તમારા ઘરમાં આ 2 ઝાડ એકસાથે લગાવશો તો અઢળક પૈસો આવશે વાસ્તુશાસ્ત્ર પ્રમાણે નજીકમાં હોવા જોઈએ આ ઝાડ

વાસ્તુશાસ્ત્રમાં ઘરની સાથે જોડાયેલી દરેક વસ્તુઓ અંગે એક ખાસ દિશા નિર્દેશ કરવામાં આવ્યો છે તે અનુસાર તમામ વસ્તુઓને ગોઠવીએ તો ક્યારેય ઘરમાં વાસ્તુદોષ લાગતો નથી. પછી ભલે તે ઘરમાં રહેલુ રસોડુ હોય કે પછી પૂજા સ્થાન, બેડરૂમ હોય કે પછી ડ્રોઈંગ રૂમ. આ જ રીતે ઘરમાં કેવા ફૂલ છોડ લગાવવા જોઈએ તે અંગે પણ ખાસ માહિતી આપવામાં આવી છે. જો ઘરમાં તે મુજબ વૃક્ષ કે પછી ફૂલ છોડ વાવીએ તો ઘરમાં ખુશીઓ છવાયેલી રહે છે. ઘરમાં ક્યાં સ્થાને ક્યા છોડ લગાવવા આઓ જાણીએ.
આંગણામાં આવા છોડ કે વૃક્ષ વાવો
કેટલાક વૃક્ષ એવા હોય જેને ઘરમાં લગાવી શકાય. દાડમ, નારિયેળ, આસોપાલવ, ગુલાબ, ચમેલી, કેસર અને ચંપાનો છોડ શુભ ફળ આપનારા હોય છે. તો જાંબૂ, કેળા, પીપળો, બાવળ તેમજ કાંટાવાળા વૃક્ષો આંગણામાં લગાવવા ન જોઈએ.
બાલ્કની અને મુખ્ય દ્વાર પર આવા છોડ લગાવો
જો તમે પ્રગતિ ઇચ્છતા હો તો મુખ્ય દરવાજે કે બાલ્કનીમાં વેલ લગાવી શકો છો. પણ એ વાતનું ખાસ ધ્યાન રાખવુ કે કમ્પાઉન્ડની દીવાલથી ઉંચી વેલો ન જવી જોઈએ. આવુ થાય તો સફળતામાં બાધાઓ આવે છે.
તુલસીના છોડ માટે આ દિશા છે યોગ્ય
તુલસીના છોડને ઘરની ઉત્તર કે પૂર્વ દિશામાં રાખવા જોઈએ. આ દિશામાં રાખવાથી તુલસીનો છોડ ઘરમાં પ્રગતિ લાવે છે.
આ વૃક્ષોને ક્યારેય ઘરમાં ન લગાવો
પીપળો કે વડના ઝાડને ક્યારેય ઘરમાં ન લગાવો. વાસ્તુના હિસાબે આ ઝાડ મંદિર કે ઘરની બહાર જ યોગ્ય છે. ઘરના આંગણે કે કુંડાઓમાં પણ આવા ઝાડ લગાવવાથી અપશુકન થાય છે.
ગુલાબ અંગે આ વાત જાણીલો
આમતો વાસ્તુશાસ્ત્ર અનુસાર કાંટાવાળા ફૂલ છોડને ઘરમાં વાવી ન શકાય પણ ગુલાબ અંગે તેમા અપવાદ છે. ગુલાબમાં કાંટાઓ હોવા છતાં લક્ષ્મીજીને ખુબજ પ્રિય છે સાથે સાથે આ છોડથી વાતાવરણમાં એક ખાસ પ્રકારની એનર્જીનું સંચારણ થાય છે. નિયમિત રીતે શુક્રવારે માતા લક્ષ્મીજીને ગુલાબ અર્પણ કરવાથી માતાની કૃપા પ્રાપ્ત થાય છે અને સમૃદ્ધિ આવે છે.