સુરતના આ ગણેશજીની સામે કોહિનૂર પણ પડી જાય ફિક્કો, કિંમત જાણી આશ્ચર્યનો પાર નહીં રહે

સુરતના આ ગણેશજીની સામે કોહિનૂર પણ પડી જાય ફિક્કો, કિંમત જાણી આશ્ચર્યનો પાર નહીં રહે

ગણેશ ભક્તો માટે આજનો દિવસ ખૂબ જ મહત્વનો દિવસ છે. આજથી ગણેશ મહાપર્વનો પ્રારંભ થયો છે. પરંતુ શું તમે જાણો છો વિશ્વભરમાં સૌથી અમૂલ્ય ગણેશજીની સ્થાપના ક્યાં થાય છે. આપને જણાવી દઇએ કે, સુરતમાં હીરા વેપારીએ વિશ્વના સૌથી મોંઘા હીરામાં દેખાતા ગણેશજીની સ્થાપના ઘરે કરી છે. જેને વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે વિશ્વના સૌથી યુનિક ગણાવ્યા છે. આ બહુમૂલ્ય ગણેશજીની કિંમત 600 કરોડથી પણ વધુ બજારમાં આંકવામાં આવે છે. જેના દર્શન કરવા માટે અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદ માટેની ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષની કમલા હૅરિસે પણ મંગાવે છે.

અદભુત, અવિશ્વસનીય, અકલ્પનીય, આ શબ્દો તમારા મોઢામાંથી અવશ્ય નીકળી જશે, જ્યારે તમે સુરતના હીરા ઉદયીગપતિના પાસે વિશ્વના સૌથી દુર્લભ કહી શકાય એવા કર્મા ગણેશા જોશો. ગણેશજીની પ્રતિકૃતિ દેખાતા આ ગણેશ ડાયમંડને જોવા માટે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર કમલા પણ ઈચ્છા જાહેર કરી છે, તે પણ આ ગણેશજીના આશીર્વાદ લેવા માટે ઉત્સુક છે. દેશ-વિદેશના લોકો આ ઘરના ગણેશાથી આકર્ષિત થઇ જાય છે. હાલ 25 દેશોના મહત્વપૂર્ણ વ્યક્તિઓ પાસે આ ગણેશાની તસ્વીર છે. અમેરિકાના કેલિફોર્નિયામાં પણ મંદિરમાં આ તસવીરો મૂકવામાં આવી છે, જેને જોઈ અને આ ગણેશા વિશે સામઢી અમેરિકા ઉપરાષ્ટ્રપતિ પદની ઉમેદવાર ડેમૉક્રેટિક પક્ષની કમલા હૅરિસ દર્શન કરવા ઉત્સુક થઈ ગઈ છે. મૂળ ભારતીય કમલા ગણેશજીના દર્શન કરવાની ઇચ્છા દર્શાવી છે અને અનુકુળ સમયે કનુભાઈ આ ગણેશજીની તસવીર કમલા હેરિસને આપશે.

આજે ગણેશ ચતુર્થી છે અને હીરા નગરી વિશ્વના નજરે છે. કારણ કે વિશ્વના સૌથી મોંઘા ગણેશજીની સ્થાપના સુરતમાં કરવામાં આવી છે. સુરતના હીરા ઉદ્યોગપતિ કનુભાઈ અસોદરિયાએ વિશ્વના સૌથી મોંઘા માનવામાં આવતા ગણેશજીની સ્થાપના કરી છે. આ ગણેશ રફ ડાયમંડમાં જોવા મળે છે. દર વર્ષે તેઓ પોતાના નિવાસસ્થાને ગણેશ ચતુર્થીના પર્વ પર સ્થાપના કરતા હોય છે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં તેની કિંમત 600 કરોડથી પણ વધુ ગણાવવામાં આવે છે.


પરંતુ કનુભાઈ અસોદીયા ક્યારે પણ આ ગણેશજીની કિંમત બતાવતા નથી. કારણ કે, તેઓની માટે આ બહુમૂલ્ય છે. ગજાનનનું આ સ્વરૂપ સૂરતના હીરા વેપારી કનુ આસોદરિયા પરિવાર પાસે છે. આ ગણેશજીની મૂર્તિ રફ હીરાની છે. જેનુ વજન “182.3 કેરેટ” છે અને “36.5 ગ્રામની” છે. તમને જણાવી દઇએ કે, કોહિનૂર “105 કેરેટ”નો હીરો છે જ્યારે ગણપતિની પ્રતિમા “182 કેરેટ 53 સેન્ટની” છે. જે કોહિનૂર હીરા કરતાં પણ મોટું છે. પોતે વર્લ્ડ બુક ઓફ રેકોર્ડે આ હીરાને વિશ્વના સૌથી યુનિકનો દરજ્જો પણ આપ્યો છે.


જોકે આ વખતે બૉલીવુડના જાણીતા મ્યુઝિક ડાયરેક્ટર આનંદમ જે અનુપ ઝલોટા સંગીતકાર તેમની પાસે ખાસ ગણપતિની આરતી તૈયાર કરાવી હતી અને તે આરતી પણ આજે લોન્ચ કરી હતી. મયુરી અને ગૌરી નામની બે સિંગર દ્વારા આ આરતી ગાઈને ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી હતી.

admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *