તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારના 5 બાળકોના મોતથી અરેરાટી, પરિવાર શોકમાં ગરકાવ

Posted by

રાજસ્થાનના ચિત્તોડગઢ માં નહાવા પડેલા એક જ પરિવારના પાંચ બાળકોના મૃત્યુ થી પુરા પરિવાર માં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

જાણકારી અનુસાર એક જ પરિવારના બાળકો ચિત્તોડગઢ માં આવેલા એક તળાવમાં રમત-રમતમાં નહાવા પડેલા ત્યારબાદ એ તળાવમાં એક સાથે દમ તોડતાં પુરા પરિવાર માં શોકનો માહોલ ફેલાઈ ગયો છે.

ચિત્તોડગઢના એક તળાવમાં ન્હાવા પડેલા એક જ પરિવારના પાંચ બાળકોના ડૂબી જવાથી મોત થતાં અરેરાટી વ્યાપી ગઈ છે.

તળાવમાં બાળકો ડૂબી ગયા હોવાના સમાચાર થોડીવારમાં જ સમગ્ર વિસ્તારમાં ફેલાઇ ગયા હતા અને ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.

ઉદયપુરના આઇજી હિંગલાજ દાને કહ્યું હતું કે,  આ એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે. વહીવટી તંત્ર પરિવારને શક્ય તેટલી મદદ આપશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *