સૂર્યાસ્ત પછી પાડોશીને આ 3 વસ્તુ ભૂલથી પણ ન આપતા કંગાળ થઈ જશો || ઘરમાં બરબાદી આવશે

Posted by

ઘણી વાર આપણે આજુબાજુમાં કંઇક ને કંઇક વસ્તુની આપ લે કરતા હોઈએ છીએ. દરેક ધર્મની પોત પોતાની વિશેષતાઓ હોય છે. ધાર્મિક માન્યતાઓ મુજબ દાન કરવું શુભ માનવામાં આવે છે. સામાન્ય રીતે આપણે ત્યાં એક કહેવત છે કે પહેલો સગો પાડોશી હોય છે. પરંતુ જો તમારા પાડોશી સૂર્યાસ્ત પછી તમારી પાસે કોઈ એવી વસ્તુ માંગે તો ખાસ ધ્યાનમાં રાખવી આ બાબતો..

આજે અમે તમને એવી વસ્તુ વિશે જણાવીશું જે 5 વસ્તુમાંથી કોઈ પણ 1 વસ્તુ માંગે છે તો તમારે ભૂલથી પણ ન આપવી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ કે આ 5 માંથી કોઈ પણ એક ચીજ સૂર્યાસ્ત પછી પાડોશીને આપો છો તો તમે કંગાળ થવાની રાહ પર જઈ રહ્યા છો. તો ચાલો જાણી લઈએ એ ૫ વસ્તુઓ વિશે..

માતા લક્ષ્‍‍મીને ધનની દેવી માનવામાં આવે છે. સૂર્યાસ્તના સમયે તમે કોઈ વ્યક્તિને ધન કે રૂપિયા આપો છો તો તેનો અર્થ એવો થાય છે કે તમે દેવી લક્ષ્‍‍મી ને તમારા ઘરેથી વિદાય આપી રહ્યા હોય. આવું કરવાથી તમારા ઘર માંથી લક્ષ્‍‍મીજી નારાજ થઈને ચાલી જાય છે અને સાથે તમારું નુકશાન થવાનું શરૂ થઇ જાય છે. એટલા માટે આ કામ ક્યારેય ન કરવું.

દૂધ :- દૂધનો સંબંધ પણ માતા લક્ષ્‍‍મી અને ભગવાન વિષ્ણુની સાથે જોડાયેલો છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે સૂર્યાસ્ત પછી કોઈને દૂધ આપો છો અથવા તો દૂધ માંગવા આવે અને તમે એને દૂધ આપો છો તો માતા લક્ષ્‍‍મી તમારાથી નારાજ થઇ જાય છે અને સાથે તમારા ઘરમાંથી બરકત પણ ઘટવા લાગે છે.

દહીં :- જ્યોતિષ મુજબ દહીંનો સંબંધ શુક્રની સાથે જોડાયેલો હોય છે. દહીંથી વ્યક્તિના સુખ અને વૈભવની પ્રાપ્તિ થાય છે, પરંતુ જો તમે સૂર્યાસ્ત બાદ કોઈને પણ દહીં આપો છો તો તમારા સુખ અને વૈભવમાં નુકશાન થવ લાગે છે. માટે તમારે આ કામ ન કરવું યોગ્ય છે.

હળદર :- જ્યોતિષમાં હળદરનો સંબંધ ગુરુના ગ્રહ સાથે માનવામાં આવે છે. આ માટે સૂર્યાસ્ત બાદ કોઈ પણ વ્યક્તિને હળદર આપવાની મનાઈ કરવામાં આવી છે. હળદર આપવાથી ગુરુ નબળો બને છે. હળદર આપવાથી વ્યક્તિ પાસે ધન અને વૈભવની સ્થિતિ ઘટવા લાગે છે. દરેક ઘરમાં સામાન્ય રીતે હંમેશા વપરાતા લસણ અને ડુંગળીને પણ સૂર્યાસ્ત પછી કોઈને ન આપવા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *