શું તમારી સાથે પણ બનેલી છે આવી ઘટનાઓ, જો હા તો સમજી લ્યો કે આ તમારો પહેલો જન્મ નથી.

ઘણી વખત આપણા જીવનમાં એવી ઘટનાઓ બનતી હોય છે, જેને વાસ્તવિક જીવન સાથે કંઈ લેવાદેવા હોતા નથી અથવા તો અમુક એવા લોકો સાથે મુલાકાત થાય છે જેને આપણે પહેલી વખત મળી રહ્યા હોઈએ છીએ, પરંતુ તેમ છતાં પણ તેમની અમુક આદતો આપણી સાથે એવી રીતે જોડાયેલી હોય છે કે આસપાસના લોકો પણ વિચારમાં પડી જાય છે. તેનો સંબંધ તમારા પાછલા જીવન સાથે હોઈ શકે છે.
આત્માઓ અને પુનર્જન્મની વાતો લોકો માટે એક રહસ્ય છે. જો તમે આ બધી વાતો ઉપર વિશ્વાસ રાખો છો તો તમારે જરૂર જાણવું જોઈએ કે આ તમારો પહેલો જન્મ છે કે પછી આ પહેલા પણ તમે જન્મ લઈ ચુક્યાં છો?આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ પાંચ એવા લક્ષણો વિશે જે તમારામાં રહેલા હોય તો તેનો મતલબ કે આ પહેલા પણ તમે ઘણી વખત જન્મ લઈ ચુકેલા છો અને આ જીવન તમારો પુનર્જન્મ છે.અજ્ઞાત ભય : જો કોઈ વાત નથી તમને ખુબ જ ડર લાગે છે, પરંતુ વર્તમાનમાં તેની સાથે તમારો કોઈ સંબંધ ન હોય તો તેનો સંબંધ તમારા પુનર્જન્મ સાથે હોઈ શકે છે. અમુક લોકો ઊંચાઈ, પાણી અથવા આગથી કોઈપણ કારણ વગર ડરતા હોય છે. તેમના જીવનમાં આ ચીજો થી ડરવાની કોઇ ઘટના થયેલી નથી હોતી, તેમ છતાં પણ તેમને આ ચીજો થી ડર લાગતો હોય છે.
એક જ સપનું વારંવાર આવવું : એક જ સપનાનું વારંવાર આવવાનો મતલબ તમારા પુનર્જન્મ સાથે નો સંબંધ હોઈ શકે છે. સપનામાં દેખાવવા વાળા અમુક લોકોને જોઇને એવું લાગે છે કે તમે તેમને કોઈ જગ્યાએ જોયેલા છે, પરંતુ તમે તેમને ક્યાં જોયેલા છે તે તમને યાદ આવતું નથી. આ લોકો તમારા પુનર્જન્મ સાથે જોડાયેલા હોઈ શકે છે. તેમની સાથે તમારો કોઈ પણ સંબંધ હોઈ શકે છે.પહેલી મુલાકાતમાં કોઈ વ્યક્તિ પોતાનું લાગવું : કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે મળીને જો તમને તે વ્યક્તિ પોતાનું હોય તેવી લાગણી થાય તો તે વ્યક્તિ તમારા પુનર્જન્મ સાથે જોડાયેલા હોઈ શકે છે. ઘણી વખત આપણે એવા લોકો સાથે મળીએ છીએ, જેને આપણે પહેલાં ક્યારેય મળેલા હોતા નથી, પરંતુ તેમને જોઇને એવું લાગે છે કે જાણે આપણે તેમને વર્ષોથી ઓળખીએ છીએ. તમે સમજી શકતા નથી કે એક અજાણ્યા વ્યક્તિ માટે તમને આખરે આટલી લાગણી શા માટે હકીકતમાં તમે પોતાના પુનર્જન્મમાં તે વ્યક્તિ સાથે સારા સંબંધોમાં રહેલા હોઈ શકો છો. બની શકે છે કે તેઓ પુનર્જન્મમાં તમારા કોઈ નજીકનાં વ્યક્તિ હોય એટલા માટે અજાણી વ્યક્તિ પ્રત્યે આવી ભાવના આવે છે.
કોઈ ખાસ ચીજ પ્રત્યે આકર્ષણ : કોઈ ચીજ અથવા વ્યક્તિ માટે ખાસ ભાવનાત્મક આકર્ષણ તમારા પુનર્જન્મ સાથે જોડાયેલ હોઇ શકે છે. આવા લોકો અથવા ચીજોને જોઈને તમારા મનમાં દયા અને સહાનુભુતિ નો ભાવ આવે છે. જો તમારા મનમાં કોઈ ચીજ માટે અથવા કોઈ વ્યક્તિ પ્રત્યે આવો ભાવ આવે છે, તો તેનો સંબંધ તમારા પુનર્જન્મ સાથે હોઈ શકે છે. બની શકે છે કે પુર્વ જન્મનાં ઘણા જન્મમાં તમે આ પરિસ્થિતિઓમાંથી પસાર થઈ ચુક્યા હોય એટલા માટે તમારા મનમાં તેમના માટે વિશેષ દયાભાવ હોય છે. તેનો મતલબ છે કે તમે પહેલાં પણ જન્મ લઈ ચુકેલા છો.
પુર્વાભાસ : અમુક લોકોને દુર્ઘટના હોવાનો અહેસાસ પહેલા જ થઈ જાય છે. તમને પણ આવા લોકો મળેલા હશે, જેમને દુર્ઘટના થવાનો ડર હંમેશા રહેતો હોય તેને તે લોકોનો વહેમ પણ કહી શકાય નહીં. કારણ કે મોટાભાગે તેમની વાતો ઘણી વખત સાચી સાબિત થાય છે. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ઉંમરની સાથે વ્યક્તિ મેચ્યોર થાય છે. અહીંયા પણ આ થિયરી કામ આવે છે. તમારા શરીરમાં એક પ્રૌઢ આત્મા છે, જે પહેલા પણ જન્મ લઇ ચુકેલી છે.એટલા માટે ભવિષ્યમાં થતી ઘટનાઓના ભાસ તેમને પહેલાથી જ થઈ જાય છે. જો કે પાછલા જન્મના અહેસાસનો આ જન્મ સાથે કોઈ સંબંધ હોતો નથી. પરંતુ તેનો એવો મતલબ જરૂર છે કે જે રીતે તમારી આત્મા પહેલા જન્મ લઈ ચુકી છે, તે પ્રકારે તમે આગળ પણ જન્મ લેતા રહેશો.