્તા હોય અને હોય પણ ક્યારેય પોતાની સત્તાનો ઉપયોગ કરીને એ પોતાના પ્રેમથી બધાને જીતી શકે પાવરથી નહીં.
મહાન વ્યક્તિ આવી રીતે કામ કરે છે તમે મહાત્મા ગાંધીના જીવનમાં જોશો તમે નેલસન મંડેલા ના જીવનમાં જોશો ૨૭ વર્ષ સુધી નેલ્સન મંડેલા જેલમાં રહ્યા તમે એ કોટડી જુઓ તો સામાન્ય નાની કોટડી છે સાઉથ આફ્રિકાની માં અને જે વાઈટ સાઉથ આફ્રિકાનો બોથાએ એમને 27 વર્ષ સુધી જેલમાં રાખ્યા એમને કોઈ ગુનો નોતો કર્યો એમને બંધૂકય હાથમાં નોતી લીધી,
ખાલી સ્વતંત્રતા માટે ઝંડો ઉંચો કરેલો ગાંધીજીની જેમ જ અહિંસક લડત હતી છતાં ૨૭ વર્ષ માણસ જેલમાં રહે ને ગમે તે ગાન્ડો તમે ખાલી રાત્રે એક કલાક મોબાઈલ વગર તો રહી જોજો દર ત્રીસ મીનીટે ગમે ત્યાં બેઠા હોય ત્યાં હાથ ખિસ્સા માં જાય જ મોબાઈલ ચેક કરવા માટે મોબાઈલ આપણે ડિસ્ટર્બ થવા માંડી છે ઘડી વાર જોવા જઇયે છીએ.માટે એક શિખર સમી વાત યાદ રાખવી ભગવાનને સર્વ કર્તાહર્તા જાણવા તો ક્યારેય કોયના પ્રત્યે દુશમણાવત કે બદલો લેવાની ભાવના જન્મશે જ નહીં.