સુર્યદેવની કૃપાથી આ રાશીના જાતકોને મળશે ખુશી, ચારે બાજુથી ખુલશે પ્રગતિના દરવાજા

સુર્યદેવની કૃપાથી આ રાશીના જાતકોને મળશે ખુશી, ચારે બાજુથી ખુલશે પ્રગતિના દરવાજા

મેષ રાશિ : આજે કોઈ નજીકના સંબંધી સાથે મિલકત સંબંધી બાબત ઉપર ગંભીર અને લાભદાયક વિચારવિમર્શ થશે, યોગ્ય નિર્ણય લઈ શકો છો. જરૂરિયાતવાળા વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવી પડશે આવું કરવાથી તમને શાંતિ મળશે. જૂની નકારાત્મક વાતો તમારી આજ પર હાવી ન થવા દેવી. તમારા વ્યવહારને સકારાત્મક બનાવી રાખી અને મેડિટેશન કરવું. બાળકો સાથે મિત્રતા ભર્યો વ્યવહાર રાખવો તેમજ તેની સાથે થોડો સમય પસાર કરવો. કોઈ રાજનૈતિક અનુભવી માણસની સલાહ અને મદદ તમારા વેપાર ધંધાને નવી દિશા આપશે. ફાયદાકારક કોન્ટ્રાક મળી શકે છે. તમારી ઉપર કામનું ભારણ વધારે રહેશે. ઓફિસમાં ચાલી રહેલી રાજનીતિથી પોતાની જાતને દૂર રાખવી. લગ્ન સંબંધો મધુર રહેશે. સંબંધોમાં પ્રગાઢતા બની રહેશે.

વૃષભ રાશિ : પાછલા કેટલાક સમયથી ચાલી આવી રહેલી તમારી મહેનતના અપ્રત્યક્ષ લાભ જોવા મળશે. કોઈ પારિવારિક આ સમસ્યાનું તમારી હાજરી અને સલાહ દ્વારા યોગ્ય સમાધાન મળશે. વિદ્યાર્થીઓનું ધ્યાન નવી નવી જાણકારીઓ મેળવવામાં લાગશે. આ સમયે સંબંધીઓ સાથે થોડા વાદ-વિવાદ ઉભા થઇ શકે છે પરંતુ બધી સમસ્યાઓનું સમાધાન વ્યવહારકુશળ રીતે કરવું. ગુસ્સા અને આવેશથી પરિસ્થિતિ વધારે બગડી શકે છે. કામના ક્ષેત્રમાં સુધારો કરવા માટે વધારે મનન અને ચિંતન કરવાની જરૂર છે. પબ્લિક ડિલિંગ અને મીડિયા સાથે જોડાયેલા કામમાં વધારેમાં વધારે ધ્યાન આપવું. આ કામમાં સારો ફાયદો મળવાની આશા છે. યુવાનો માટે રોજગારના ઉચિત અવસર બની રહ્યા છે. કેટલી પારિવારિક જવાબદારી તમારી ઉપર આવી શકે છે તમે તેને સારી રીતે પૂરી કરવા માટે સક્ષમ રહેશો.

મિથુન રાશિ : આજના દિવસની શરૂઆત શાંતિ ભરેલી રહેશે. ફોન દ્વારા શુભ સમાચાર મળવાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. કેટલીક નવી ટેક્નિકનો ઉપયોગ કરીને તમે તમારા કામને આગળ વધારશો. ધાર્મિક ગતિવિધિઓ તરફ તમારો રસ રહેશે. તમારી કાર્યશૈલી અને યોજનાઓને તમારે વ્યવસ્થિત બનાવી રાખવી. બીજાની સલાહ તમને ભ્રમિત કરી શકે છે. ક્યારેક ક્યારેક એવો ભ્રમ થશે કે ભાગ્ય તમારો સાથ નથી આપી રહ્યું. તમારો આત્મવિશ્વાસ બનાવી રાખવો. તમને તમારી મહેનતનું ઉચિત પરિણામ મળી શકે છે. આ સમયે તમારી વસતા વધી શકે છે પરંતુ સાથે જ આર્થિક સ્થિતિ સારી રહેવાથી ખુશી અને આત્મવિશ્વાસ બની રહેશે. ઓફિસમાં બિનજરૂરી વાતોમાં કોઈ સાથે વાદ-વિવાદ ન કરવો. પતિ-પત્ની એકબીજાની ભાવનાઓને સમજવી અને સન્માન કરવો તેનાથી ઘરની વ્યવસ્થા ઉચિત બની રહેશે.

કર્ક રાશિ : ઘર તેમજ પરિવાર બંને જગ્યાએ વ્યવસ્થા ઉચિત બની રહેશે. આ સમયે આર્થિક સ્થિતિ વધારે સારી રહેશે. ઘરમાં પ્રત્યે તમે તમે પૂરી રીતે સમર્પિત રહેશો ભાગ્ય અને તમારી જાત તમને પૂરો સહયોગ આપશે. તમારા પિતરાઇ ભાઇ બહેનો સાથેના સંબંધો વધારે સંભાળવાની જરૂર છે. કારણ વગર મતભેદની સ્થિતિ બની શકે છે. કોઈ નજીકના સંબંધીની આર્થિક મદદ કરવાને લીધે તમને થોડી આર્થિક તંગી રહી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી એકાગ્રતા અને હાજરીનો વાતાવરણ અનુશાસિત બની રહેશે. પાછલા કેટલાક સમયથી કામ કરી રહેલી મહિલાઓ માટે ગ્રહોની અનુકૂળ સ્થિતિ બનેલી છે. સરકારી ગતિ વિધિઓમા તમને વધારે ફાયદો મળવાની સંભાવના છે. તમારા કામમાં જીવનસાથી તેમજ પરિવારના લોકો તમને પૂરો સહયોગ આપશે પરંતુ વિપરિત લિંગના મિત્ર સાથે વધારે મેલ મુલાકાત તમારી છાપને ખરાબ કરી શકે છે.

સિંહ રાશિ : તમારી મુશ્કેલીમાં નજીકના સંબંધીઓનો સહયોગ તમારા મનોબળને બનાવી રાખશે. માનસિક તણાવમાંથી તમે રાહત મેળવી શકશો. પરિવારના કોઈ સભ્ય માટે લગ્ન સંબંધી સારો પ્રસ્તાવ આવી શકે છે. કેટલાક કામ બનતા બનતા વચ્ચે અટકી શકે છે તેને લીધે તમારી એકાગ્રતા અભાવ જોવા મળશે. ખોટી પ્રવૃત્તિના લોકો સાથે સંપર્કમાં ન રહેવું. આ સમયે બિનજરૂરી ખર્ચાથી બચવું. વેપારમાં મહત્વપૂર્ણ કામનો પાયો રાખવા માટે આજનો દિવસ ખૂબ જ ઉત્તમ છે. કામના સ્થળ ઉપર શાંતિપૂર્ણ વાતાવરણ બની રહેશે. તમારે તમારે કામ ની ગોળી દે ને વધારે સારી બનાવવાના પ્રયત્નો કરવા. ઓફિસનું કામ નિયત સમય ઉપર પુરા કરવાના પ્રયત્નો કરવા. પ્રેમ જીવન સુખદ રહેશે તેમજ પારિવારિક વાતાવરણ સૌહાર્દ પૂર્ણ બની રહેશે.

કન્યા રાશિ : તમારૂ ધ્યાન બિનજરૂરી ગતિવિધિઓમાંથી હટાવીને તમારા કામ ઉપર કેન્દ્રિત રાખવું. ઘરની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખવાના પ્રયત્નો કરવા. વિદ્યાર્થીઓને આજે ઉચ્ચ અભ્યાસના ઉચિત પરિણામ મળશે. આ સમયે આવાગમન સબંધી કામમાં કોઈ અભાવ રહી શકે છે. ક્યારેક નાની નાની વાતોને લઈને મન વિચલિત થઈ શકે છે. તમારા મનની સ્થિતિને નિયંત્રણમાં રાખવી. થોડો સમય રચનાત્મક ગતિવિધિઓમાં આપવો જરૂરી છે. વ્યસ્તતા વાળો દિવસ રહેશે. તમને તમારી મહેનતનું ઉચિત પરિણામ મળશે. જો કોઈ ભાગીદારી કરવાનું વિચારી રહ્યા હોય તો તરત જ તેના પર કામ કરવું. નોકરી કરતા લોકો માટે મહત્વપૂર્ણ ઉપલબ્ધિ બની રહી છે. પારિવારીક તેમજ વ્યવસાયિક કામમાં સંબંધોને ઉચિત બનાવી રાખવા. તેનાથી ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે.

તુલા રાશિ : આજે કોઈ ખાસ કામ કરવા માટે સમય અનુકૂળ છે. થોડો સમય તમારા વડીલો તથા વરિષ્ઠ વ્યક્તિઓ સાથે પસાર કરવો જરૂરી છે. તેના અનુભવોને આત્મસાત કરવાથી તમને નવી દિશા મળશે. બાળકો તરફથી સંતોષજનક સમાચાર સાંભળવા મળશે. નાની મોટી પરેશાની રહેવા છતાં તમારા બધા કામ પૂરા થતા જશે માત્ર તમારી અંદર ધીરજ બનાવી રાખવી. ધ્યાન રાખવું કે કોઈ બહારના વ્યક્તિ ને કારણે તમારા ઘરની શાંતિ ભંગ ન થાય. આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. તમારા વ્યવસાયની એડવર્ટાઇઝમેન્ટ કરવા માટે ધ્યાન આપવું. આ સમયે વ્યવસાય સાથે જોડાયેલી ગતિવિધિઓમાં વધારે રોકાણ થવાની સંભાવના છે. પેમેન્ટ સાથે જોડાયેલી લેવડદેવડ કરતા સમયે સાવધાની રાખવી. પારિવારિક જીવન સુખદ રહેશે. પ્રેમ સંબંધોમાં નજીક બની રહેશે.

વૃષીક રાશિ : દિવસ ખૂબ જ સંતોષજનક રીતે પસાર થશે. તમારા આત્મવિશ્વાસથી તમારા વિરોધીઓ હારી જશે. નજીકના સંબંધીઓ અને મિત્રો સાથે મેળ-મિલાપ અને વાર્તાલાપ ચાલુ રહેશે. ભેટનું આદાન-પ્રદાન થશે પરંતુ મહત્વના કામને અવગણવા નહીં. તેને કારણે તમને આર્થિક નુકસાન થઈ શકે છે. દેખાવ જેવી પ્રવૃત્તિથી દૂર રહેવું. ધ્યાન રાખવું કે કોઈ લાભદાયક ચાન્સ હાથમાંથી નીકળી શકે છે. કોઈ કંપની સાથે વ્યવસાયિક રીતે જોડાવવાની નીતિ સફળ રહેશે. તમારા કોઈ ટાર્ગેટ પૂરા થવાથી આર્થિક સ્થિતિ વધારે સારી બનશે. માત્ર તમારા પ્રયત્નોને વધારે બલ આપવાની જરૂર છે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. બાળકો તરફથી સંતોષજનક સ્થિતિ રહેવાથી શાંતિનો અનુભવ કરશો.

ધન રાશિ : પાછલા કેટલાક સમયથી નજીકના સંબંધીઓ સાથે ચાલી રહેલી ગેરસમજણનો ઉકેલ આવશે. તેમજ એકબીજા સાથેના સંબંધોમાં મધુરતા આવશે. પારિવારિક ગતિવિધિઓમાં વ્યસ્તતા બની રહેશે. સામાજિક વિસ્તારમાં વધારો થશે. તમારી માનસિક સ્થિતિને સકારાત્મક બનાવી રાખવી. સમજ્યા વિચાર્યા વગર કોઈપણ જગ્યાએ રોકાણ ન કરવું કારણ કે આ સમય આર્થિક દ્રષ્ટિએ વધારે અનુકૂળ નથી. યુવાનોએ પ્રેમ પ્રસંગોમાં પડી પડીને પોતાના અભ્યાસ અને કારકિર્દી સાથે કોઈ સમાધાન ન કરવું. આજે તેજી અને મંદી તેમજ શેરબજાર સાથે જોડાયા કામમાં ભૂલથી પણ પૈસાનું રોકાણ ન કરવું. કાર્યક્ષેત્રમાં તમારા કર્મચારીઓની સલાહ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. તેનું ઉચિત યોગદાન તમારા વ્યવસાયના કામમાં મદદ કરશે. પતિ-પત્ની વચ્ચે ખાટી-મીઠી નોકજોક રહેશે. અચાનક જ કોઇ નજીકના સંબંધી આગમન થવાથી ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

મકર રાશિ : કોઈ ધાર્મિક પ્રવૃત્તિના લોકોના સાંનિધ્યમાં રહેવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે. મહિલાઓ માટે આ દિવસ ખૂબ જ ઉત્તમ ફળદાયક છે. બધી પરિસ્થિતિનો સામનો હિંમત અને સાહસથી કરવો. તમારી મહત્વપૂર્ણ વસ્તુઓ અને દસ્તાવેજો સંભાળીને રાખવા નહીતર કોઈ તેનો ખોટો ઉપયોગ કરી શકે છે. થોડો સમય પોતાની જાત માટે કાઢવો પણ જરૂરી છે. તમારી ક્ષમતા કરતા વધારે કામ કરવાથી તેની અસર તમારા આરોગ્ય ઉપર પડી શકે છે. દૈનિક આવકમાં વધારો થશે પરંતુ આ સમયે મારી સાથે જોડાયેલ પ્રતિસ્પર્ધામાં તમારે ખૂબ જ વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. કોઈ પણ નિર્ણયો ખૂબ જ સમજી-વિચારીને અને સમજદારીથી લેવો જરૂરી છે. ઓફિસનું વાતાવરણ ઉચિત બની રહેશે. લગ્નજીવન સુખમય પસાર થશે. કોઈ પણ વિપરિત લિંગના મિત્ર સાથે મુલાકાત ખુશનુમા યાદ તાજી કરશે.

કુંભ રાશિ : કોઈ પણ વિષમ પરિસ્થિતિમાં તમે તમારી સમસ્યાનો ઉકેલ શોધવા માટે સક્ષમ રહેશો. લાંબા સમયથી ચાલી આવી રહેલી કોઈ ચિંતા માથે રાહત મળશે. સંપત્તિ સાથે જોડાયેલ વિવાદનો ઉકેલ કરવા માટે ઘરના કોઈ વડીલ સભ્યની સલાહ લેવી. જેથી તમને યોગ્ય સમાધાન મળે. બીજાની બાબતોમાં વધારે દખલગીરી ન કરવી તેનાથી તમારા માન-સન્માન ઉપર વાત આવી શકે છે. આવકની અપેક્ષાએ વધારે ખર્ચા રહેશે. બિનજરૂરી ખર્ચા તમને પરેશાન કરી શકે છે. કામના ક્ષેત્રે ઉતાર-ચઢાવ આવશે. આ સમયે કેટલાક લોકો તમારા માટે અડચણો ઊભી કરી શકે છે. પરંતુ કોઈ રાજનૈતિક અથવા તો પ્રભાવશાળી વ્યક્તિ દ્વારા સમસ્યાઓનુ સમાધાન મળશે. આજે તમારે કોઈ પણ નવી યોજનાને કાર્યનું રૂપ ન આપવું. પતિ-પત્નીમાં સહયોગાત્મક વ્યવહાર રહેશે. પ્રેમ સંબંધો માટે પરિવારના લોકોની સ્વીકૃતિ લેવા માટે ઉત્તમ સમય છે.

મીન રાશિ : આજે ગ્રહની સ્થિતિ ઉત્તમ બની રહી છે. નવી આશા સાથે દિવસની શરૂઆત થશે. કોઈપણ નજીકના સંબંધીની મદદ કરવાથી તેની સમસ્યાનું સમાધાન કરવામાં ખૂબ જ વધારે સમય પસાર થઇ જશે. પરંતુ તમારા કામને પ્રાથમિકતા આપવી. વધારે પડતી વ્યસ્તતાને લીધે પોતાના કામમાં અડચણો આવી શકે છે. પાડોશીઓ સાથે કોઈ પણ પ્રકારનો વાદવિવાદ ન કરવો. કામના સ્થળ ઉપર પાછલા કેટલાક સમયથી અટકેલા કામ આગળ વધી શકે છે. આ સમયે વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ બનશે અને તેને ફળીભૂત કરવા માટે યોગ્ય સમય છે. શેર બજાર તેજી-મંદી જેવા કામમાં પૈસા ન લગાવવા. પતી-પત્ની વચ્ચેના સબંધોમાં મધુરતા રહેશે પરંતુ પ્રેમ પ્રસંગોમાં એકબીજા પ્રત્યે વિશ્વાસ બનાવી રાખવો જરૂરી છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.