સુરતના હીરા બુર્સમાં 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો, જાણો કેમ આ નિર્ણય લેવાયો?

સુરતના હીરા બુર્સમાં 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો, જાણો કેમ આ નિર્ણય લેવાયો?

અમેરિકાનું સંરક્ષણ મથક પેન્ટાગોન કરતાં પણ મોટી જગ્યા 66 લાખ સ્કે.ફૂટમાં આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. વર્ષના અંત સુધીમાં તેને શરુ કરી દેવા બુર્સની કમિટી દ્વારા તજવીજ હાથ ધરાઈ છે. આૃર્યની વાત એ છે કે, આ બુર્સમાં શુકન અને અપશુકનને લીધે 15 માળના 9 ટાવરમાંથી 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો છે. તેના સ્થાને વિશેષ ડમી નંબરનો માળ હશે. નંબર 13ને હીરા ઉદ્યોગના ઘણા લોકો અપશુકનિળાય માની તે માળ ઉપર ઓફિસ લેવા તૈયાર નહીં થતાં હોવાથી કમિટીએ આ નિર્ણય લીધો છે.

થોડા સમય પૂર્વ જ રાજ્યના મુખ્યમંત્રીએ શહેરમાં હાજરી દરમિયાન ખજોદ ડ્રીમ સિટી પ્રોજેક્ટ અંતર્ગત આકાર લઈ રહેલા સુરત ડાયમંડ બુર્સની ઓફિસની ઉડતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન બુર્સના વખાણ કરતાં જણાવ્યું હતું કે, ગુજરાત ઘણી બાબતો માટે પ્રખ્યાત છે. બુર્સ તૈયાર થયા બાદ તે દુનિયાની સૌથી મોટી કોર્પોરેટ ઓફિસ બનશે. સુરત અને ગુજરાતના ઉદ્યોગોને વેગ પુરો પાડશે. ગત અઠવાડિયા દરમિયાન જ કસ્ટમના અધિકારીઓ દ્વારા હીરાની સરળતાથી આયાત-નિકાસ થાય તે માટે કસ્ટમ હાઉસ તૈયાર કરવા પરવાનગી આપી છે. મુંબઈ કરતાં પણ ૩ ઘણું મોટું 25,૦૦૦ સ્કે.ફૂટમાં કસ્ટમ હાઉસ પણ આ બુર્સમાં તૈયાર થશે.

હવે પ્રોજેક્ટ પૂરો થવાનું કાઉન્ટ ડાઉન શરુ થઈ ગયું છે ત્યારે બુર્સ કમિટીના સભ્યોએ જણાવ્યું હતું કે, બુર્સની વધુ એક વિશેષતાં એ છે કે 15 માળના 09ટાવરમાં 13મો માળ જ કાઢી નાંખવામાં આવ્યો છે. બુર્સ સાથે સંકળાયેલા મથુર સવાણી અને દિનેશ નાવડિયા જણાવે છે કે, બુર્સમાં સૌને ડ્રો થી ઓફિસની ફાળવણી કરવામાં આવી છે. જોકે, ઘણાં ઉદ્યોગકારો 13માં માળે ઓફિસ લેવા ઈચ્છતાં ન હતા. એટલા માટે ખાસ સાઈનેજ(સંજ્ઞા) એક્સપર્ટની મદદથી ૧૨ પછી સીધો ૧૪માં માળનું સાઈન ગોઠવી દેવાયું છે. માળનો નંબર 13 નહીં હોય, તેના સ્થાને વિશેષ ડમી નંબર હશે. આમ, બુર્સમાંથી 13મો માળ કાઢી નાંખવામાં આવ્યો છે.

2000થી વધુને સ્ટાફ આખા બુર્સનું મેનેજમેન્ટ કરશે

4200 ઓફિસ ધરાવતું બુર્સ કાર્યરત થાય ત્યારે અંદાજે 1.80 થી 2 લાખ લોકો તેની રોજની મુલાકાત લેશે. તેવા સંજોગોમાં બુર્સના મેઈન્ટેનેન્સથી માંડીને સિક્યુરિટી અને સર્વેલન્સ સહિતની વિવિધ કામગીરીઓ માટે 2000થી વધુનો સ્ટાફ નિયુક્ત કરવામાં આવશે.

આઈ ટાવરનું સાઈનેજ પણ કાઢી નંખાયું

બુર્સમાં 9 ટાવર આવ્યા છે, જેને અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે નામ આપવામાં આવ્યા છે. જોકે, એ થી લઈને આઈ સુધીના 9 ટાવરને નામ આપવામાં આવ્યા હતા પરંતુ જ્યારે વધુ લોકો બુર્સના કેમ્પસમાં આવે ત્યારે સિક્યુરીટી ચેકિંગ બાદ કોમ્પ્યુટર જનરેટેડ પ્રિન્ટીથી એન્ટ્રી આપતાં આઈ મૂળાક્ષર એક જેવો વંચાતા આઈ મૂળાક્ષરનું સાઈનેજ કાઢીને જે મૂળાક્ષર આપવામાં આવ્યો છે.

bhumi pandya

Leave a Reply

Your email address will not be published.