શુક્રવારનો દિવસ માતા લક્ષ્મીજીનો દિવસ ગણાય છે. આ દિવસે માતાની આરાધના ઉત્તમ ગણાય છે. આ દિવસે લક્ષ્મી દેવીની પૂજા અને ઉપવાસ કરાય છે.માન્યતા છે કે માતા લક્ષ્મીના વ્રત અને પૂજા નિષ્ઠા સાથે કરાય તો ધનની ખામી રહેતી નથી. ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે છે. આ દિવસે વિશેષ મંત્રના ઉચ્ચારણ કરવાથી માતા લક્ષ્મી જલ્દી પ્રસન્ન થાય છે. તેમની ભક્તિ કરવાથી ઉંમરમાં વૃદ્ધિની સાથે સમાજમાં માન મળે છે, સ્વાસ્થ્ય સારું રહે છે.
શુક્રવારે ઉપવાસ કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે વ્રત કરવાથી પણ લાભ થાય છે. જો શક્ય હોય તો આ દિવસે વ્રત પણ રાખવું જોઇએ. શુક્રવારના દિવસે વ્રત કરવાથી સંતોષી માતાની પણ કૃપા પ્રાપ્ત થાય છે.
લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરો
ધાર્મિક માન્યતાઓ અનુસાર મંત્ર જાપ કરવાથી ખૂબ જ વધારે પ્રમાણમાં લાભ થાય છે. મા લક્ષ્મીના આ મંત્રના જાપથી તેઓ પ્રસન્ન થાય છે. આ સાથે જ ૐ શ્રી શ્રી મહાલક્ષ્મયૈ શ્રી શ્રી ૐ નમ: મંત્રનો 108 વાર જાપ કરો.
ઘરમાં શાંતિભર્યુ વાતાવરણ જાળવી રાખો
ઘરમાં સુખ અને સમૃદ્ધિ માટે શુક્રવારના દિવસે લક્ષ્મી નારાયણની પૂજા કરો. તેનાથી ઘરમાં ખુશાલી અને સકારાત્મકતા આવે છે. ધનની પ્રાપ્તિ માટે શુક્રવારની સાંજે લાલ રંગના કપડા પહેરીને દેવી લક્ષ્મીની ઉપાસના કરો. આ સાથે જ લાલ રંગના આસન પર બેસીને દેવીનું ધ્યાન ધરો.
શુક્રવારની સાંજે કરો આ કામ
સાંજના સમયે ઘીની પાંચ જ્યોતવાળો દીવો તૈયાર કરીને તેનાથી આરતી કરો. તેનાથી ઘરમાં સકારાત્મકતા આવશે અને આ સાથે જ જીવન વૈભવશાળી બનશે. જો તમારી પાસે પૈસા ટકતા ન હોય તો માતા લક્ષ્મીની પજા કપૂર સળગાવીને કરો અને તેમાં કુંકુ નાખો. હવે તે રાખને એક લાલ કાગળમાં રાખીને પર્સમાં રાખી લો, તેનાથી ધન ટકશે.
અન્નનો બગાડ ન કરશો
ધાર્મિક માન્યતાઓ અનુસાર અન્ન પણ લક્ષ્મી માતાનું એક સ્વરૂપ છે. આપણે વિશેષ ધ્યાન રાખવું જોઇએ કે અન્નનો બગાડ જરા પણ ન થાય. કેટલાક લોકો ગુસ્સા અને આક્રોષમાં આવીને ભોજન ફેંકી દેતા હોય છે. આમ ક્યારેય પણ ન કરવું જોઇએ. આમ કરનાર લોકોથી લક્ષ્મી માતા નારાજ થઇ જાય છે. હંમેશા ધ્યાન રાખો કે ક્યારેય પણ અન્નનું અપમાન ન કરવું જોઇએ.