આજે હું આપને જણાવીશ કે રાત્રે સૂતી વખતે આટલા કામ કદી ન કરવા. આજકાલ સુવાની ક્રિયાને આપણે સાવ તકલાદી બનાવી દીધી છે. નીરોગી રહેવા માટે સુવાની પદ્ધતિ, જે ક્રિયા કરવાની હોય તે, અને ન કરવાની હોય તે ક્રિયાને આપણે જાણીએ તો સો વર્ષ સુધી આપણે દવાઓ વગર પણ જીવી શકીએ તેમ છીએ. મિત્રો સુતા પહેલાં ક્યારેય પણ હાથ-પગ અને મોં ગંદા ન રાખવા જોઈએ.
do not do before going sleeping
પગના તળિયા તથા હથેળી આપણા શરીરની તમામ ચેતાતંતુઓને સંઘરીને બેઠા છે. આ ચેતાતંતુઓ ની ક્રિયા શિલતા જાળવવી ખૂબ જ જરૂરી છે. રાત્રે ક્યારેય સુતા પહેલા ડુંગળી, લસણ જેવા પદાર્થોનું સેવન ન કરવું જોઈએ જો તેમ કરશો તો પેટમાં વાયુ વધશે અને મનના રોગો પણ જન્મશે. સુતા પહેલા ક્યારેય ફાસ્ટ ફૂડ, આમલીના પાણીવાળા પદાર્થો બીજા પિઝા જેવા ફાસ્ટ ફૂડ ક્યારેય ન ખાવા જોઈએ
જો આ ખાવાનું શરૂ રાખશો તો ઊંઘ પણ બગડશે સાથે સાથે લાંબા ગાળે કોલેસ્ટ્રોલ, હૃદયરોગના પેટના રોગ તથા મનના રોગો થવાની સંભાવના વધી જશે રાત્રે સુતા પહેલા મોબાઈલ ટીવી તથા ઉગ્રતા કે વ્યગ્રતા વધે તેવી કોઈ પણ વાતો પણ ન કરવી જોઈએ મોબાઈલ બંધ કરી આ તથા મનને સ્વસ્થ ઠંડા પાણીથી ધોઈ શાંતિથી સૂઈ જવું રાત્રે સૂતી વેળા અંધશ્રદ્ધા ભૂત-પ્રેત જેવી વાહિયાત વાતો અજાણી વાતો અજંપો થાય તેવી ચર્ચાઓ પણ ન કરવી તેના કારણે આપણી ઊંઘ વેરણ થઈ જાય છે અને આપણા વિચારો પણ વિહોમણાં થઈ જાય છે.
4
સૂતા પહેલા ક્યારેય ક્રોધ ન કરવો જોઈએ, અશબ્દો ન બોલવા જોઈએ, રાત્રે ભટક્યા ન કરવું, કોઈ પણ પ્રકારની ચદભડ ન કરવી, માથાકૂટ ન કરવી, તૃષ્ણા રાખીને સૂવાનો પ્રયત્ન ન કરવો, અનર્થ સર્જાય તેવા વિચારો પણ ન કરવા જોઈએ.
do not do before going sleeping
મિત્રો સુતા પહેલા ક્યારેય પણ ઈશ્વરનું સ્મરણ ભૂલવાનું નથી. જો ઈશ્વરનું સ્મરણ આપણે ભૂલી જઈશું તો આપણે અપરાધી ગણાશું. મિત્રો આજે અમે આપને જેટલા કારણો બતાવ્યા છે તે સૂતી વેળા ક્યારેય પણ કરવા ન જોઈએ તેથી આપણને સારી ઊંઘ પણ આવશે તો સારી ઊંઘ આવશે તો આપણા શરીરના અનેક રોગો પણ આપણાથી દૂર રહેશે અને આખો દિવસ આપણો નિરાળો અને આનંદમય પસાર થશે. ધન્યવાદ.
નોંધ: આયુર્વેદિક સ્વાસ્થ્ય ની માહિતી આયુર્વેદ ના અધિકૃત પુસ્તકો અને આયુર્વેદ ક્ષેત્રમાં અમારા પૂર્વજોના વંશપરંપરાગત વર્ષોના અનુભવો ના સારી રીતે અભ્યાસ કર્યા પછી આપવામાં આવેલ છે. કોઈ પણ પ્રયોગ નિષ્ણાત વૈદ્ય ની સલાહ મુજબ જ કરવા હિતાવહ છે. કોઈપણ પ્રયોગ વૈદ્યની સલાહ વગર જાતે કરવા નહીં.