સૂર્યાસ્ત બાદ ભુલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો લક્ષ્મીજી થાય છે નારાજ.

સૂર્યાસ્ત બાદ ભુલથી પણ આ વસ્તુઓનું દાન ન કરો લક્ષ્મીજી થાય છે નારાજ.

ભારતીય પરંપરામાં દાનનું ખાસ મહત્વ ગણાવવામાં આવ્યું છે. દાન કરવાથી ફક્ત ભગવાન જ ખુશ રહે છે એવું નથી પણ ગરીબોનું પણ ભલું કરવાનો આનંદ મળે છે. દાન કરવાની પરંપરા અને તેની પાછળનો ભાવ માણસને એક પવિત્ર પથ તરફ લઈ જાય છે.

વાસ્તુ અનુસાર કેટલીક ચીજોનું દાન કરવાનું સારું માનવામાં આવે છે. ખાસ કરીને સૂર્યાસ્ત એટલે કે સૂરજ ડૂબ્યા બાદ કેટલીક ચીજોને ભૂલથી પણ કોઈની મદદ માટે દાન કરવી નહીં. જો તમે મદદ ભાવ સાથે પણ આ કામ કરો છો તો તમારું નુકસાન થઈ શકે છે અને સાથે જ તમે કંગાળ પણ બની શકો છો. જાણો સૂર્યાસ્ત બાદ કયા 8 કામ ન કરવા જોઈએ.

ઉધાર લેવા અને આપવાથી બચો

વાસ્તુ અનુસાર સાંજના સમયે ન તો કોઈને ઉધાર આપો અને ન તો કોઈની પાસેથી ઉધાર લો. આમ કરવાથી તમે વધારે કંગાળ બની શકો છો. માનવામાં આવે છે કે તેમ કરવાથી નેગેટિવ ઉર્જા તમારા સુધી પહોંચી શકે છે. તો આજથી જ તમે તમારી આ આદતને બદલી લો તે જરૂરી છે.

કોઈને હળદર આપવાનું ટાળો

સાંજના સમયે ક્યારેય કોઈને હળદર આપવી નહીં. માન્યતા અનુસાર તેનાથી ગુરુ નબળો થાય છે. તેનાથી ઘરમાં બરકત રહેતી નથી અને ધનમાં ખામી આવે છે. જો ઘરમાં સમૃદ્ધિ ઈચ્છો છો તો તમે હળદરને સંધ્યા સમયે ઘરની બહાર કાઢવાનું ટાળો.

દૂધ આપવાથી રૂઠે છે લક્ષ્મી દેવી

પ્રાચીન સમયથી માનવામાં આવે છે કે ચંદ્રમા અને સૂર્ય તથા દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો દૂધની સાથે ખાસ સંબંદ છે. એવામાં સંધિ કાળ એટલે કે સંધ્યા સમયે દૂધનું દાન કરવાથી ઘરમાંથી સમૃદ્ધ બહાર જાય છે. તેના સિવાય સાંજના સમયે ક્યારેય દહીં પણ આપવું કે લેવું નહીં. તેનાથી તમે ઝડપથી કંગાળ બની શકો છો. તો આજથી આ આદતમાં ફેરફાર કરી લો તે તમારા માટે લાભદાયી રહેશે.

અન્યની ઘડિયાળ ન પહેરો

ઘડિયાળ વ્યક્તિના સારા અને ખરાબ સમય સાથે જોડાયેલી રહે છે. માન્યતા છે કે કોઈ સૂર્યાસ્ત બાદ કોઈને પોતાની ઘડિયાળ આપે છે તો ક્યારેય ભૂલથી પણ સ્વીકારશો નહીં અને સાથે જ તમે પણ કોઈને સાંજના સમયે ઘડિયાળ આપવાનું ટાળો તે જ યોગ્ય છે.

વાસી ભોજન ન આપો

એક માન્યતા અનુસાર ભૂખ્યા વ્યક્તિને ભોજન કરાવવાથી પુણ્ય મળે છે. પરંતુ ભૂખ્યા વ્યક્તિને ખાવાનું તમે દિવસના કોઈ પણ સમયે કરાવો. સાંજ એટલે કે સંધ્યા સમયે સૂર્યાસ્ત બાદ તમે વાસી ભોજનને પણ દાનમાં આપવાનું ટાળો. આમ કરવાથી તમને પાપ લાગી શકે છે.

મીઠું ન આપો

જો સૂર્યાસ્ત બાદ કોઈ વ્યક્તિ તમારી પાસે મીઠું માંગે છે તો તમે તેને આપવાનું ટાળો. મીઠાનો સંબંધ ઘરની લક્ષ્મી સાથે હોય છે. માન્યતા છે કે સૂર્યાસ્ત બાદ મીઠું આપવાથી ઘરમાં ધનની ખામી આવે છે. મોટાભાગે કરિયાણા વાળા પણ સાંજના સમયે મીઠું વેચવાનું ટાળતા હોય છે.

દાન કરવાનું ટાળો

તમે દિવસમાં ગમે ત્યારે દાન કરી શકો છો. પરંતુ સૂર્યાસ્ત બાદ કોઈને રૂપિયા દાનમાં ન આપો. આમ કરવાથી દેવી લક્ષ્મીની કૃપા તમારા પર રહેતી નથી. સાથે ઘરમાં તંગી અને ગરીબી પણ કાયમ રહે છે.

ડુંગળી અને લસણ આપવાથી બચો

ડુંગળી અને લસણનો સંબંધ રાહુ અને કેતુ ગ્રહ સાથે જોવા મળે છે. તેને ઉપરની તાકાતનો સ્વામી માનવામાં આવે છે. કહેવાય છે કે કેતુ ગ્રહના અંદર જાદુ ટોના આવે છે. આ માટે સૂર્યાસ્ત બાદ તેનું આદાન પ્રદાન સારું માનવામાં આવતું નથી.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *