તમારી લવલાઈફ બોરિંગ થઈ છે, તો આજથી શરૂ કરી દો આ કામ

તમારી લવલાઈફ બોરિંગ થઈ છે, તો આજથી શરૂ કરી દો આ કામ

જો તમે પ્રેમમાં છો અને પરિણીત છો, તો તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવાની બહુ જ જરૂર હોય છે. જો તમારી લાઈફ પ્રેમના મામલે બોરિંગ થતી નજરે આવી રહી છે, તો તેમાં માત્ર ને માત્ર તમારી ભૂલ છે. તો આજે જાણી લો કે એવી કઈ રીત અપનાવીને તમે તમારી બોરિંગ લાઈફને રોમાંચક બનાવી શકો છો.

જો તમારા જૂના પ્રેમને ફરીથી જગાવવા માંગો છો, જે ક્યાંક ગાયબ થઈ ગયો છે, તો તમારે દિવસમા એકવાર કમસે કમ તમારા પાર્ટનરને ટાઈટ હગ કરવાની જરૂર છે. આવું કરવાથી હેપ્પીનેસ હોર્મોન્સ બહાર આવે છે. તમારી લવ લાઈફમાં વધુ પોતીકુપણાનો અહેસાસ થશે.

જો તમે એક્સરસાઈઝ કરો છો, તો તે બહુ જ સારી બાબત છે. જો તમે તમારા પાર્ટનરની સાથે એક્સરસાઈઝમાં જાઓ છો તો એક અલગ જ વાત છે. આવું કરવાથી તમારા બંનેની નજદીકી વધતી જશે. તેથી તમારે સાથે એક્સરસાઈઝ કરવી જોઈએ.તમારા નોકરીના વર્કિગ અવર્સ અલગ અલગ છે, તો પ્રયાસ કરવો જોઈએ કે તમે મહિનામાં ઓછામાં ઓછા 7 દિવસ સાથે સૂઈ જાઓ. આ રીતે, તમને એકબીજાની આંખમાં આંખ પરોવવાનો સમય મળી જાય છે.
તમને જ્યારે પણ મોકો મળે ત્યારે તમારા પાર્ટનરનો હાથ પકડો. આવું કરવાથી એક સ્ટ્રોંગ ફીલિંગ આવે છે. હાથ પકડવાથી તમારો સંબંધ મજબૂત બને છે. હાથ પકડવાથી સંબંધ મજબૂત થાય છે. તમારે ચાલતા સમયે કે રેસ્ટોરન્ટમાં ચા પીતા સમયે એકબીજાનો હાથ જરૂર પકડવો જોઈએ.

તમારે રિલેશન મજબૂત કરવા હંમેશા તમારા પાર્ટનરનો અભિનંદન માનતા રહેવું જોઈએ. તેનાથી તેને લાગશે કે તમને તેની કદર છે, અને તે બહુ જ લગાવ છે. આનાથી તમારો પ્રેમ મજબૂત થશે.તમારે એક આદત રાખવી કે, તમે જ્યારે તમારા પાર્ટનરની પાસે છો, તો તમારો મોબાઈલ ફોન બંધ રાખવો જોઈએ. તેનાથી તમે એકબીજામાં ખોવાઈ શકો છો. અનેકવાર એવું થાય છે કે, તમને એકબીજા સાથે મળવાનો મોકો મળે છે, પણ તમે હમેશા તમારા ફોનમાં બિઝી રહો છો.

તમારે તમારા પાર્ટનરની સાથે થોડું હસી લેવું જોઈએ. તેના માટે તમારે સાથે બેસીને કોઈ કોમેડી ફિલ્મ જોઈ લેવાની.જો તમને તમારા પાર્ટનર સાથે વધુ રહેવાનો મોકો નથી મળતો, તો પણ સપ્તાહમાં એકવાર તો સેક્સ જરૂર કરવું જોઈએ. તેનાથી તમારો સંબંધ મજબૂત થશે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *