તહેવારોની મજા બમણી કરી દેશે આ ડીશ, ઘરે જ બનાવો વોલનટ અને બેરી સ્ટફ્ડ દહીં વડા

તહેવારોની મજા બમણી કરી દેશે આ ડીશ, ઘરે જ બનાવો વોલનટ અને બેરી સ્ટફ્ડ દહીં વડા

દહી વડાને એક પ્લેટ ખાધા વિના તો ભારતીય તહેવારનું ભોજન અધૂરું લાગે. મીઠી, મસાલેદાર અને તીખી ચટણીઓ અને ક્રીમી દહીંથી ભરપૂર આ ઉત્તર ભારતીય એપેટાઇઝર અને નાસ્તાને સ્વાદનો ધમાકો કહી શકાય. તો આજે જાણી લો આ વોલનટ અને બેરી સ્ટફ્ડ દહીં વડા બનાવવાની રેસિપી અને ઘરે જ બનાવો-

સામગ્રી –

અડધો કપ અખરોટ ટોસ્ટેડ

2 ચમચી સમારેલી કોથમીર

2 લીલું મરચું

2 ચમચી ક્રાનબેરી અથવા કિસમિસ

મીઠું

1/4 ચમચી જીરું પાવડર

1 કપ સફેદ અડદની દાળ (ઓછામાં ઓછા 5 કલાક ધોઈને પલાળેલી)

આદુનો નાનો ટુકડો

તેલ તળવા માટે

દહીં (ભાવે તો મીઠું અને ખાંડવાળું દહીં)

રીત –

5 કલાક માટે પલાળીને રાખેલી દાળમાંથી તમામ પાણી કાઢી લો. હવે આ પલાળેલી દાળ, લીલા મરચાં અને આદુને મિક્સર ગ્રાઇન્ડરમાં પીસી લો, જેથી એક સારું ખીરું બની જશે. હવે આ ખીરાને ઓછામાં ઓછી 5 થી 7 મિનિટ સુધી હલાવો એટલે એમાં આથો આવે એવી રીતે હવા ભરાઈ જશે.

હવે પેનમાં થોડું તેલ લઈને ખીરાથી વડા બનાવો પછી એમાં અખરોટનું સ્ટફિંગ વચ્ચે મુકો અને ઉપર ફરીથી ખીરાથી ઢાંકી દો. વડા બંને બાજુએથી સરખી રીતે પાકી જાય એટલે એને તેલમાંથી બહાર કાઢી લો. વડા તૈયાર છે. તમારી પસંદગીની આમલી, લીલી ચટણી અથવા બીટરૂટની ચટણી સાથે અને દહીંમાં આ વડાને સર્વ કરો અને ઉપર અખરોટથી ગાર્નિશ કરો.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *