હિન્દૂ માન્યતાઓ અનુસાર અઠવાડિયાનો પ્રત્યેક દિવસ કોઇને કોઇ દેવતાને સમર્પિત હોય છે. રવિવારે સૂર્ય દેવતાની આરાધના કરવામાં આવે છે. રવિવારે સૂર્ય દેવને સમર્પિત કેટલાક વિશેષ મંત્રોનો જાપ કરવાથી બધી મનોકામનાઓ પૂર્ણ થાય છે. જાણો, કેટલાક એવા જ મંત્ર વિશે. રવિવારના દિવસે આ મંત્રોમાંથી જે પણ મંત્ર તમને સરળતાથી યાદ રહી શકે અને જેનું સાચુ ઉચ્ચારણ તમે કરી શકો તેના દ્વારા સૂર્યદેવની પૂજા કરો. સૂર્યદેવ તમારી મનોકામના પૂરી કરશે.
સૂર્યદેવના મંત્ર
1. ॐ घृणिं सूर्य्य: आदित्य:
2. ॐ ह्रीं ह्रीं सूर्याय सहस्रकिरणराय मनोवांछित फलम् देहि देहि स्वाहा.
3. ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पते, अनुकंपयेमां भक्त्या, गृहाणार्घय दिवाकर:
4. ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ
5. ॐ ह्रीं ह्रीं सूर्याय नमः
6. ॐ सूर्याय नम:
7. ॐ घृणि सूर्याय नम:
ઉલ્લેખનીય છે કે જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્ય એક પ્રભાવશાળી ગ્રહ માનવામાં આવે છે. એટલા માટે સૂર્યને ગ્રહોનો રાજા પણ કહેવામાં આવે છે. સૂર્ય ઊર્જા અને આત્માનું પરિબળ પણ છે. જે વ્યક્તિની જન્મ કુંડળીમાં સૂર્ય મજબૂત સ્થિતિમાં વિરાજમાન હોય છે અને શુભ ગ્રહો હોય છે એવા જાતક રાજાની સમાન હોય છે. સૂર્ય પ્રધાન વ્યક્તિના જીવનમાં ઉચ્ચ પદ અને માન સન્માન પ્રાપ્ત થાય છે.
રવિવારે કરો આ ઉપાય
– કેસરી રંગના વસ્ત્ર ધારણ કરો.
– સૂર્યદેવની ઉપાસના કરો. શક્ય હોય તો રવિવારે વ્રત રાખો.
– સૂર્યદેવ માટે ગોળ, લાલ પુષ્પ, તાંબા, ઘઉં વગેરેનું દાન કરો.
– સૂર્યની મજબૂતી માટે માણેક રત્ન પહેરો.
– એક મુખી રુદ્રાક્ષ ધારણ કરો.