સુરતની આ કંપની માત્ર 3500 રૂપિયા આપે છે એમેઝોન સાથે કામ કરવાની સુવર્ણ તક

Posted by

આજે અમે તમારા માટે એક શાનદાર બિઝનેસ આઈડિયા લઈને આવ્યા છીએ. આ લેખમાં અમે તમને જણાવીશું કે તમે કેવી રીતે માત્ર 3500 રૂપિયામાં તમારો પોતાનો બિઝનેસ સેટ કરી શકશો અને ઘરે બેઠા (વર્ક ફ્રોમ હોમ) આ બિઝનેસને ચલાવીને લાખો રૂપિયા કમાઈ શકો છો. તમારો આ બિઝનેસ એમેઝોન સાથે સંબંધિત છે. આ ધંધા માટે, તમારે ક્યાંયથી જથ્થાબંધ ઉત્પાદનો ખરીદવા કે વેચવાની જરૂર નથી. તમારે આ બિઝનેસમાં કંપનીની પ્રોડક્ટની હોમ ડીલિવરીનું ટેન્શન પણ લેવાની જરૂર નથી. સુરતની કંપની આ બધું કરશે. જો તમે આ ઓનલાઈન બિઝનેસ વિશે જાણતા ન હોવ તો પણ તમારે ટેન્શન લેવાની જરૂર નથી, આ કંપની તમને તમામ ટ્રેનિંગ આપવા જઈ રહી છે. અમે વાત કરી રહ્યા છીએ સુરતની FMCG અને મલ્ટિ પ્રોડક્ટ કંપની “શ્રુતિ બીઝ વિશે.”

સુરતની શ્રુતિ બિઝ નામની કંપની છે જે તમને બિઝનેસની મોટી તક આપી રહી છે. જો તમે પણ કોઈ ધંધો કરવાનો વિચાર કરી રહ્યા છો, તો આ લેખ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થવાનો છે. શ્રુતિ બિઝ કંપની તમારા માટે એક શાનદાર બિઝનેસ પ્લાન લઈને આવી છે. તમને કંપની દ્વારા તમામ તાલીમ આપવામાં આવશે અને તે પણ માત્ર રૂ.3500માં. થોડા જ દિવસોમાં તમે તમારો પોતાનો બિઝનેસ સેટ કરી શકશો.

શું છે શ્રુતિ બિઝ કંપનીનો માસ્ટર પ્લાન

• શ્રુતિ બિજ કંપની એક એવી કંપની છે જે ઘરગથ્થુ ઉત્પાદનોનું ઉત્પાદન અને વેચાણ કરે છે.

• આ કંપની તમને બિઝનેસ કરવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

• આ કંપનીમાં જોડાતાની સાથે જ તમને તમારા મોબાઈલ પર એક એપ દ્વારા શ્રુતિ બીઝ કંપનીની તમામ પ્રોડક્ટ લિસ્ટિંગ મળશે.

• આ બધી પ્રોડક્ટ્સ તમને ઓટોમેટિક એમેઝોન પર પણ સૂચિબદ્ધ કરીને આપવામાં આવશે.

• તમારે માત્ર આ પ્રોડક્ટ એમેઝોન પર વેચવાની છે.

• શ્રુતિ બિઝ કંપની તેના ઉત્પાદન માટે કિંમત નક્કી કરશે. તમારે આ કિંમતમાં તમારો નફો ઉમેરીને એમેઝોન પર વેચવાની રહેશે.

• તમારી પાસે ઓર્ડર આવતાની સાથે જ તમારે તે ઓર્ડરને શ્રુતિ બિઝ કંપનીની પેનલ પર સૂચિબદ્ધ કરવાનો રહેશે અને તે પ્રોડક્ટ માટે પહેલાં પોતે ચુકવણી કરવાની રહેશે.

• હવે તમામ કામ શ્રુતિ બિઝ કંપની દ્વારા કરવામાં આવશે.

• શ્રુતિ બિઝ કંપની તે પ્રોડક્ટને પેક કરશે અને હોમ ડિલિવરી દ્વારા ગ્રાહક સુધી પહોંચાડશે.

• ગ્રાહકને પ્રોડક્ટ મળતાંની સાથે જ એમેઝોન પરથી પ્રોડક્ટના રૂપિયા તમારા બેંક ખાતામાં આવી જશે. તમને તમારો નફો મળશે.

શ્રુતિ બિઝ કંપનીમાં જોડાવાના ફાયદા

• કંપની તમને માત્ર રૂ.3500માં શ્રેષ્ઠ વ્યવસાયની તક આપી રહી છે.

• તમારે માત્ર એક નોંધણી કરાવવી પડશે અને તમારો એમેઝોન પર એક ઓનલાઈન સ્ટોર બની જશે .

• તમારે પ્રોડક્ટ ખરીદવાનું અને તેને ગ્રાહક સુધી પહોંચાડવાનું ટેન્શન લેવાની જરૂર નથી. કંપની તમામ કામ કરશે.

• જો તમે ઓનલાઈન બિઝનેસ વિશે નથી જાણતા, તો કંપની તમને તેની ટ્રેનિંગ આપશે.

• શ્રુતિ બિઝ કંપની સિવાય, તમે તમારા એમેઝોન સ્ટોર પર અન્ય ઘણી પ્રોડક્ટ્સ વેચી શકો છો.

• કંપનીના તમામ ઉત્પાદનો સ્થાનિક છે, જે એમેઝોન પર સૌથી વધુ વેચાય છે.

• તમારે તમારા બિઝનેસની નોંધણી કરાવવી પડશે. અને ટ્રેડ લાયસન્સ જેવા બીજા અમુક લાયસન્સ લેવાના રહે છે. જેમાં કંપની તમને માર્ગદર્શન પૂરું પાડશે અને તમામ મદદ કરશે.

• તમારે દર વર્ષે GST રિટર્ન ફાઇલ કરવાની જરૂર પડશે. તમારે આ વિશે પણ ચિંતા કરવાની જરૂર નથી. કંપની તમને દરેક પ્રોડક્ટ માટે GST બિલ આપશે. તમારે તે બિલ તમારા નામે GST પોર્ટલ પર અપલોડ કરવાનું રહેશે.

• કંપની તમને પ્રોડક્ટ પર જોઈએ તેટલો નફો રાખવાની સ્વતંત્રતા આપે છે.

• આગળ જતાં, તમે તમારી બ્રાન્ડની પ્રોડક્ટ્સ વેચીને પણ તમારો પોતાનો મોટો બિઝનેસ સેટ કરી શકો છો.

કેવી રીતે કમાવા મળશે

કંપની તમને તમારી પ્રોડક્ટ પર પ્રોફિટ માર્જિન સેટ કરવાની સ્વતંત્રતા આપે છે. તમે ઇચ્છો તેટલો નફો રાખી શકો છો. ધારો કે, કોઈ પ્રોડક્ટની કિંમત રૂ. ૮૦૦ છે અને તમે તે પ્રોડક્ટ એમેઝોન પર રૂ. ૧૦૦૦માં વેચો છો, તો તમને રૂ. ૨૦૦નો નફો થશે. ઓર્ડર મળતાની સાથે જ તમારે તે પ્રોડક્ટ શ્રુતિ બિઝ કંપનીની પેનલ પર લિસ્ટ કરવી પડશે અને તમારે તે પ્રોડક્ટ માટે રૂ.૮૦૦ ચૂકવવા પડશે. કંપની ગ્રાહકને પ્રોડક્ટ પહોંચાડશે. પ્રોડક્ટ ડીલિવર થતાં જ એમેઝોન તમને રૂ.૧૦૦૦ આપશે. આ રીતે તમે માત્ર એક પ્રોડક્ટ પર ઘરે બેઠા ૨૦૦ રૂપિયા કમાઈ શકશો.

તમે જેટલી વધુ પ્રોડક્ટ્સ વેચો છો, તેટલો વધુ નફો તમને મળશે અને આ સંપૂર્ણ બિઝનેસ તમે ઘરે બેઠાં સંચાલિત કરી શક્શો. આ રીતે તમે તમારા ઘરથી સરળતાથી દર મહીને રૂપિયા ૫૦,૦૦૦/- થી પણ વધુની કમાણી કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *